નોકરી થી કંટાળી ગયા હોય તો શરૂ કરો આ બિજનેસ, દર મહિને થશે ૫-૧૦ લાખ રૂપિયાની કમાણી, જાણો કેવી રીતે

શું તમે પણ કંટાળાજનક નોકરીથી કંટાળી ગયા છો અને કોઈ એવો બિઝનેસ કરવા માંગો છો જે તમને સારી આવક મેળવી આપે? તો આજે અમે તમને એક બિઝનેસ આઈડિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે નાના ગામડાં થી લઈને મોટા શહેરોમાં શરૂ કરી શકો છો અને બમ્પર કમાણી પણ કરી શકો છો. તેમાં તમે દર મહિને પ થી ૧૦ લાખ રૂપિયા સરળતાથી કમાઇ શકો છો.

હકીકતમાં હાલના દિવસોમાં કાર્ડ બોક્સની ડિમાન્ડ ખુબ જ વધારે વધી ગઈ છે. દરેક નાનાથી મોટા સામાનનાં પેકિંગ માટે તેની જરૂરિયાત રહે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે દર મહિને તેની ડિમાન્ડ જળવાઈ રહે છે. જણાવી દઈએ કે આ વેપારમાં મંદી આવવાની સંભાવના ખુબ જ ઓછી રહે છે. ઓનલાઇન બિઝનેસમાં તેને જરૂરીયાત સૌથી વધારે રહે છે.

જાણો શું છે કાર્ડ બોર્ડ?

તે મોટું કવર હોય છે, જેનો પેકિંગમાં ઉપયોગ કરવામાં આવે છે અથવા તો સરળ શબ્દોમાં તમે તેને પુસ્તક ઉપર કવર ચડાવવામાં આવનાર મોટા કાગળને પણ કાર્ડ બોર્ડ કહી શકો છો. તેના માટે કાચા માલ અથવા રો-મટીરીયલ ની વાત કરવામાં આવે તો આ બિઝનેસ શરૂ કરવા માટે ક્રાફ્ટ પેપર સૌથી વધારે જરૂરી છે. તેની બજારમાં કિંમત ૪૦ રૂપિયા પ્રતિ કિલો છે. જેટલી સારી કોલેટી નો તમે ક્રાફ્ટ પેપર ઉપયોગ કરશો તેટલી જ સારી ક્વોલિટીના બોક્સ બનશે.

જગ્યા અને મશીન ની જરૂરિયાત

આ બિઝનેસ શરૂ કરવા માટે તમારી પાસે અંદાજે ૫,૦૦૦ હજાર વર્ગ ફુટની જગ્યા હોવી જરૂરી છે. તેના માટે પ્લાન્ટ પણ લગાવવાનો રહેશે. તેની સાથે જ માલ ખરીદવા માટે ગોડાઉન ની જરૂરિયાત પણ પડશે. આ બિઝનેસને તમારે વધારે ભીડભાડ વાળી જગ્યાએ થી શરૂ ન કરવો. તેની માટે તમારે બે પ્રકારના મિશનની જરૂરીયાત પડશે. એક સેમી ઓટોમેટિક મશીન અને બીજું ફુલ્લી ઓટોમેટિક મશીન. આ બંને ની અંદર જેટલું રોકાણનું ફરક હશે, એટલું જ સાઈઝમાં ફરક રહેશે.

જાણો કેવી રીતે થશે બમ્પર કમાણી

કોરોના કાળમાં આ બિઝનેસની ડિમાન્ડમાં ખુબ જ વધારો થયો છે. આ બિઝનેસમાં પ્રોફિટ માર્જિન પણ ખુબ જ વધારે છે. જો તમે આ બિઝનેસને યોગ્ય રીતે માર્કેટિંગ કરો છો અને સારા ગ્રાહક બનાવો છો તો આ બિઝનેસને શરૂ કરીને તમે દર મહિને પ થી ૧૦ લાખ રૂપિયા સરળતાથી કમાઇ શકો છો.

જાણો કેટલું કરવાનું રહેશે રોકાણ?

રોકાણની વાત કરવામાં આવે તો તે તમારા ઉપર નિર્ભર રહે છે કે તમે તેને નાના પાયે શરૂ કરવા માંગો છો કે મોટા પાયે. જો તમે આ બિઝનેસને મોટા લેવલ પર શરૂ કરવા માંગો છો તો તમારે ઓછામાં ઓછું ૨૦ લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. તમને સેમી ઓટોમેટીક મશીનની સાથે આ બિઝનેસ શરૂ કરવા પર ૨૦ લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે. વળી ફુલ ઓટોમેટીક મશીન દ્વારા આ બિઝનેસ શરૂ કરવા પર અંદાજે ૫૦ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થવાનો અનુમાન છે.