હાલનાં દિવસોમાં આખા દેશમાં નવરાત્રિનો પાવન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. કોરોનાને કારણે આ વર્ષે વર્ષની દર વર્ષની જેમ ધુમધામ નથી થઈ રહી. પરંતુ ઘરે બેસીને ભક્તજન માતાને પ્રસન્ન કરવાની પુરી કોશિશ કરી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે જો નવરાત્રીમાં તમે માતાજીને ખુશ કરી દો, તો તમારા જીવનની બધી મુશ્કેલીઓ દુર થઈ જાય છે. શાસ્ત્રમાં પણ દેવી માતાની પુજા પાઠ ની વિભિન્ન રીત બતાવવામાં આવી છે. તેવામાં આજે અમે તમને દેવી ભાગવતમાં બતાવેલા અમુક ખાસ ઉપાયો સાથે અવગત કરવવા જઈ રહ્યા છીએ. જો તમે નવરાત્રિમાં આ ઉપાયોને કરો છો, તો તમારી દરેક મનોકામના પુર્ણ થઇ જશે.
પહેલો ઉપાય
દેવી ભાગવત (સ્કંધ ૧૧, અધ્યાય ૧૨) નાં અનુસાર જો તમે દેવી માતા ને વિભિન્ન પ્રકારનાં રસથી સ્નાન કરાવો છો, તો તે જલ્દી ખુશ થઈ જાય છે. એટલા માટે નવરાત્રિમાં માતા જગદંબાને કેરી કે શેરડીના રસથી સ્નાન કરાવવું શુભ માનવામાં આવે છે. આવું કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મી હંમેશા વિરાજિત રહે છે. તમારા ઘરે ધનની કોઈ કમી નથી આવતી. તે સિવાય માતા સરસ્વતીના આશીર્વાદ પણ મળે છે. જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય છે.
બીજો ઉપાય
જો તમે જીવનમાં ઘણાં પાપ કર્યા છે, તો તેને આ ઉપાયથી ધોઈ શકાય છે. નવરાત્રિમાં દેવી માતાને કપુર, અગૃ (સુગંધી વનસ્પતિ) કેસર, કસ્તૂરી તથા કમળનાં જળથી સ્નાન કરાવો. આવું કરી તમારા બધા પાપ માટે માતાજીની સાથે હાથ જોડો અને ચરણોમાં નમીને ક્ષમા માંગો. દેવી માતા તમારી ઉપર દયા બતાવશે અને તેમને સુધારવાનો એક બીજો અવસર આપશે.
ત્રીજો ઉપાય
નવરાત્રિમાં માતા દુર્ગાને રત્ના બહુષણ દાન કરવું લાભકારી માનવામાં આવે છે. આ દાન કર્યા બાદ તમારા ઘરે ધનની ક્યારે પણ કોઈ કમી નથી થતી. માતાની કૃપાથી તમે અનેક પ્રકારની સંપત્તિના માલિક બની જાવ છો. પૈસાની આવક પણ વધવાની શરૂ થઈ જાય છે. ગરીબી આસપાસ પણ નથી ફરકતી.
ચોથો ઉપાય
નવરાત્રિમાં માતાને દ્રાક્ષનાં રસ થી સ્નાન કરાવવું લાભકારી હોય છે. આવું કરીને તમે વર્ષ માટે માતાજીની કૃપા મેળવી લો છો. માતાજીનાં આશીર્વાદથી તમને બીજા ૧ વર્ષ સુધી ક્યારેય પણ મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો.
પાંચમો ઉપાય
માતાને નવરાત્રિમાં દુધથી સ્નાન કરાવવું પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે દુધથી દેવી માતાજીને સ્નાન કરાવતી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે.