નોરા ફતેહી એ કેટરીના કૈફનાં “ચીકની ચમેલી” ગીત ઉપર કર્યો ધમાકેદાર ડાન્સ, વિડીયો જોઈને ફેન્સ બન્યા પાગલ

Posted by

કલર્સ ટીવીનાં જાણીતા ડાન્સ રિયાલિટી શો “ડાન્સ દીવાને-3” નાં આ સપ્તાહના વિકેન્ડ નો એપિસોડ એકદમ ધમાકેદાર થવાનો છે. ડાન્સ દીવાને-૩ નાં અપકમિંગ એપિસોડમાં એક વાર ફરીથી નોરા ફતેહી ની એન્ટ્રી થવાની છે. એટલું જ નહીં તેની સાથે અન્ય બે દિગ્ગજ ડાન્સર શો પર નજર આવશે અને તે ગોવિંદા અને કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય છે. જ્યાં આ ત્રણેય મળીને ઓડિયન્સને એન્ટરટેઇન કરવાની સાથે સાથે કન્ટેસ્ટન્ટ ની સાથે ખુબ જ ધમાલ અને મસ્તી પણ કરવાના છે.

ચેનલ દ્વારા પોતાના ઓફિશીયલ એકાઉન્ટ પર પ્રોમો રજુ કરીને જણાવી દેવામાં આવે છે કે આ સપ્તાહના એપિસોડમાં ગોવિંદા, નોરા ફતેહી અને ગણેશ આચાર્ય હાજરી આપવાના છે. પરંતુ તેની વચ્ચે સેટ પરથી વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઇ શકાય છે કે નોરા અને ગણેશ આચાર્ય, કેટરીના કૈફનાં ફેમસ આઇટમ સોંગ “ચિકની ચમેલી” પર જોરદાર ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. આ વીડિયોમાં નોરા એ પિંક કલર ની સાડી પહેરેલી છે, જેમાં તે ખુબ જ સુંદર નજર આવી રહી છે.

જોકે નોરા આ પહેલા પણ ઘણી વખત ડાન્સ દીવાને-૩ નાં સેટ ઉપર હાજરી આપી ચુકેલ છે. જ્યારે પણ અહીંયા આવે છે, હંમેશા ધમાકો કરી ને જાય છે. હવે એકવાર ફરીથી નોરા ફતેહી ચીકની ચમેલી ગીત પર પોતાના જોરદાર મુવ્ઝ બતાવીને ફેન્સને પાગલ બનાવવા માટે આવી રહી છે. તમને જણાવી દઈએ કે ચીકની ચમેલી ગીત ને કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય દ્વારા જ કેટરીના કૈફ પર કોરિયોગ્રાફ કરવામાં આવ્યું હતું. આ ગીત સંજય દત્ત અને રિતિક રોશન ની ફિલ્મ “અગ્નિપથ” નું છે. જેના પર હવે નોરા ફતેહી એ પોતાની કમર મટકાવેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Rani 💙 (@bollyrmc)

વાત કરવામાં આવે એક્ટ્રેસનાં વર્કફ્રંટની તો તે ખુબ જ જલ્દી ફિલ્મ “ભુજ : ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા” માં નજર આવનાર છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત રિયાલિટી શો બિગ બોસ કરી હતી. ત્યારબાદ તેણે એક થી એક ચડિયાતા ગીત કર્યા, જેમાં તેણે પોતાના ડાન્સથી લોકોનું દિલ જીતી લીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *