નોરા ફતેહી બોલીવુડનાં સૌથી ચર્ચિત સેલિબ્રિટી સાથે કરવા માંગે છે લગ્ન, પરંતુ કરીના બની રહી છે અડચણ

Posted by

પોતાની અદાઓથી અને પોતાના શ્રેષ્ઠ ડાન્સથી ફેન્સને દિવાના બનાવવાવાળી અભિનેત્રી નોરા ફતેહી ને વળી કોણ નથી ઓળખતું. આજનાં સમયમાં નોરા બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં સામેલ છે અને દરેક તેની સાથે કામ કરવા માંગે છે. તેની વચ્ચે નોરા ને લઈને સમાચાર આવી રહ્યા છે કે તે તૈમુર અલી ખાન સાથે લગ્ન કરવા માંગે છે. જી હા, બોલીવુડની અભિનેત્રી કરિના કપુર ખાન અને સૈફ અલી ખાનનાં ૪ વર્ષના દીકરા તૈમુર અલી ખાન સાથે લગ્ન કરવા માંગે છે. વળી કોઇને પણ આ સાંભળીને મજાક લાગશે કે નોરા આટલા નાના બાળક સાથે લગ્ન કેવી રીતે કરી શકે છે? તો ચાલો જાણીએ કે સમગ્ર મામલો શું છે.

હકીકતમાં નોરા ફતેહી અભિનેત્રી કરિના કપુર ખાનનાં શો “What Women Want” માં ગેસ્ટ નાં રૂપમાં પહોંચી હતી. આ શો પર કરિનાએ નોરા ને ઘણા સવાલ પુછ્યા હતા, જેને લઈને તેણે શાનદાર જવાબ આપ્યા હતા. આ દરમિયાન નોરા એ કરીનાનાં દિકરા તૈમુરને લઈને કહ્યું હતું કે, “તૈમુર જ્યારે મોટો થઇ જશે, ત્યારે તેમની સાથે લગ્ન કરવા માંગે છે. હું આશા રાખું છું કે તૈમુર જ્યારે મોટો થઇ જશે તો આપણે તેના અને મારા લગ્ન વિશે વિચારી શકીએ છીએ.”

નોરા ફતેહી ની વાત સાંભળીને કરીના કપુર ખુબ જ આશ્ચર્ય ચકિત થઇ ગઇ હતી અને હસતા હસતા કહ્યું હતું કે, “હાલમાં મારો દીકરો ૪ વર્ષનો છે અને મને લાગે છે કે હજુ ઘણો લાંબો સમય બાકી છે.” વળી તેના પર નોરા એ હસતાં જવાબ આપ્યો હતો કે, “કંઈ વાંધો નહીં, હું લાંબો સમય સુધી રાહ જોઈ લઈશ.” સૈફ અલી ખાન અને કરીના કપુરને પણ નોરા ફતેહી ના ડાન્સ મુવ્ઝ ખુબ જ પસંદ કરે છે.

જણાવી દઈએ કે તૈમુર અલી ખાન સ્ટારકિડ્સમાં સૌથી મશહુર છે. જ્યારે ખુબ જ નાનો હતો ત્યારથી જ ફેન્સની વચ્ચે તેનો ખુબ જ ક્રેઝ રહેલો છે. વળી તૈમુર પણ ફોટોગ્રાફર ની સામે પોઝ આપવામાં કોઇ કસર છોડતો નથી. પહેલાં તો તે ફોટોગ્રાફર ને જોઈને ગભરાઈ જતો હતો, પરંતુ જોત જોતામાં તેની આ આદત બની ગઈ અને હવે તે મીડિયાની સામે શાનદાર પોઝ આપે છે. એટલું જ નહીં પરંતુ હવે તો તૈમુર પોતાની તસ્વીરો ક્લિક કરાવવા માટે રીએક્ટ પણ કરવા લાગે છે.

વળી જ્યારે તેમનો મુડ નથી હોતો ત્યારે તે તસ્વીર લેવાથી મનાઈ કરી દે છે. પરંતુ તેણે ક્રિસમસનાં અવસર પર માસ્ક ઉતારી ને ખુશીથી ઘણી બધી તસ્વીરો ક્લિક કરાવી હતી, જે ખુબ જ વાયરલ થઈ હતી. સોશિયલ મીડિયા પર અવારનવાર તેની તસ્વીરો અને વીડિયો વાઇરલ થતાં રહે છે. આ વીડિયોમાં તૈમુર ખુબ જ મસ્તી ભર્યા અંદાજમાં નજર આવે છે. મહત્વપુર્ણ છે કે કરિના કપુર ખાને આ વર્ષે પોતાના બીજા દીકરા જેહ ને જન્મ આપ્યો છે. આ દરમિયાન કરીના કપુર પોતાના બીજા દીકરા નામને લઈને પણ ખુબ ચર્ચામાં રહી હતી.

વળી વાત કરવામાં આવે નોરા ફતેહી ના વર્કફ્રન્ટની તો હાલમાં જ તેને “ભુજ : ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા” માં જોવામાં આવી હતી. આ ફિલ્મમાં નોરા ફતેહી ની સાથે અભિનેતા અજય દેવગન, સંજય દત્ત, સોનાક્ષી સિંહા અને શરદ કેલકર જેવા મોટા સિતારાઓ કામ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *