નવરાત્રીમાં ચમત્કાર : ગાય એ ૨ માથા અને ૩ આંખ વાળા વાછરડાને જન્મ આપ્યો, લોકો માની રહ્યા છે માં દુર્ગાનું રૂપ, જુઓ વિડીયો

Posted by

દુનિયા ખુબ જ વિચિત્ર છે. અહીંયા દરરોજ નવી અને અજીબ ઘટનાઓ બનતી હોય છે. તેમાંથી અમુક એવી હોય છે જેની ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આ ચીજો દેખાવમાં અસંભવ લાગતી હોય છે. હવે ઓડીસા થી આવી રહેલા અનોખી ખબર વિશે જાણી લો. અહીંયા એક ગાય એ ૨ માથા અને ૩ આંખ વાળા વાછરડાને જન્મ આપ્યો છે. આ વાછરડું દેખાવમાં સામાન્ય વાછરડાની બિલકુલ અલગ છે. તેનું વિચિત્ર સ્વરૂપ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. પરિસ્થિતિ એવી છે કે લોકો તેને માં દુર્ગા નાં આશીર્વાદ જણાવી રહ્યા છે. તેઓ આ વાછરડાની પુજા કરી રહ્યા છે. હવે આ અનોખા વાછરડાની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

આ અનોખો મામલો ઓડિશાના નબરંગપુર નો છે. અહિયાં રહેવાવાળા ખેડુત ધનીરામ ના ઘરે એક ગાય દ્વારા ખુબ જ અજીબ વાછરડાને જન્મ આપવામાં આવ્યો છે. આ વાછરડાનાં આશ્ચર્યજનક રૂપથી ૨ માથા અને ૩ આંખ છે. વાછરડાનું આ સ્વરૂપ જોઈને તે ખેડુત પણ આશ્ચર્યચકિત થઇ ગયો હતો. તેણે આ પહેલા ક્યારેય પણ આવું કંઈ જોયું ન હતું. આ અનોખા વાછરડાના જન્મની વાત સમગ્ર ગામમાં ફેલાઈ ગઈ હતી. લોકો દુર દુરથી તેને જોવા માટે આવી રહ્યા છે.

હાલમાં વાછરડું પોતાની માનું દુધ પીવામાં યોગ્ય રીતે સક્ષમ નથી. તેને ખુબ જ પરેશાની થઇ રહી છે. તેવામાં વાછરડા માટે અલગથી દુધની વ્યવસ્થા કરવામાં આવી છે. વાછરડાને જોઈને લોકો તેને માતા દુર્ગાનો અવતાર માની રહ્યા છે. વાછરડાનો જન્મ પણ નવરાત્રિમાં થયો છે, એટલા માટે તેને માતાજીના આશીર્વાદ સમજીને લોકો તેના પુજાપાઠ કરી રહ્યા છે.

ગ્રામજનોએ વાછરડાનું મુખ દક્ષિણ દિશા માં રાખેલું છે. માન્યતા છે કે આ દિશા પવિત્ર હોય છે. વળી આ દિશામાં વાછરડાનું મુખ રાખીને તેના પુજા-પાઠ કરવામાં આવે છે. આ ઘટના સોશિયલ મીડિયાના માધ્યમથી વધારે ચર્ચામાં આવી ગઈ છે. વાછરડાની તસ્વીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જે લોકો પણ આ અનોખા વાછરડાને જુએ છે, તેઓ દંગ રહી જાય છે. તેમને પોતાની આંખ ઉપર વિશ્વાસ થતો નથી. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર આ અનોખા વાછરડા નો વિડિયો જોઈએ.

જુઓ વિડિયો


જણાવી દઈએ કે આ કોઈ પહેલી વખત નથી જ્યારે કોઈ જાનવરે આ રીતે અજીબ બાળકને જન્મ આપ્યો હોય. આ પહેલા પણ આવા ઘણા મામલા સામે આવી ચુક્યા છે. આ પહેલા ભોજપુર જિલ્લાનાં કુલ મોરી ગામ નિવાસી પીતાંબર રવાની નાં ઘરે પણ નવરાત્રિ શરૂ થવાના એક દિવસ પહેલાં એટલે કે ૬ ઓક્ટોબરનાં રોજ એક બકરીએ અનોખા બાળકને જન્મ આપ્યો હતો. આ બાળકના ૮ પગ અને ૪ કાન હતા.

વિશેષજ્ઞોનું માનવામાં આવે તો તોમોનોસિફૈલિક ઑકટાપસ કોનજોઇન્ડ ની સમસ્યાને કારણે આવું થતું હોય છે. આ સ્થિતિમાં ભૃણ સંપુર્ણ રીતે વિકસિત થઇ શકતું નથી. તેનું પરિણામ એવું આવે છે કે આપણને અવિકસિત અથવા એક્સ્ટ્રા વિકસિત બાળક જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *