આજકાલ અભ્યાસનું મહત્વ ખુબ જ વધી ગયું છે, પછી તે કોઈ સામાન્ય નાગરિક હોય કે મોટો સ્ટાર હોય, દરેક લોકો ઈચ્છતા હોય છે કે તેમના બાળકો સારામાં સારી સ્કુલમાં અભ્યાસ કરે. વળી શું તમે ક્યારેય વિચાર્યું છે કે બોલીવુડ સ્ટાર્સના બાળકો કયા સ્કુલમાં અભ્યાસ કરે છે? મોટાભાગનાં સ્ટાર કિડ્સ નીતા અંબાણીની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ માં અભ્યાસ કરે છે. આજે અમે તમને આ સ્કુલ વિશે જાણકારી આપવાના છીએ.
ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલની શરૂઆત વર્ષ ૨૦૦૩માં થઈ હતી. આ સ્કુલ ને મુકેશ અંબાણીએ પોતાના પિતાની યાદમાં શરૂ કરેલ છે. ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ ની ફાઉન્ડર નીતા અંબાણી અને કો-ફાઉન્ડર તેમની દીકરી ઈશા અંબાણી છે. આ સ્કુલ ભારતના સૌથી મશહુર સ્કુલ માંથી એક છે. વળી જો તેની સુવિધાઓની વાત કરવામાં આવે તો આ સ્કુલમાં અઢળક સુવિધાઓ છે. એજ કારણ છે કે મોટાભાગના સ્ટાર્સ કિડ્સ આ સ્કુલમાં અભ્યાસ કરે છે.
ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરવા માટે લાખો રૂપિયાની ફી ભરવી પડે છે. LKG થી ૭માં ધોરણ સુધીના બાળકોની વાર્ષિક ફી ૧,૭૦,૦૦૦ રૂપિયા છે. વળી ૧૦માં ધોરણના વિદ્યાર્થીઓ માટેની ફી ૧,૮૫,૦૦૦ રૂપિયા છે. તે સિવાય ૮માં ધોરણથી ૧૦માં ધોરણ સુધીના બાળકોની ફી ૫,૯૦,૦૦૦ રૂપિયા છે. વળી ૧૦માં ધોરણ થી ૧૨માં ધોરણના વિદ્યાર્થીઓની ફી લગભગ ૧૦,૦૦,૦૦૦ રૂપિયા છે. ફી સાથે જોડાયેલી આ જાણકારી અલગ અલગ મીડિયા રિપોર્ટમાં આવેલી છે. તેમની વેબસાઈટ ઉપર આ પ્રકારની કોઈ જાણકારી આપવામાં આવેલ નથી.
વર્ષ ૨૦૦૩માં મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલની શરૂઆત કરી હતી. ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ બાંદ્રા ઇસ્ટના બીકેસી કોમ્પ્લેક્સ માં સ્થિત છે. ધીરુભાઈ અંબાણી સ્કુલ મુંબઈની ટોપ સ્કુલ માંથી એક છે.
આ સ્કુલ ૭ માળની બિલ્ડિંગમાં બનેલ છે અને અહીંયા પર LKG થી લઈને ૧૨માં ધોરણ સુધીના બાળકોને એજ્યુકેશન આપવામાં આવે છે. આ સ્કુલમાં અભ્યાસ કરતા બધા બાળકોને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ નું ક્વોલિફિકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે. આ સ્કુલમાં એડમિશન મેળવવું મુશ્કેલ હોય છે.
આ સ્કુલમાં ઘણા મોટા સ્ટાર્સના બાળકો અભ્યાસ કરે છે. આ લીસ્ટમાં એશ્વર્યા રાય બચ્ચન, શાહરુખ ખાન, ઋત્વિક રોશન, ચંકી પાંડે સહિત ઘણા સેલિબ્રિટીઓ રહેલા છે. તો ચાલો તમને જણાવીએ કે આ સ્કુલમાં અત્યાર સુધીમાં કયા કયા સ્ટાર કીટ્સ એ અભ્યાસ કરેલ છે.
એશ્વર્યા રાય બચ્ચનની લાડકી દીકરી આરાધ્યા બચ્ચન પણ આ સ્કુલમાં અભ્યાસ કરે છે. આરાધ્યા બચ્ચનનું નામ બોલીવુડની સૌથી પોપ્યુલર સ્ટાર કિડ્સમાં સામેલ થાય છે.
બોલિવુડનાં બાદશાહ શાહરુખ ખાનના નાના દીકરા અબરામ ખાન ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરે છે. વળી તેમની દીકરી સુહાના ખાને પણ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરેલો હતો.
કરિશ્મા કપુરનાં બંને બાળકો સમાયરા અને કિયાન ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરે છે. જણાવી દઈએ કે કરિશ્મા કપુર પોતાના પતિ સંજય કપુરથી અલગ થયા બાદ એક સિંગલ મધર બનીને પોતાના બાળકોનું પાલનપોષણ કરી રહી છે.
બોલીવુડનાં પોપ્યુલર એક્ટર સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ની દીકરી સારા અલી ખાન પણ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરી ચુકેલ છે.
ઋત્વિક રોશન અને સુઝેન ખાન નાં બંને દીકરા રેહાન અને રિદાન ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરી રહેલ છે. જોકે ઋત્વિક રોશન અને સુઝેન ખાન હવે અલગ થઈ ચુક્યા છે.
ચંકી પાંડેની મોટી દીકરી અનન્યા પાંડે અને નાની દીકરી રાયસા પાંડે ધીરુભાઈ અંબાણી સ્કુલમાંથી જ અભ્યાસ કરી ચુકેલ છે.
શ્રીદેવી અને બોની કપુરની બંને દીકરીઓ જ્હાનવી કપુર અને ખુશી કપુર પણ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરી ચુકેલ છે.