નવરાત્રીમાં અમીર બનવા માંગો છો તો ૯ દિવસ સુધી જરૂર કરો આ ૫ સરળ કામ, માતાજી ગરીબી કરી દેશે દુર

Posted by

અમીર થવાના સપના દરેક લોકો જુએ છે. પછી આજના મોંઘવારીના જમાનામાં તો પૈસા જેટલા હોય ઓછા જ પડે છે. કહેવાય છે કે પૈસા કમાવવા માટે મહેનત અને આવડતની જરૂરિયાત હોય છે. પરંતુ તેની સાથે એક બીજી વસ્તુ જોઈએ છે, ભાગ્ય. તમે પણ જોયું હશે કે અમુક લોકો દિવસ-રાત મહેનત કરે છે, પરંતુ તેમને ઇચ્છિત સફળતા નથી મળતી. વળી અમુક લોકો ઘણી ઓછી મહેનત કરે છે, પરંતુ અઢળક પૈસા કમાય છે. તેમાં તમારું ભાગ્ય મહત્વપુર્ણ ભુમિકા નિભાવે છે.

સારુ ભાગ્ય ભગવાનની અસીમ કૃપાથી મળે છે. આ મહિને ૭ ઓક્ટોબરથી નવરાત્રીનું પાવન પર્વ શરૂ થઇ રહ્યું છે. કહેવાય છે કે આ ૯ દિવસોમાં માતાજી ધરતી પર વિચરણ કરે છે. તેવામાં જો ભક્ત ૯ દિવસ માતાજીને પ્રસન્ન કરી દે તો તેમના આશીર્વાદ મળે છે. એક વખત જેને માતા દુર્ગાનાં આશીર્વાદ મળી જાય, તેનું ભાગ્ય ક્યારેય નિષ્ફળ નથી થતું. ધન અને અન્નની પણ કોઈ કમી નથી થતી. તેવામાં આજે અમે તમને ૫ એવા કામ બતાવવા જઈ રહ્યા છીએ, જેને નવરાત્રીનાં ૯ દિવસમાં કરવાથી ઘણો લાભ મળે છે.

રંગોળી

નવરાત્રિનાં ૯ દિવસ સુધી માતાજીનાં સ્વાગત માટે તમારે મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવી જોઈએ. આ રંગોળી તમારે દરરોજ ૯ દિવસ સુધી સવારે બનાવી લો. રંગોળી સ્વાગતનું પ્રતીક હોય છે. જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે. જ્યાં પોઝિટિવ એનર્જી વધારે હોય છે, ત્યાં માતાજી નિવાસ કરવાનું પસંદ કરે છે.

સ્વસ્તિક

હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું નિશાન સુખ, સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. દરેક પુજાપાઠ અને શુભ કાર્યમાં તેને બનાવવામાં આવે છે. નવરાત્રીમાં પણ સ્વસ્તિકનું ખાસ મહત્વ હોય છે. તેને તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર બનાવવું જોઈએ. તેને સતત ૯ દિવસ સુધી બનાવો. સ્વસ્તિકને હળદર કે કુમકુમથી બનાવવું શુભ માનવામાં આવે છે. તે ઘરની નેગેટિવ એનર્જીને દુર ભગાવી દે છે. તેને જોઈ માતા દુર્ગા વધારે પ્રસન્ન થાય છે.

દુર્ગા મંત્ર

નવરાત્રિમાં માતા દુર્ગાની જેટલી પણ ભક્તિ કરવામાં આવે ઓછી હોય છે. એટલા માટે તમે કોશિશ એવી કરો કે તેમનું વધારે થી વધારે ધ્યાન લગાવો. પુજાપાઠ સાથે મંત્રનો જાપ પણ અવશ્ય કરો. આવું કરવાથી માતા દુર્ગા જલ્દી પ્રસન્ન થશે અને તમને કોઈ દુઃખ ભોગવવા નહિ દેશે. આ મંત્ર છે-

ॐ जयन्ती मंगला काली भद्रकाली कपालिनी। दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

કળશ પુજા

નવરાત્રીમાં કળશ ની સ્થાપના કરી તેની પુજા પણ રોજ કરવી જોઈએ. જો તમે કોઇ કારણવશ ઘરમાં કળશ સ્થાપના ન કરી શકો, તો દરરોજ દેવીજી નાં મંદિરે જઈને કળશ ની પુજા કરો. આવું કરવાથી માતા દુર્ગાનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે.

કન્યા ભોજ કે ભેંટ

કન્યાઓને નવરાત્રિમાં ભોજન જમાડવાની પરંપરા સદીઓથી ચાલી રહી છે. આવું કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને તમને મનગમતું ફળ આપે છે. આ કોરોના કાળમાં જો તમે કન્યા ભોજન ન કરાવી શકો તો કન્યાઓને કોઈ ભેટ પણ આપી શકો છો. કહેવાય છે નાની બાળકીઓ પણ માતાજી નું રૂપ હોય છે. નવરાત્રિમાં પગે લાગીને તેનો આશીર્વાદ લેવો શુભ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *