નિયા શર્માએ પહેર્યું એટલું ટુંકુ ટોપ કે લોકોએ કરી ટ્રોલ, વિડીયો જોઈને યુઝર્સ બોલ્યા – આ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે

Posted by

અવારનવાર પોતાની ગ્લેમરસ અદાઓથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી મશહુર અભિનેત્રી નિયા શર્મા એકવાર ફરીથી પોતાની ગ્લેમરસ તસ્વીરોને લઈને ચર્ચામાં આવી ગઈ છે. હાલમાં જ નિયા એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ગ્લેમરસ ની બધી હદ પાર કરી નાખી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે નિયા શર્મા એ પિંક કલર નું ટ્યુબ-ટોપ પહેરી રાખ્યું છે. તેની સાથે જ તેણે લો વેસ્ટ જીન્સ પહેરી રાખ્યું છે.

વીડિયોમાં નિયા શર્મા પિંક કલરનાં નેઇલ પેન્ટ લગાવતી પણ નજર આવી રહી છે. સાથોસાથ તેણે પિન્ક શેડમાં હેવી મેકઅપ કર્યો છે. તેણે પોતાના વાળ ખુલ્લા રાખેલા છે. જેમાં તે ખુબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. નિયા શર્મા નેઇલ પેન્ટ લગાવ્યા બાદ ફોટોશુટ કરાવવા માટે જાય છે અને આ દરમિયાન તેણે ઘણા ગ્લેમરસ પોઝ આપેલા છે.

ખાસ વાત એ છે કે અમુક લોકો નિયા શર્માનાં અંદાજને ખુબ જ પસંદ કરી રહ્યા છે તો ઘણા લોકોને તેનો આ લુક પસંદ નથી આવી રહ્યો. આ ફોટોશુટને કારણે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેની આલોચના કરી છે. એક યુઝરે લખ્યું હતું કે, “શું આટલા જ કપડાં બચી ગયા હતા? તમે તો ભારતીય સંસ્કૃતિનું અપમાન કર્યું છે.” તો વળી અન્ય એક યુઝરે લખ્યું હતું કે, “કમર ખુબ જ ખરાબ દેખાય રહી છે. થોડું ઉપર પહેરી લો.” એક યુઝરે તો એવું પણ કહ્યું હતું કે, “પૈસા માટે લોકો કંઈ પણ કરવા તૈયાર હોય છે.”

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

જોકે નિયા શર્માને આ બધી વાતોથી કોઈ ફરક પડતો નથી. ટ્રોલર્સ વિશે જ્યારે તેમને પુછવામાં આવ્યું તો તેમણે જવાબ આપતા કહ્યું હતું કે, “હું આ બધી બાબતોને સરળતાથી નજર અંદાજ કરું છું અને પોતાના કામ પર ધ્યાન આપું છું.”

જણાવી દઈએ કે આ કોઈ પહેલી વખત નથી જ્યારે નિયા શર્માને આ રીતે ટ્રોલ કરવામાં આવી હોય. આ પહેલા પણ ઘણી વખત પોતાની ગ્લેમરસ તસ્વીરો લઈને ટ્રોલિંગ નો શિકાર થઇ ચુકી છે. નિયા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને હંમેશા અલગ અલગ અંદાજમાં વીડિયો અને તસ્વીરો શેર કરતી રહે છે. થોડા સમય પહેલાં જ નિયા એ ઇન્સ્ટાગ્રામ પર પોતાની અમુક તસ્વીરો પોસ્ટ કરી હતી, જે ખુબ જ છવાઇ ગઇ હતી.

જણાવી દઈએ કે નિયા શર્મા નું સાચું નામ નેહા શર્મા છે. નિયા શર્માએ પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૧૦ માં આવેલ ટીવી શો “કાલી એક અગ્નિ પરીક્ષા” થી કરી હતી, પરંતુ તેને ઓળખ ટીવીના મશહુર શો “એક હજારો મેં મેરી બહેના” દ્વારા મળી હતી. ત્યારબાદ જમાઈરાજા, ઇશ્ક મે મર જાવા અને નાગીન-3 જેવી ઘણી સિરીયલમાં નજર આવી ચુકી છે.

નિયા છેલ્લી વખત નાગિન-૪ માં જૈસ્મિન ભસીન અને રશ્મિ દેસાઈ ની સાથે નજર આવી હતી. તે આ સીરિયલમાં ઇચ્છાધારી નાગિન નાં કિરદારમાં જોવા મળી હતી. તે સિવાય નિયા અભિનેતા રવિ દુબે સાથે વેબ સીરીઝ જમાઈ રાજા-૨ માં પણ કામ કરી ચુકી છે. નિયાની એક ટીમને ખુબ જ પસંદ કરવામાં આવે છે. તેને અભિનયની દુનિયામાં ઘણા એવોર્ડ પણ મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *