નિરમા વોશિંગ પાવડરનાં પેકેટ પર જોવા મળતી આ યુવતી કોણ છે, શા માટે વર્ષોથી તેનો ફોટો છાપવામાં આવે છે, જાણો

Posted by

વોશિંગ પાવડરની જરૂરિયાત તો દરેક ઘરમાં હોય છે. તેવામાં અમે તમને એવી કહાની બતાવવા જઈ રહ્યા છે, જે તમને ઘણું બધું વિચારવા પર મજબુર કરી દેશે. જી હાં, એક પિતાએ પોતાની દીકરીની યાદમાં એક એવો બિઝનેસ શરૂ કર્યો, જે ધીરે-ધીરે ખુબ જ ચાલી નીકળ્યો. તેવામાં બન્યું કંઈક એવું કે એની દીકરીનો ફોટો ઘરે-ઘરે પહોંચી ગઈ અને તે બિઝનેસમેન પણ કરોડપતિ બની ગયા. વળી કરોડપતિ બનવાનો આ રસ્તો તેમના માટે એટલો સરળ પણ રહ્યો ન હતો. તો આવો જાણીએ શું છે આખી કહાની.

થોડા સમય પહેલા ટીવી સ્ક્રીન પર આ વિજ્ઞાપન ઘણું પોપ્યુલર હતું કે, “દુધ સી સફેદી નિરમા સે આઈ, રંગીન કપડાં ભી ખીલ ખીલ જાય, સબકી પસંદ નિરમા, વોશિંગ પાવડર નિરમા..” જી હાં, અમે નિરમા વોશિંગ પાવડરની વાત કરી રહ્યા છે. જેના વિજ્ઞાપનમાં એક યુવતીની ફોટો પણ છપાયેલી હોય છે. તે વખતે આ બાળકીની ફોટો વિશે થોડા લોકોને ખબર હોય અને થોડા એવા પણ છે જે એના વિશે જાણવા ઈચ્છતા હશે, તો બતાવી દઈએ કે, ખરેખર પાવડરનાં વિજ્ઞાપન પર છપાયેલી યુવતીનું અસલી નામ “નીરૂપમા” છે. તેના નામ પર જ વોશિંગ પાવડર નું નામ “નિરમા” રાખવામાં આવ્યું છે.

નીરૂપમા થી નિરમા સુધીની કહાની પણ ઘણી દિલચસ્પ છે. જણાવી દઈએ કે નિરમા જ્યારે સ્કુલમાં અભ્યાસ કરતી હતી, ત્યારે એક દિવસ કાર એક્સિડન્ટમાં તેની નિધન થઈ ગયું હતું. આ ઘટના બાદ કરસનભાઈ અને એમના પરિવાર પર દુઃખનો પહાડ તુટી પડ્યો હતો. કરસનભાઈ પોતાની દીકરીને ઘણો પ્રેમ કરતા હતા. તે ઇચ્છતા હતા કે એમની દીકરી આખી દુનિયામાં ઘણું નામ કમાય, પરંતુ નાની ઉંમરમાં દીકરીનું નિધન તેમના અરમાનો પર પાણી ફેરવી દીધુ હતું. કરસનભાઈ દીકરીણે ગુમાવવાનું દુ:ખ ભુલાવી શકતા ન હતા. એવામાં નીરૂપમા નાં ગયા બાદ દિકરીના નામને અમર બનાવવા અને લોકોનાં મોઢા પર લાવવા દ્રઢ નિશ્ચય કરશનભાઈએ કર્યો. એમણે પહેલા દીકરીનાં નામ પર નિરમા કંપની ની શરુઆત કરી. ત્યારબાદ ડિટર્જન્ટનાં પેકેટ પર દીકરીની તસ્વીર છાપી, તેને હંમેશા માટે અમર કરી દીધી.

જણાવી દઈએ કે આ નિરમા વોશિંગ પાવડરની શરૂઆત ૧૯૬૯માં થઈ હતી. જેની શરૂઆત કરવા વાળા કરસનભાઈ પટેલ ગુજરાતનાં રહેવાસી હતા. નિરમાનાં પેકેટ પર જે બાળકી નજર આવે છે, તે કરસનભાઈ ની દીકરી છે. જણાવી દઈએ કે કરસનભાઈ પ્રેમથી પોતાની દીકરીને નિરમા કહીને બોલાવતા હતા. કરસનભાઈ એ દીકરીનાં નામથી જ નિરમા કંપનીની શરૂઆત કરી હતી.

કરસનભાઈ પટેલે ૧૯૬૯માં દીકરીની યાદમાં નિરમા કંપનીને ખોલી. પરંતુ આ કારોબાર કરવો અને દીકરીનું નામ થી એક બિઝનેસનાં માધ્યમથી અમર બનાવવું એટલું પણ સરળ નહોતું. દીકરીનાં નિધન બાદ ત્રણ વર્ષ સુધી કરસનભાઈ એ એક અનોખા વોશિંગ પાઉડર ફોર્મ્યુલા તૈયાર કર્યો અને ધીરે ધીરે પાવડરનું વેચાણ શરૂ કર્યું. પરંતુ તેની વચ્ચે કરસન ભાઈએ પોતાની સરકારી નોકરી છોડવી પડી. ધ્યાન આપવા વાળી વાત એ છે કે કરસનભાઈ એ દરમિયાન પોતાની સાયકલથી ઓફિસ જતા હતા અને રસ્તામાં જ લોકોને ઘરમાં નિરમા વોશિંગ પાવડર વેચતા હતા.

તે સમયે બજારમાં માત્ર એવા પાવડર આવી ચૂક્યા હતા, જેની કિંમત ૧૫ રૂપિયા પ્રતિ કિલો હતી. જ્યારે નિરમાને કરશનભાઈ માત્ર ૩.૫ રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી વેચતા હતા. આસપાસનાં ઓછા આવક વાળા લોકોને નિરમા સારો વિકલ્પ લાગી રહ્યો હતો. તેવામાં નિરમાનું વેચાણ શરૂ થઇ ગયું અને નિરમા હેમા, રેખા, જયા અને સુષ્મા… બધાની પસંદ બની ગઈ.

૧૯૬૯માં માત્ર એક વ્યક્તિ દ્વારા શરૂ કરવામાં આવેલી કંપનીમાં આજે લગભગ ૧૮ હજાર લોકો કામ કરે છે અને આ કંપનીનું ટર્નઓવર ૭૦ હજાર કરોડથી પણ વધારે છે. આ તે પ્રોડક્ટ અને એની પાછળ જોડાયેલા વ્યક્તિનું દિમાગી કૌશલ જ તો છે. જો કોઈ વ્યક્તિ વોશિંગ પાવડર ખરીદવા જાય છે તો પહેલા એના મોઢા માંથી નિરમા શબ્દ નીકળે છે. કરસનભાઈ પટેલનાં પારિવારિક પૃષ્ઠભૂમિ ની વાત કરીએ તો એમનો જન્મ ૧૩ એપ્રિલ ૧૯૪૪નાં ગુજરાતનાં મહેસાણા શહેરમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. કરસન પટેલનાં પિતા ખોડીદાસ પટેલ એક ખુબ જ સાધારણ વ્યક્તિ હતા. પરંતુ તે છતાં એમણે પોતાના દીકરા કરસનને સારું શિક્ષણ આપ્યું. કરસનભાઈ પટેલે પોતાની શરૂઆતનું શિક્ષણ મહેસાણાની સ્થાનીય સ્કુલથી પુર્ણ કર્યું.

ત્યારબાદ ૨૧ વર્ષની ઉંમરમાં તેમણે રસાયણશાસ્ત્રમાં બીએસસી નો અભ્યાસ પુરો કર્યો. વળી મોટાભાગનાં ગુજરાતીઓની જેમ કરસનભાઈ પણ નોકરી કરવાને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા હતા, પરંતુ ઘરની સ્થિતિ એવી ન હતી કે તે પોતાના દમ પર કોઈ નવું કામ શરૂ કરી શકે. એજ કારણ રહ્યું કે એમણે પોતાનો અભ્યાસ પુરો કર્યા બાદ એક પ્રયોગશાળામાં સહાયક એટલે કે લેબ આસિસ્ટન્ટની નોકરી કરી લીધી. થોડા સમય સુધી લેબમાં નોકરી કર્યા બાદ એમણે ગુજરાત સરકારનાં ખનન અને ભુવિજ્ઞાન વિભાગમાં સરકારી નોકરી મળી ગઈ.

ત્યારબાદ તેમના જીવનમા એક એવો વળાંક આવ્યો કે તેણે બધું જ બદલીને રાખી દીધું. ત્યારબાદ સરકારી નોકરી વાળા કરસન બાપુની દિશા જ બદલાઈ ગઈ. પહેલા એમણે દીકરીની યાદમાં નિરમા વેચવાનું શરૂ કર્યું. પછી ૧૯૯૫માં કરશન પટેલે નિરમાને એક અલગ જ ઓળખાણ આપી અને તેમણે અમદાવાદમાં નિરમા ઇન્સ્ટિટ્યુટ ઓફ્ ટેક્નોલોજી ની સ્થાપના કરી. ત્યારબાદ ૨૦૦૩માં એમણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની સ્થાપના પણ કરી. આજે કરસનભાઈની ગણતરી ભારતનાં ઘણા અમીર બિઝનેસમેનમાં કરવામાં આવે છે અને એમની દીકરી નિરમાનુ નામ પણ આજે લોકોની જીભ યાદ રહેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *