નવરાત્રીમાં આ ૪ રાશિવાળા પર માં અંબે રહેશે મહેરબાન, ધનદોલતમાં થઈ શકે છે વૃધ્ધિ

Posted by

આ વર્ષે નવરાત્રિની શરૂઆત ગુરુવાર ૭ ઓક્ટોબરથી થઈ રહી છે. માં દુર્ગાનાં નવ રૂપની આરાધનાનું આ મહાપર્વ શુક્રવાર ૧૫ ઓક્ટોબરનાં રોજ સમાપ્ત થઈ જશે. હિન્દુ ધર્મમાં આ પર્વનું વિશેષ મહત્વ છે. માં દુર્ગાના ઉપાસકો પર આ દરમિયાન માતાજીની અસીમ કૃપા રહે છે. જ્યોતિષશાસ્ત્રો અનુસાર અમુક રાશિના લોકો ઉપર આ નવરાત્રિ પર અંગેની ખાસ કૃપાદ્રષ્ટિ રહેશે.

તુલા રાશિ

નવરાત્રિમાં તુલા રાશિના જાતકો પર માં દુર્ગાની વિશેષ કૃપા જળવાઈ રહેશે. જો તમે કોઈ નવા કામની શરૂઆત કરવા માંગો છો તો તમારા માટે આ શ્રેષ્ઠ સમય છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર નવરાત્રી તમારા માટે ખુશીઓ લઈને આવશે. કોર્ટ-કચેરીની બાબતમાં તમારી જીત થશે અને દુશ્મનોની હાર થશે. આર્થિક રૂપથી મજબુતી મળશે અને નોકરીના અવસર પ્રાપ્ત થશે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકો માટે નવરાત્રિમાં કંઈક મોટું થવાની સંભાવના છે. આ દરમિયાન માં દુર્ગાની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર જળવાઈ રહેશે અને પરિવારનો સાથ મળશે. નોકરી વગેરેની સમસ્યા દુર થશે અને વેપારમાં પણ લાભ મળશે. માતા દુર્ગાની આરાધના કરો અને કોઈપણ પ્રકારના વાદ-વિવાદથી દુર રહેવું.

વૃશ્ચિક રાશિ

લાંબા સમયથી અટવાયેલા કાર્ય આ દરમિયાન પુર્ણ થઇ શકે છે. સ્વાસ્થ્યનાં દ્રષ્ટિકોણથી નવરાત્રી વિશેષ રહેવાની છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ નવરાત્રિ તમને બધા પ્રકારના કરજમાંથી મુક્તિ અપાવશે. કારણ કે ઘરમાં ધનનું આગમન થશે. ઘરમાં સંપન્નતા નો વાસ થશે, જેના કારણે તમારી ભૌતિક સુખ-સુવિધામાં પણ વધારો થશે. તેનાથી સંપુર્ણ પરિવારમાં સોહાર્દપુર્ણ વાતાવરણ જળવાઈ રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો પર આ સમય દરમિયાન માં દુર્ગાની વિશેષ કૃપા રહેશે. તેમની મહેનત રંગ લાવશે. લાંબા સમયથી અટવાયેલા કાર્ય ગતિમાં આવશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને આર્થિક સ્થિતિ મજબુત બનશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સપ્તાહમાં જમીન તથા કોઈ સંપત્તિ ખરીદવાના યોગ બની રહ્યા છે. ધાર્મિક કાર્યોમાં પરિવાર લીન રહેશે અને બધા સાથે સંબંધો મધુર બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *