આ દિવસોમાં આખા દેશમાં નવરાત્રી ધુમધામથી ઉજવવામાં આવી રહી છે. જણાવી દઈએ કે ૭ ઓક્ટોબરથી શરૂ થયેલું આ પર્વ ૧૫ ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં ૯ દિવસ સુધી માતા દુર્ગાની વિશેષ પુજા-અર્ચના કરવામાં આવશે. ૧૦માં દિવસે દશેરાનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. જણાવી દઈએ કે નવરાત્રિમાં માતા દુર્ગાની ૯ રૂપોની પુજા કરવામાં આવે છે. આ દરમ્યાન ઘણા લોકો ૯ દિવસનું વ્રત રાખે છે અને માતા દુર્ગાના અલગ-અલગ રૂપની વિશેષ પુજા કરે છે. જો તમે પણ હાલનાં દિવસોમાં નવરાત્રી ની પુજા કરી રહ્યા છો, તો વાસ્તુનાં થોડા ઉપાયો અપનાવીને તમે પણ દેવી માતાને પ્રસન્ન રાખી શકો છો અને તમારી મુશ્કેલીઓને દુર કરી શકો છો. આવો જાણીએ તે ખાસ ઉપાયો વિશે.
જો તમે ઇચ્છો સુખસમૃદ્ધિ તો અપનાવો આ ઉપાય
નવરાત્રીનાં મંગળવારે એક સોપારીનું પાન લો અને તેના પર સિંદુરથી ભગવાન રામનું નામ લખો. ત્યારબાદ તે પાનને લઈ જઈને તમારા ઘરની પાસે કોઇ હનુમાન મંદિરમાં ચઢાવી દો. સોપારીનાં પાન ચઢાવતા સમયે આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે આ બધું હનુમાનજી નાં પગમાં ન અડકે એટલે કે તેને હનુમાનજીનાં પગ પર ન ચડાવો. આવું કરવાથી જીવન સાથે જોડાયેલી બધી મુશ્કેલીઓ દુર થઈ જાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તે સિવાય તમારા બળ અને પરાક્રમમાં પણ વૃદ્ધિ થાય છે.
આ ઉપાયથી કરો નકારાત્મક ઉર્જાને સમાપ્ત
નવરાત્રી દરમ્યાન કોઇ એક દિવસે સોપારીના પાન પર થોડું કેસર રાખી દો અને ત્યારબાદ માતા દુર્ગાનાં નામનો જાપ કરો અથવા દુર્ગા સ્ત્રોત્રમનો પાઠ કરો. આવું કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા ક્યારેય પ્રવેશ નહિ કરશે અને પરિવારિક ઝઘડા અને કલેશ દુર થઈ જશે. સોપારીનાં પાનનાં આ ઉપાય થી જીવન સાથી સાથે ચાલી રહેલા અણ સમાપ્ત થાય છે.
આર્થિક મુશ્કેલીઓ થી મેળવો છુટકારો
નવરાત્રિનાં પહેલા ૫ દિવસમાં રોજ ૧-૧ સોપારીના પાનમાં ह्रीं લખીને માતા દુર્ગાને ચડાવો. ધ્યાન રહે કે આ પાનને નવમી સુધી એટલે કે નવરાત્રીના અંતિમ દિવસ સુધી દેવી દુર્ગાના ચરણોમાં જ રહેવા દો. ત્યારબાદ આ પાનને ઉઠાવીને તમારી તિજોરીમાં રાખી દો. આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય આર્થિક તંગી નહી થશે અને તમારા ઘરે દેવી લક્ષ્મીનો વાસ થશે.
વ્યાપારમાં ચાલી રહી છે સમસ્યા તો અપનાવો આ ઉપાય
જો તમે આ દિવસોમાં તમને નોકરી, પૈસા અને વ્યાપારમાં સમસ્યાઓનો સામનો કરવા પડી રહ્યો છે અને અનેક અડચણ આવી રહી છે, તો નવરાત્રિ દરમિયાન એક સોપારીનું પાન લો અને તેના પર સરસવનું તેલ લગાવીને માતા દુર્ગાને ચડાવી દો. ત્યારબાદ સુતા સમયે આ પત્તાને તમારા માથા પાસે રાખી દો. બીજી સવારે ઊઠીને માતા દુર્ગા મંદિરની પાછળની તરફ પાનને રાખી આવો. આ ઉપાયથી તમારી નોકરી અને વેપારમાં આવનારી અડચણ દુર થશે અને તમને મુશ્કેલીઓથી જલ્દી રાહત મળશે.
સોપારીનાં પાનનો આ ઉપાય ખોલી દેશે તમારું નસીબ
નવરાત્રી દરમિયાન દરમિયાન સોપારીનાં પાન પર ગુલાબની થોડી પંખુડી રાખી દો અને માતા દુર્ગાને ચડાવો. આવું કરવાથી આર્થિક મુશ્કેલીઓ દુર થઇ જશે. સાથે જ આવકનાં નવા સ્ત્રોત પણ ખુલશે. આ ઉપાય તમે નવરાત્રી દરમિયાન કોઈપણ એક દિવસ કરી શકો છો.
કરજા થી ઈચ્છો છો મુક્તિ તો અપનાવો આ સરળ ઉપાય
જો તમે કર્જા માં ફસાયેલા છો અને તેનાથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો એક સોપારીનાં પાન પર લવિંગ અને એલચી રાખી દો અને તેનું બીડું બનાવી લો અને આ બીડાં ને હનુમાનજીના મંદિરમાં ચઢાવી દો. આમ કરવાથી કર્જથી છુટકારો મળે છે, સાથે જ બીજી આર્થિક સમસ્યાઓ પણ દુર થાય છે.
જો તમે તમારી ઈચ્છાઓની પુર્તિ જલ્દી જ થતી જોવા ઈચ્છો છો તો સોપારીના પાન પર બે લવિંગ રાખી દો અને તેને જળમાં વહાવી દો. આવું કરવાથી તમારી બધી ઈચ્છાઓ પુરી થશે.