નીતિ આયોગની ચેતવણી : આ મહીનામાં શરૂ થઈ શકે છે કોરોનાની ત્રીજી લહેર, ન કરવી પહેલા જેવી ભુલ

નીતિ આયોગનાં સદસ્ય વિકેશ સારસ્વતે કહ્યું હતું કે ભારતે કોરોના વાયરસ ની બીજી લહેર નો સામનો ખુબ જ સારી રીતે કર્યો હતો. એટલા માટે સંક્રમણનાં નવા મામલાની સંખ્યામાં ખુબ જ ઘટાડો આવી ગયેલ છે. તેમણે તે વાત ઉપર પણ ભાર આપ્યો હતો કે ત્રીજી લહેર લડવા માટે તૈયારીઓ પુરી હોવી જોઈએ, જેનાથી યુવાનો વધારે પ્રભાવિત થવાની સંભાવના છે.

આ મહિનાથી શરૂ થશે ત્રીજી લહેર

સારસ્વતે જણાવ્યું હતું કે ભારતનાં મહામારી વિશેષજ્ઞોએ ખુબ જ સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે કોરોનાની ત્રીજી લહેર જરૂરથી આવશે અને તે ડિસેમ્બર ઓક્ટોબરથી શરૂ થવાની સંભાવના છે, એટલા માટે દેશના વધુમાં વધુ લોકોનું રસીકરણ થવું જોઈએ. તેમનું કહેવું છે કે આપણે ખુબ જ સારું કાર્ય કર્યું છે. આપણે કોરોનાની બીજી લહેરનો ખુબ જ સારી રીતે સામનો કર્યો છે અને તેનું જ પરિણામ છે કે સંક્રમણનાં નવા મામલા ખુબ જ ઝડપથી ઘટી રહ્યા છે.

૪ લાખથી ૧.૩ લાખ પર આવી ગયા કોરોનાં દૈનિક મામલા

તેમણે કહ્યું હતું કે આપણે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ગતિવિધિઓની મદદ, ઓક્સિજન બેંક બનાવવી, મોટી સંખ્યામાં ઓક્સિજનની આપૂર્તિ માટે ઉદ્યોગ સ્થાપિત કરીને આપણે મહામારી સામે લડવામાં સફળ રહ્યા હતા. રેલવે, એરપોર્ટ સેનાનો ઉપયોગ તરળ ઓક્સિજનને લઈ જવા માટે કરવામાં આવી રહ્યો છે. દેશમાં પહેલા ૪ લાખથી વધારે દૈનિક મામલા આવી રહ્યા હતા, પરંતુ પાછલા અમુક દિવસોમાં સંખ્યા ઘટીને લગભગ ૧.૩ લાખ પર આવી ગઈ છે.

દર્દીઓનાં સંક્રમણ મુક્ત થવાનો દર ૯૩ ટકા થી વધારે

સારસ્વતે આગળ જણાવ્યું હતું કે કોરોના વૈશ્વિક મહામારીની પહેલી લહેર દરમિયાન પણ ભારતે ખુબ જ સારું કાર્ય કર્યું હતું. તેનાથી જ દેશને વૈશ્વિક મહામારી ની બીજી લહેર ને નિયંત્રિત કરવાનો આત્મવિશ્વાસ મળ્યો હતો. આપણું કોરોનાની બીજી લહેર સાથે લડવાનું પ્રબંધન ખુબ જ શાનદાર રહ્યું હતું, જેને આપણે આપાતકાલીન પ્રબંધન કહીએ છીએ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શુક્રવારે સવારે ૮ વાગ્યે રજુ કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં કોરોના વાયરસનાં એક દિવસમાં ૧,૩૨,૩૬૪ મામલા સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૨,૮૫,૭૪,૩૫૦ થઈ ગઈ. જ્યારે દર્દીઓના સંક્રમણ મુક્ત થવાનો દર ૯૩% થી પણ વધી ગયો છે.