નોન પ્રિમિયમ યુઝર્સ માટે પિક્ચર્સ – ઇન-પિક્ચર્સ મોડ લાવી રહ્યું છે યુ-ટ્યુબ

દિલ્હી : મોબાઇલ યુગમાં ક્રાંતિકારી પરિવર્તનનો પવન ફૂંકાઇ રહ્યો છે. વોટસએપ હોય કે ફેસબુક, ગુગલ, ટ્વીટર જેવાં સોશિયલ મીડિયા એપ પર નિતનવી શોધખોળ થતી હોય છે. હવે યુ-ટ્યુબનો વારો આવ્યો છે. આપણે યુ-ટ્યુબ કેવાં પ્રકારનું પરિવર્તન લાવી રહ્યું છે તેની વિગતવાર માહિતી જોઇ લેશું.

કેવાં પ્રકારનાં ફેરફારો લાવશે યુ-ટ્યુબ?

યુ-ટ્યુબ પ્રિમિયમ લોન્ચની સાથે જ એડ ફ્રી વિડિઓ વોચીંગ અને પિકચર – ઇન-પિક્ચર જેવાં કંઈ ફિચર્સ પ્રિમિયમ યુઝર્સને આપવામાં આવેલા છે. હવે પિક્ચર – ઇન-પિક્ચર (પીઆઇપી) જેવાં મોડને નોન પ્રિમિયમ યુઝર્સ માટે પણ રોલઆઉટ કરવામાં આવી રહ્યાં છે. યુએસની બહારનાં નોન પ્રિમિયમ યુઝર્સને આ ફિચર લેટેસ્ટ અપડેટ્સનાં રૂપમાં મળી રહેશે. જોકે, આ ફિચર ઇટાલીમાં નોન પ્રિમિયમ યુઝર્સને મળવાની શરુઆત થઈ ગઈ છે. આશા છે કે, બહું જલ્દી જલ્દી એ બાકીનાં દેશોમાં પણ રોલઆઉટ થઈ જશે.

GSMArena નાં રિપોર્ટ મુજબ પિકચર – ઇન-પિક્ચર મોડને અનેબલ કરવાનો વિકલ્પ યુઝર્સને યુ-ટ્યુબનાં એન્ડ્રોઇડ એપની સેટિંગ્સ> જનરલ મેન્યુમાં ગયાં પછી મળી શકશે. અલબત્ત આ વિકલ્પ ફક્ત એવાં યુઝર્સને પ્રાપ્ત થશે કે જેનાં સ્માર્ટફોન એન્ડ્રોઇડ 8.0 ઓરીયો અથવા એનાં પછીનાં ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરી રહ્યાં છે. ગુગલ સપોર્ટ પેજ અનુસાર યુએસમાં નોન-પેઇંગ યુઝર્સ એડ્સની સાથે પીઆઇપી પ્લેબેકનો આનંદ માણી શકશે.

યુ-ટ્યુબ પ્રિમિયમનાં એક્સેસ ન થવાં છતાં પણ યુઝર્સ કોઈ વિડિઓ ચલાવીને એપ માંથી બહાર નીકળી શકશે અને વિડિઓ ચાલતી રહેશે.

આમ આ યુ-ટ્યુબમાં આવનાર ક્રાંતિકારી બદલાવ યુવા વયનાં દરેક  શોખીનોને અચુક ગમી જશે એમાં કોઈ શંકા નથી. પરિવર્તન એ આધુનિક ટેકનોલોજીનો મંત્ર છે. આજનાં જમાના સાથે તાલ મેળવવા આપણે પણ નવાં યુગ સાથે ચાલવું પડે…

લેખ સંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)