જોક્સ-૧
નેતા : ભુતકાળને ભુલીને ભવીશ્ય અંગે વીચારીશું તો જ દેશની પ્રગતિ થશે.
તે સભામાંથી એક ભાઈ બોલ્યા : તમે મારી પાસેથી ભુતકાળમાં હજાર રુપીયા ઉછીના લીધા હતા,
એ મને પાછા આપવાનું ભુલી ન જતાં.
જોક્સ-૨
મમ્મીએ ગુસ્સે થઈને પપ્પુને પુછ્યું : કબાટમાં મેં ગઈકાલે રાતે બે લાડવા મુક્યાં હતા, તો એક જ કેમ રહી ગયો?
પપ્પુ બોલ્યો : માં, એક એટલા માટે રહી ગયો કે મને બીજો લાડવો અંધારામાં દેખાયો જ નહિ.
જોક્સ-૩
પતિ : ચાલ આજે આપણે બહાર જઈને ચા પીશું.
પત્ની ગુસ્સામાં : કેમ? તમે એમ સમજો છો કે હું ચા બનાવી-બનાવીને કંટાળી ગઈ છું?
પતિ : અરે નહીં, હું રોજ કપ-રકાબી ધોઈ ધોઈને કંટાળી ગયો છું.
જોક્સ-૪
પત્ની : આ તમે રોજ ફેસબુક પર રોમેન્ટિક કવિતા લખો છો…
‘યે તેરી જુલ્ફેં હૈ રેશમ કી ડોર’
આ કોના માટે લખો છો?
પતિ : અરે પાગલ એ હું તારા માટે જ લખું છું.
પત્ની : તો પછી એ રેશમી દોરા ક્યારેક દાળમાં આવે તો બુમો કેમ પાડો છો?
જોક્સ-૫
છોકરી : ભાઈ, મારે ચપ્પલ લેવા છે.
દુકાનદાર : આ લો બહેન નવી ડિઝાઇન જુઓ.
છોકરી : આમાં મજા નથી કોઈ બીજી બતાવો.
એક કલાક પછી દુકાનદાર : બહેન, મેં તમારી સાઈઝના બધા ચપ્પલ દેખાડી દીધા છે.
હવે કોઈ બચ્યું નથી.
છોકરી : અરે ભાઈ, પેલું એક બોક્સ તેમાંના ચપ્પલ તમે દેખાડ્યા નથી?
દુકાનદાર : દયા કરો બહેન તેમાં મારું ટિફિન છે.
જોક્સ-૬
રમેશ તેની પત્નીને : વિદાઈ સમયે છોકરીઓ કેમ આટલી બધી રડે છે?
પત્ની : અરે પાગલ માણસ જયારે તમને ખબર પડે કે,
કોઈ તમને તમારા ઘરથી દુર પોતાના ઘરના કામ મફતમાં કરાવવા લઈ જાય છે,
તો તમે શું નાચશો?
જોક્સ-૭
પતિ પત્ની વચ્ચે તું તું મેં મેં થયા પછી,
પત્ની : હું કેટલી મુરખ હતી કે,
મેં તમારા જેવા માણસ સાથે લગ્ન કરી લીધા.
પતિ : હા, હું પણ આ વાત જાણતો હતો, પરંતુ શું કરું ત્યારે મારા પર પ્રેમનો ન-શો એટલો છવાયેલો હતો કે હું આ વાતની નોંધ જ ના લઈ શક્યો.
જોક્સ-૮
કોલેજના ટોયલેટમાં લખેલું હતું,
‘દુનિયા ચંદ્ર પર પહોંચી ગઈ છે અને તું હજી અહીં જ બેઠો છે.’
ભુરા એ પોતાનું મગજ દોડાવ્યું અને જવાબમાં લખ્યું,
ચંદ્ર પર પાણી નહોતું તેથી પાછો આવી ગયો છુ.
જોક્સ-૯
શિક્ષકે બાળકોની પરીક્ષા લેવાના ઈરાદે પુછ્યુ,
બતાઓ કે એ શું છે જે કદી નથી મરતું, જેને આગ બાળી નથી શકતા, જેને કોઈ નષ્ટ નથી કરી શકતું?
એક બાળકે તરત જ જવાબ આપ્યો : ફિલ્મી હીરો સર.
જોક્સ-૧૦
પતિ : પોતાની જાત પર નિયંત્રણ કેવી રીતે રાખવું, એ તો દુનિયાએ તારી પાસેથી જ શીખવું જોઈએ.
પત્ની (ખુશ થઈને) : એ તો સાચી વાત.
પણ તમે કઈ વસ્તુના નિયંત્રણ વિશે કહો છો?
પતિ : તારા શરીરમાં કેટલી બધી શુગર છે, પણ હરામ જો તેમાંથી એક ટકા પણ તારી જીભ પર આવવા દીધી હોય તો.
જોક્સ-૧૧
નવ પરિણીત દંપતી હનીમુન માટે મનાલી ગયા.
પતિએ વહેલી સવારે પથારીમાં સુતેલી પત્ની પર જગ ભરીને પાણી રેડી દીધું.
પત્ની (ઊંઘમાંથી જાગીને ગુસ્સામાં) : તમે પાણી કેમ નાખ્યું?
પતિ : તારા પપ્પાએ કહ્યું હતું કે, જમાઈ, મારી દીકરી ફુલની કળી છે, તેને કરમાવા ન દેતા.