શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં નોરા શ્રદ્ધા કપૂરને બેલી ડાન્સ કરવાનું શીખડાવી રહી છે. જણાવી દઈએ કે લોકડાઉનમાં સેલિબ્રિટી પોતાના ઘરમાં રહીને કોરોના સામે જંગ લડી રહ્યા હતા. પરંતુ વળી તેમના જૂના વિડીયો ફેન્સનું ખુબ જ મનોરંજન કરી રહ્યા છે. હાલમાં જ નોરા ફતેહી અને શ્રદ્ધા કપૂરનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયેલો છે. આ વિડિયો ફિલ્મ “સ્ટ્રીટ ડાન્સર 3D” નાં શૂટિંગ દરમિયાન નો છે. આ વીડિયોમાં નોરા, શ્રદ્ધાને પોતાના સુપરહિટ ફિલ્મ ‘દિલબર’ પર ડાન્સ મુવ્સ શીખવી રહી છે.
નોરા ફતેહી અને શ્રદ્ધા કપૂરનાં વિડીયો તેમના ફેન ક્લબ દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં નોરા શ્રદ્ધાને બેલી ડાંસ ના મુવ્સ શીખવાડી રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે જ્યારે નોરા શ્રદ્ધાને દિલબર પર સ્ટેપ શીખવાડી રહી છે, તો તે પણ ખુબ જ મજેદાર અંદાજમાં નોરા ની બધી વાત માની રહી છે. એક્ટ્રેસ આ વીડિયોમાં ખૂબ જ ક્યુટ લાગી રહી છે.
નોરા ફતેહી અને શ્રદ્ધા કપૂરના આ ડાન્સ વિડીયો પર ફેન્સ ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂરની ફિલ્મ “બાગી-૩” લોકડાઉન પહેલા રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. પરંતુ ત્યારે જ દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ફેલાઈ ગયો અને લોકડાઉનને કારણે સિનેમા ઘર બંધ થઈ ગયા.
આ ફિલ્મમાં તેમની જોડી ટાઇગર શ્રોફ ની સાથે ફરી એક વખત જોવા મળી હતી. બાગી-૩ પહેલા શ્રદ્ધા કપૂર ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3D માં નજર આવી હતી. જેમાં તેમની સાથે એકટર વરુણ ધવન અને નોરા ફતેહી પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા.