દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી ને કોઈ પરિચયની જરૂરિયાત નથી. પોતાના બિઝનેસ સિવાય તે ઉત્તમ ફેશન અને શાનદાર આઉટફીટ માટે ચર્ચામાં રહે છે. કોઈપણ ઇવેન્ટમાં નીતા અંબાણીનો લુક જોવાલાયક હોય છે. જે તેમની અમીરી અને ઠાઠ-બાઠને દર્શાવે છે. એક સમયે નીતા અંબાણીએ ૪૦ લાખ રૂપિયાની સાડી પહેરેલી હતી, જે અસલી સોના અને હીરામાંથી બનેલી હતી.
વાત વર્ષ ૨૦૧૫ની છે, જ્યારે રિલાયન્સ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીના સીઈઓ પરિમલ નાથવાણી નાં દીકરા ના લગ્ન થયેલા હતા. આ વેડિંગ ફંક્શનમાં નીતા અંબાણીએ એક ખૂબ જ મોંઘી સાડી પહેરેલી હતી. આ સાડીને ચેન્નઈ સિલ્કસ નાં ડાયરેક્ટર શિવલિંગમ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ. તેમાં બ્લાઉઝ ના પાછળના ભાગમાં ભગવાન નાથદ્વારા નું મોટીફ બનેલું હતું. બ્લાઉઝ ઉપર અલગ અલગ રંગો અને ભરતકામ દ્વારા ભગવાન કૃષ્ણની છબી બનાવવામાં આવેલી હતી.
નીતા અંબાણી ની સાડીની એક ખાસિયત એવી પણ છે કે આ વ્હાઇટ એન્ડ પિંક સાડીને અસલી સોનાના દોરા માંથી બનાવવામાં આવેલ હતી. જેમાં હીરા અને કીમતી રત્ન જેમ કે પન્ના, માણેક, પોખરાજ અને અન્ય રત્નોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. જોકે આ સાડીની કિંમતથી બધા લોકોના હોશ ઉડી ગયા હતા. હકીકતમાં આ સાડી ની કિંમત ૪૦ લાખ રૂપિયા છે. નીતા અંબાણીની આ સાડી તેમના ક્લોસેટમાં સૌથી મોંઘી સાડીઓ માંથી એક છે.
નીતા અંબાણીના લુકની વાત કરવામાં આવે તો તેમણે પોતાના લુકને સટલ મેકઅપ, પિંક લિપ્સ, પરફેક્ટલી લાઇન્ડ અને ફુલોથી સજાવટ કરીને સુંદર બનાવી દીધેલ હતું. સ્ટેટમેન્ટ ડાયમંડ નેકપીસની સાથે એમરાલ્ડ ડ્રોપ્સ અને મેચિંગ ઈયરરિંગ્સ તેમને સુપર રીચ લુક આપી રહ્યા હતા.
વળી નીતા અંબાણી નું દરેક આઉટફીટ શાનદાર હોવાની સાથો સાથ ખુબ જ મોંઘું પણ હોય છે. સાડીઓ માટે તેમનો પ્રેમ જગજાહેર છે. થોડા સમય પહેલા આપણે તેમને એક પારંપરિક ગુજરાતી પટોળા પ્રિન્ટ વાળી સાડીમાં જોયેલા હતા. નીતા અંબાણીની આ સાડી ડિઝાઇનર નવદીપ ટુંડીયા એ ડિઝાઇન કરેલી હતી. બ્લુ અને રેડ કલરની આ સાડી ૧.૭૦ લાખ રૂપિયાની હતી. હેવી મેકઅપ અને ખુલ્લા લહેરાતા વાળ તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.