નેપાળનાં બોલર ગુલશન ઝા એ ફેંક્યો “પરફ્યુમ બોલ”, બેટ્સમેન ને પણ આશ્ચર્યચક્તિ થઈ ગયો, તમે પણ જુઓ જબરદસ્ત વિડીયો

Posted by

ગુલશન ઝા નેપાળ ક્રિકેટમાં એક જાણીતું નામ છે. ગુલશન ઝા અત્યાર સુધીમાં ફક્ત બે મેચ રમી છે, પરંતુ તેમ છતાં પણ પોતાની શાનદાર બોલિંગ થી તે પસંદગીકારોને પ્રભાવિત કરવામાં સફળ રહેલ છે. એ જ કારણ છે કે ગુલશન ને ઓમાન, નેપાળ અને યુએસએ ની વચ્ચે થતી ત્રિકોણીય શ્રેણી માટે નેપાળની ટીમમાં સામેલ કરવામાં આવેલ છે.

ક્યારેક-ક્યારેક મેચમાં તમારા દ્વારા રમવામાં આવેલી એક ઇનિંગ અથવા એક બોલ અથવા કોઈ શાનદાર કેચ બધાનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરી લેતો હોય છે. આવું જ કંઈક ગુલશન ઝા સાથે થયું છે. ગુલશન ઝા એ નેપાળ પોલીસ ક્લબ અને કાઠમંડુ મેયર XI ની વચ્ચે રમવામાં આવેલ મેચ દરમિયાન બેટ્સમેનને પોતાની ઝડપ ગતિ થી બાઉન્સર બોલ થી સંપુર્ણ રીતે આશ્ચર્યચકિત કરી દીધો હતો.

બેટ્સમેન ગુલશન ઝા નાં બોલને સમજવામાં સંપુર્ણ રીતે સફળ રહ્યો હતો અને બોલ તેના હેલ્મેટ પાસેથી ઝડપથી પસાર થઈને વિકેટકીપર ની પાસે પહોંચી ગઈ હતી. એક પળ માટે એવું લાગ્યું કે જાણે આ બોલને રમવો બેટ્સમેન માટે અશક્ય વાત હતી. બોલ ની ઝડપ અને બાઉન્સ ને જોઈને બેટ્સમેનને બોલ ની સુગંધ જરૂર આવી હશે. જેના લીધે તેને “પર્ફ્યુમ બોલ” પણ કહેવામાં આવી રહેલ છે.

જણાવી દઈએ કે ઓમાન, નેપાળ અને યુએસએ ની વચ્ચે થનાર ત્રિકોણીય શૃંખલા ૧૪ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ ની વચ્ચે થશે. તે ઓમાન માં રમવામાં આવશે. ગુલશન ઝા એ નેપાળ પોલીસ કલબ તરફથી રમવામાં આવેલ બન્ને મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તેવામાં અપકમિંગ ત્રિકોણીય શૃંખલામાં નેપાળ માટે મહત્વની ભુમિકા નિભાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *