સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા બાદ બોલિવૂડમાં થતાં નેપોટીજ્મ પર ચર્ચા જ છેડાયેલી છે. જેના કારણે લોકો મોટા મોટા ફિલ્મ મેકર્સ જેવા કે સલમાન ખાન, મહેશ ભટ્ટ, સંજય લીલા ભણસાલી, યશરાજ ફિલ્મ્સ અને કરણ જોહર વગેરેને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને કરણ જોહરને સોશિયલ મીડિયા પર સૌથી વધારે ટ્રોલ કરવામાં આવી રહેલ છે. હાલમાં જ તેમના નજીકના મિત્રએ ખુલાસો કર્યો હતો કે આ ઓનલાઇન ટ્રોલિંગને કારણે કરણ સંપૂર્ણ રીતે તૂટી ગયા છે અને તેઓ ફોન પર વાત કરતા કરતા રડવા લાગે છે.
નીતુ કપૂરની પાર્ટીમાં એન્જોય કરતા જોવા મળ્યા કરણ
તેના મિત્રએ આ વાત જણાવી જ હતી કે સાંજના સમયે રણબીર કપૂરની માતા નીતુ સિંહની બર્થ-ડે પાર્ટીની તસવીરો સામે આવી ગઈ. આ ફોટોમાં કરણ પાર્ટીમાં ખુબ જ એન્જોય કરતા નજર આવી રહ્યા હતા. બસ આ વાત લોકોએ પકડી લીધી અને કરણને ફરી એક વખત ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. હકીકતમાં બુધવારની રાત્રે જ નીતુજી એ પોતાના જન્મદિવસની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી હતી. તેમાં તેઓ દીકરા રણબીર, દીકરી રિદ્ધિમાન સહિત અન્ય પરિવારના લોકોની સાથે બર્થ ડે સેલિબ્રેટ કરતાં નજર આવી રહ્યા હતા. તેમની આ પાર્ટીમાં કરણ જોહર પણ જોવા મળ્યો હતો.
લોકોએ લગાવી ક્લાસ
કરણને પાર્ટીમાં એન્જોય કરતા જોઇને લોકોએ તેમની ક્લાસ લગાવવાનું શરૂ કરી દીધું. એક યૂઝરે લખ્યું કે, મેં ક્યાંક વાંચ્યું હતું કે કરણ સંપૂર્ણ રીતે તૂટી ગયા છે. પરંતુ આ તો એકદમ બરાબર દેખાઈ રહ્યા છે. પછી વધુ એક કોમેન્ટ આવે છે કે, અમે તો સાંભળ્યું હતું કે કરણ કૂતરાં-બિલાડાની જેમ ખૂબ જ રડે છે, પરંતુ અહીં તો કંઈક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. દેખાડો અને પાખંડ ની પણ એક હદ હોય છે.
મિત્રે જણાવ્યું હતું કે તૂટી ચૂક્યા છે કરણ
જણાવી દઈએ કે કરણ જોહરના એક નજીકના મિત્રે હાલમાં જ એક વેબસાઈટને આપેલ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, કરણની રડી-રડીને ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ છે. સામાન્ય રીતે તો તેમને ટ્રોલિંગ સહન કરવાની આદત છે, પરંતુ આ વખતે સુશાંત ના મૃત્યુ બાદથી તેમને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. લોકો ખૂબ જ ગંદી ગંદી ચીજો કહી રહ્યા છે. તેઓ ઘણી વખત ફોન પર વાત કરતા કરતા રડવા લાગે છે. પૂછે છે કે મારી શું ભૂલ છે જેના લીધે મારે આટલું બધું સહન કરવું પડી રહ્યું છે. ઓનલાઈન લોકો તેમના ૩ વર્ષના જોડિયા બાળકોને મારવાની પણ ધમકી આપી રહ્યા છે. કરણ ખૂબ જ ખરાબ રીતે તૂટી ચૂક્યા છે અને કંઈ પણ બોલવાની હાલત નથી.
મહત્વપૂર્ણ છે કે સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂનના રોજ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ થી કરણે પણ સુશાંતને લઈને એક ફોટો શેયર કરી હતી. તેમાં તેમણે લખ્યું હતું કે પાછલા અમુક વર્ષોમાં તેઓ સુશાંત ની સાથે ટચમાં ન રહેવા માટે પોતાને દોષી માને છે. ત્યારે પણ યુઝર્સે કરણને ટ્રોલ કરીને કહ્યું હતું કે, તે હવે ખોટા આંસૂ વહાવવાનું બંધ કરે.