નેટફ્લિક્સ પર આવતા પહેલા ફ્લોપ શો હતો “મની હાઈસ્ટ”, બે સિઝન બાદ બંધ થઈ ગયો હતો આ શો

નેટફ્લિક્સ પર ૩ સપ્ટેમ્બરનાં રોજ મની હાઈસ્ટ સીઝન-૫ નું પહેલું વોલ્યુમ રિલીઝ કરવામાં આવી રહ્યું છે. આ ક્રાઈમ શો ને દુનિયાભરમાં જબરદસ્ત લોકપ્રિયતા પ્રાપ્ત થઈ છે અને ભારતીય દર્શકોની વચ્ચે પણ તેનો ક્રેઝ ખુબ વધારે જોવા મળી રહ્યો છે. એટલા માટે આ શો ની છેલ્લી સીઝન માટે ફેન્સમાં આતુરતા જોવા મળી રહી છે. આજની તારીખમાં મની હાઈસ્ટ ની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તે વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે એક સમયે આ શો ફ્લોપ થયો હતો, જે ટીવી પર પ્રસારિત થયો હતો. પરંતુ નેટફ્લિક્સ દ્વારા ટેકઓવર કર્યા બાદ આ શો ની કિસ્મત બદલી ગઈ અને હાલના સમયમાં સૌથી લોકપ્રિય શો માં સામેલ થઈ ગયો છે.

મની હાઈસ્ટ મુળરૂપથી સ્પેનિસ છે, જેનું સ્પેનિશમાં નામ La Casa De Papel છે. અંગ્રેજીમાં તેનો મતલબ થાય છે The House Of Paper છે, પરંતુ સિરીઝને આંતરરાષ્ટ્રીય દર્શકો માટે મની હાઈસ્ટ નામથી રિલીઝ કરવામાં આવેલ અને હવે આ નામ જબરદસ્ત લોકપ્રિયતા પ્રાપ્ત કરી ચુકેલ છે.

નેટફ્લિક્સ દ્વારા પોતાના પ્લેટફોર્મ પર આ શોની લોકપ્રિયતા બાદ એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરવામાં આવી હતી. જેમાં આ શો ની જમીનથી આકાશ સુધીની સફર વિશે જણાવવામાં આવ્યું હતું. મની હાઈસ્ટ – ધ ફીનોમેના નાં નામથી આવેલી આ ડોક્યુમેન્ટ્રીમાં જણાવ્યું હતું કે ૨૦૧૭માં સ્પેનિશ ટીવી ચેનલ એન્ટેના-૩ પર પ્રસારિત કરવામાં આવેલ હતો. શરૂઆતમાં આ શોને લોકપ્રિયતા પ્રાપ્ત છે, પરંતુ ધીરે ધીરે તેની લોકપ્રિયતા ઘટવા લાગી અને અંતમાં આ શોને ફ્લોપ ઘોષિત કરી દેવામાં આવેલ. બીજી સિઝન બાદ શો ને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બાદમાં નેટફ્લિક્સ દ્વારા આ શો નાં રાઇટ્સ ખરીદી લેવામાં આવ્યા અને તેને કોઈપણ જાતની જાહેરાત વગર ગ્લોબલી પોતાના પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવેલ. નેટફ્લિક્સ પર આવ્યા બાદ આ શો ની કાયાપલટ થઈ ગઈ અને તેને ખુબ જ લોકપ્રિયતા પ્રાપ્ત થઇ. આ શો ની ત્રીજી અને ચોથી સિઝન બનાવવામાં આવી. ચોથી સિઝન પાછલા વર્ષે રીલિઝ કરવામાં આવી હતી.

મની હાઈસ્ટ ની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને નેટફ્લિક્સ દ્વારા તેની પાંચમી સિઝન હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવેલ છે. આ સીરીઝ તેની આખરી સીઝન છે અને તેને બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે. સિઝન-૫ નું બીજું વોલ્યુમ ૩ ડિસેમ્બરનાં રોજ આવશે. વોલ્યુમ ૧ અને ૨ માં પ-પ એપિસોડ રાખવામાં આવેલ છે.