નવરાત્રિમાં પૂજા દરમ્યાન અપનાવો આ ઉપાય, માતાજીનાં આશીર્વાદથી ધનનાં ભંડાર ભરાઈ જશે

હાલના દિવસોમાં સમગ્ર દેશમાં નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. કોરોના ને કારણે દરેક વર્ષની જેમ ધામધૂમથી ઉજવણી થઇ રહી નથી, પરંતુ લોકો ઘરે બેસીને પણ માતાને પ્રસન્ન કરવા માટેની પૂરી કોશિશ કરી રહ્યા છે. તેમાં કહેવામાં આવે છે કે જો નવરાત્રીમાં તમે માતાજીને ખુશ કરો છો, તો તમારા જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. શાસ્ત્રોમાં માતાજીનાં પૂજા પાઠના વિભિન્ન ઉપાય બતાવેલ છે. તેવામાં આજે અમે તમને દેવી ભાગવતમાં બતાવવામાં આવેલા અમુક ખાસ ઉપાય થી અવગત કરાવવા જઈ રહ્યા છીએ. જો આ તમે નવરાત્રિમાં આ ઉપાય કરો છો, તો તમારી દરેક મનોકામના ખૂબ જ જલ્દી પૂર્ણ થઇ જશે.

પહેલો ઉપાય

દેવી ભાગવત (સ્કંધ ૧૧, અધ્યાય ૧૨) અનુસાર જો તમે માતાજીને વિભિન્ન પ્રકારના રસોથી સ્નાન કરાવો છો, તો તે ખૂબ જ જલ્દી ખુશ થઈ જાય છે. એટલા માટે નવરાત્રિમાં માતા જગદંબાને કેરી અથવા શેરડીના રસથી સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. આવું કરવાથી તમારા ઘરમાં લક્ષ્મી હંમેશા વિરાજમાન રહે છે. તમારા ઘરમાં ધનની કોઈ પણ કમી આવતી નથી. તે સિવાય માં સરસ્વતીનાં આશીર્વાદ મળે છે, જેનાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે.

બીજો ઉપાય

જો તમારાથી જીવનમાં ખૂબ જ પાપ થયેલા હોય તો તમે તેને આ ઉપાયથી ધોઈ શકો છો. નવરાત્રિમાં માતાજીને કપૂર, અગરું (સુગંધિત વનસ્પતિ), કેસર, કસ્તૂરી તથા કમળનાં જળથી સ્નાન કરાવવું જોઈએ. આવું કરીને પોતાના બધા પાપની માતાજી સામે હાથ જોડીને તથા ચરણસ્પર્શ કરીને ક્ષમા માંગી શકો છો. માતાજી તમારા ઉપર દયા બતાવશે અને તમને સુધરવાનો એક અવસર જરૂરથી પ્રાપ્ત કરાવશે.

ત્રીજો ઉપાય

નવરાત્રિમાં માં દુર્ગાના રત્નાભૂષણોનું દાન કરવું લાભકારી માનવામાં આવે છે. આ દાન કર્યા બાદ તમારા ઘરમાં ધનની કમી ક્યારેય રહેતી નથી. માતાજીની કૃપાથી અનેક પ્રકારની સંપત્તિના માલિક બનો છો. પૈસાની આવક વધવાની પણ શરૂઆત થઈ જાય છે અને ગરીબી આસપાસ પણ ફરકતી નથી.

ચોથો ઉપાય

નવરાત્રિમાં માતાજીને દ્રાક્ષાનાં રસ થી સ્નાન કરાવું લાભકારી માનવામાં આવે છે. આવું કરીને તમે વર્ષભર માટે માતાજીની કૃપા મેળવી લો છો. માતાજીનાં આશીર્વાદ થી તમને આવતા એક વર્ષ સુધી કોઇપણ પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી.

પાંચમો ઉપાય

માતાજીની નવરાત્રિમાં દૂધથી સ્નાન કરાવવું પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે દૂધથી માતાજીને સ્નાન કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મળે છે.