નવી ઇલેકટ્રિક કાર ખરીદવાની જરૂર નથી, જુની પેટ્રોલ અને ડીઝલ કારને ઇલેક્ટ્રિક કારમાં બદલી શકો છો

પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતોથી દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહ્યું છે. એક તરફ જ્યાં દર મહિને ઇલેક્ટ્રિક વ્હીકલનાં વેચાણનાં આંકડા વધી રહ્યા છે, તો બીજી તરફ આ સેગમેન્ટમાં ઘણી કંપનીઓ પણ કુદી પડી છે. ટાટાનાં જણાવ્યા અનુસાર ૨૦૨૫ સુધીમાં કુલ વેચાણમાં ૨૫% ગાડીઓ ઈલેક્ટ્રીક હશે. જો કે સામાન્ય માણસ માટે ઇલેક્ટ્રિક કાર હાલમાં ખુબ જ મોંઘી છે. દેશમાં સૌથી વધારે વેચાણ ધરાવતી ટાટા નેક્સન ઇવી નાં એક્સ-શોરૂમ ની કિંમત ૧૪ લાખ રૂપિયા છે.

જો એક કાર ખરીદવા માટે તમારી પાસે બજેટ નથી, તો તમે પોતાની પેટ્રોલ અથવા ડીઝલ કારને ઈલેક્ટ્રીક કારમાં કન્વર્ટ કરી શકો છો. આ કામને ઇલેક્ટ્રિક વ્હિકલ પાર્ટ બનાવવાવાળી ઘણી કંપનીઓ કરી રહી છે. વળી તૈયાર કરવામાં આવેલ ઇલેક્ટ્રિક કાર ઉપર વોરંટી પણ આપવામાં આવે છે. તો ચાલો તમને આ આર્ટિકલમાં જણાવીએ કે આ કામ માં કેટલો ખર્ચ આવે છે, કારની રેન્જ કેટલી હોય છે, પેટ્રોલની તુલનામાં દરરોજ કેટલો ખર્ચ આવશે અને કેટલા સમયમાં તમારા પૈસા વસુલ થઇ જશે.

પેટ્રોલ અને ડીઝલ કારને ઈલેક્ટ્રીક કામાં બદલવાનું કામ કઈ કંપની કરે છે?

ફ્યુલ કારને ઈલેક્ટ્રીક કારમાં કન્વર્ટ કરવા સાથે જોડાયેલી મોટાભાગની કંપનીઓ હૈદરાબાદમાં છે. તેમાની ઇટ્રાયો અને નોર્થવેએમએસ મુખ્ય છે. આ બંને કંપનીઓ કોઈપણ પેટ્રોલ અથવા ડીઝલ કાર ઈલેક્ટ્રીક કારમાં કન્વર્ટ કરી આપે છે. તમે વેગેનાર, અલ્ટો, ડિઝાયર, i10, સ્પાર્ક અથવા અન્ય કોઈપણ પેટ્રોલ-ડીઝલ ઈલેક્ટ્રીક કન્વર્ટ કરાવી શકો છો. કારમાં ઉપયોગ થતી ઇલેક્ટ્રિક કીટ લગભગ બધામાં એકસરખી હોય છે. જોકે રેન્જ અને પાવર વધારવા માટે બેટરી અને મોટરમાં ફરક આવે છે. આ કંપનીઓ સાથે તમે તેમની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈને સંપર્ક કરી શકો છો. આ કંપનીઓ ઇલેક્ટ્રિક કારનું વેચાણ પણ કરે છે.

ફ્યુ કારને ઇલેક્ટ્રિક કારમાં બદલવાનો ખર્ચ અને રેન્જ

કોઈ પણ નોર્મલ કારને ઈલેક્ટ્રીક કારમાં બદલવા માટે મોટર, કન્ટ્રોલર, રોલર અને બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. કારમાં થનાર ખર્ચ તે વાત ઉપર ડિપેન્ડ છે કે તમે કેટલા કિલોવોટ ની બેટરી અને કેટલા કિલોવોટ ની મોટર કારમાં લગાવવા માંગો છો. કારણ કે આ બંને પાર્ટ કારનાં પાવર અને રેન્જ સાથે જોડાયેલ છે. જેમ કે અંદાજે ૨૦ કિલોવોટની ઇલેક્ટ્રિક મોટર અને ૧૨ કિલોવોટની લિથિયમ આયન બેટરી નો ખર્ચ અંદાજે ૪ લાખ રૂપિયા સુધી થાય છે. એવી જ રીતે જો બેટરી ૨૨ કિલોવોટની હોય તો તેનો ખર્ચ અંદાજે પ લાખ રૂપિયા સુધી આવશે.

કારની રેન્જ તે વાત ઉપર ડિપેન્ડ કરે છે કે તેમાં કેટલા વોટ ની બેટરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમકે કારમાં ૧૨ વોટ ની લિથિયમ આયન બેટરી લગાવવામાં આવે તો તે ફુલ ચાર્જ થવા પર અંદાજે ૭૦ કિલોમીટરની રેન્જ આપશે. વળી ૨૨ કિલોવોટની લિથિયમ આયન બેટરી લગાવવામાં આવે ત્યારે રેન્જ વધીને ૧૫૦ કિલોમીટર સુધીની થઈ જશે. જો રેજ ઓછી અથવા વધારે થવામાં મોટરનો રોલ પણ મહત્વનો છે. જો મોટર વધારે પાવરફુલ હોય છે, ત્યારે કારની રેન્જ ઓછી થઈ જશે.

હવે જાણો પેટ્રોલ અથવા ડીઝલ કાર ઈલેક્ટ્રીક કેવી રીતે બનાવવામાં આવે છે

જ્યારે કંપનીઓ કોઈ ફ્યુલ કારને ઈલેક્ટ્રીક કારમાં કન્વર્ટ કરે છે તો તેના જુના બધા મિકેનિકલ પાર્ટ બદલી દેવામાં આવે છે. એટલે કે કારનું એન્જિન, ફ્યુલ ટેંક, એન્જિન સુધી પાવર પહોંચાડનાર કેબલ અને અન્ય પાર્ટનરની સાથે સાથે એસી નાં કનેક્શન પણ ચેન્જ કરી દેવામાં આવે છે. આ બધા પાર્ટને ઈલેક્ટ્રીક પાર્ટ જેમકે મોટર, કન્ટ્રોલર, રોલર, બેટરી અને ચાર્જર સાથે બદલવામાં આવે છે. આ કામમાં ઓછામાં ઓછા ૭ દિવસનો સમય લાગે છે. બધા પાર્ટને કારનાં બોનેટ ની નીચે ફિક્સ કરવામાં આવે છે. વળી બેટરીનાં લેયર કારનાં ચેસીસ પર ફિક્સ કરવામાં આવે છે. બુટ સ્પેસ સંપુર્ણ રીતે ખાલી રહે છે. એવી જ રીતે ફ્યુલ ટેન્કને હટાવીને તેની કેપ પર ચાર્જિંગ પોઇન્ટ્સ લગાવવામાં આવે છે. કારનાં મોડલમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવામાં આવતો નથી.

પેટ્રોલની તુલનામાં ઇલેક્ટ્રિક કાર થી બચત

જો તમે પેટ્રોલ અને ડીઝલ કારને ઈલેક્ટ્રીક કારમાં કન્વર્ટ કરવા માટે પ લાખ રૂપિયા ખર્ચ કરો છો. ત્યારબાદ તે ૭૫ કિલોમીટરની રેન્જ આપે છે, તો ૪ વર્ષ અને ૮ મહિનામાં તમારા પૈસા વસુલ થઇ જશે. ઇલેક્ટ્રિક કાર ૭૪ પૈસામાં એક કિલોમીટર ચાલે છે. પેટ્રોલ અથવા ડીઝલ કારને ઇલેક્ટ્રિક કાર બનાવવાની કંપની પ વર્ષની વોરંટી પણ આપે છે. એટલે કે તમારે કારમાં ઉપયોગ થતી કીટ પર કોઈ એક્સ્ટ્રા ખર્ચ લાગશે નહીં. વળી બેટરી ઉપર કંપની પાંચ વર્ષની વોરંટી આપે છે. એટલે કે પાંચ વર્ષ બાદ તમારે બેટરી બદલવાની જરૂરીયાત રહેશે. વળી પેટ્રોલ અને ડીઝલ કારમાં તમારે વાર્ષિક સર્વિસ ખર્ચ પણ થતો હોય છે. કંપની તમને કીટ તથા બધા પાર્ટ્સનું વોરંટી સર્ટિફિકેટ પણ આપે છે. તેને સરકાર અને આરટીઓ તરફથી પણ મંજુરી હોય છે.