નવરાત્રીમાં અખંડ દીવો કઈ દિશામાં પ્રગટાવવો જોઈએ, જાણો તેની વિધિ, મહત્વ અને લાભ

Posted by

નવરાત્રી શરૂ થઈ ગઈ છે. નવરાત્રિમાં જેમ પુજા-પાઠ વિધિ-વિધાન પુર્વક કરવામાં આવે છે, તેવી જ રીતે નવરાત્રીનાં ૯ દિવસ સુધી અખંડ દીવો પ્રજ્વલિત કરવાનો પણ રીવાજ છે. અખંડ જ્યોત અથવા અખંડ દીવો પ્રગટાવવાથી આપણી ઉપર દેવી-દેવતાઓની કૃપા થાય છે. સાથોસાથ આપણે દરેક મનોકામના પણ પુર્ણ થાય છે. તો ચાલો જાણીએ કે અખંડ દીવા નું મહત્વ શું છે. આપણે શા માટે અખંડ દીવો પ્રગટાવીએ છીએ તથા અખંડ દીવો પ્રગટાવતી સમયે કયા નિયમોનું પાલન કરવું જોઈએ.

સામાન્ય રીતે લોકો પીતળ નાં દીપપાત્રમાં અખંડ દીવો પ્રગટાવે છે. જો તમારી પાસે પિત્તળનું દીપપાત્ર ન હોય તો તમે માટીના વાસણમાં પણ દીવો પ્રગટાવી શકો છો. પરંતુ માટીના વાસણમાં અખંડ દીવો પ્રગટાવતા પહેલા તે દીપપાત્રને પાણીમાં પલાળી દો અને ત્યારબાદ પાણીમાંથી કાઢીને ચોખ્ખા કપડાથી સુકવી લો. તે વાતનું ધ્યાન જરૂર રાખો કે તમારું દીપપાત્ર કોઈ જગ્યાએ તુટેલું ન હોય તુટેલા દીપપાત્રમાં દીવો પ્રગટાવવાથી દરિદ્રતા આવે છે.

શાસ્ત્રો અનુસાર નવરાત્રિમાં અખંડ દીવો પ્રગટાવવા પહેલા આપણે મનમાં સંકલ્પ લેવો જોઈએ અને માતાજીને પ્રાર્થના કરવી જોઈએ કે તેઓ આપણી મનોકામના જલ્દી પુર્ણ કરે. અખંડ દીવો ક્યારેય પણ જમીન પર ન રાખવો જોઈએ. દીવા ને બજોટ અથવા કોઈ વસ્તુ પર રાખીને પ્રગટાવવો જોઈએ.

અખંડ દીવા ની વાટ નું વિશેષ મહત્વ છે. આ વાટ રક્ષાસુત્ર એટલે કે નાડાછડી માંથી બનાવવામાં આવે છે. સવા હાથની નાડાછડી લઈને તેને વાટ ની જેમ દિવાની વચ્ચોવચ રાખો. સૌથી પહેલા એક બાજોટ લો. તેની ઉપર લાલ રંગનું કપડું પાથરી દો. ત્યારબાદ માતાજીની તસ્વીર રાખો. ત્યારબાદ લાલ કલરમાં રંગેલા ચોખ્ખા રાખો. ત્યારબાદ તે ચોખા થી આઠ પંખ વાળુ અષ્ટદળ કમળ બનાવો. ત્યારબાદ અષ્ટદળ કમળ ઉપર અખંડ દીવો રાખી દો.

માતાજીની જમણી તરફ ઘીનો દીવો પ્રગટાવવો જોઇએ. જ્યારે તેલનો દીવો માતાજીની ડાબી તરફ કરવો જોઈએ. દીવા નું દરરોજ પુજન કરવું જોઈએ. કારણ કે તે જ્યોતિ ભગવતીનું સ્વરૂપ છે. જ્યોતને પુષ્પ અર્પણ કરવા જોઇએ અને માતાને પ્રણામ કરવાં જોઈએ.

ઈશાન ખુણો એટલે કે ઉત્તર પુર્વ દિશા દેવી-દેવતાનું સ્થાન માનવામાં આવે છે. એટલા માટે અખંડ દીવો પુર્વ દક્ષિણ ખુણો એટલે કે અગ્નિ ખુણામાં રાખવો શુભ માનવામાં આવે છે. ધ્યાન રાખો કે પુજાના સમયે જ્યોતિનું મુખ પુર્વ અથવા ઉત્તર દિશામાં હોવું જોઈએ. તે વાતનું જરૂર ધ્યાન રાખો કે ક્યારેય પણ અશુદ્ધ અવસ્થામાં સ્પર્શ કરવો જોઈએ નહીં.

અખંડ દીવો પ્રગટાવતા પહેલા હાથ જોડીને શ્રી ગણેશ દેવી દુર્ગા અને શિવજીની આરાધના કરો. દીવો પ્રજ્વલિત કરતા સમયે મનમાં મનોકામના વિચારી લો અને માતાજી પાસે પ્રાર્થના કરો કે પુજાને સમાપ્તિની સાથે તમારી મનોકામના પણ પુર્ણ થઈ જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *