નોરા ફતેહી સાથે ગણેશ આચાર્ય ડાન્સ કરી રહ્યા હતા, વચ્ચે કુદી પડ્યા ગોવિંદ, વિડીયોમાં જુઓ પછી શું થયું

Posted by

બોલીવુડમાં નાચવા-ગાવા વગર ની ફિલ્મો અધુરી લાગે છે, એટલા માટે તમને ૯૦ ટકા બોલીવુડ ફિલ્મોમાં સોંગ અને ડાન્સ જરૂર જોવા મળે છે. ભારતીય દર્શકોને પણ ડાન્સ જોવાનો ખુબ જ શોખ છે, પછી તે હીરો નાચતો હોય કે હિરોઈન. વળી આજકાલ ફિલ્મોમાં અલગથી એક આઈટમ નંબર રાખવાનો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હવે ઇન્ડસ્ટ્રીમાં વળી ઘણા સારા સારા ડાન્સર છે, પરંતુ અમુક એવા હોય છે જે દર્શકોના દિલ પર છાપ છોડી જતા હોય છે. જ્યારે પણ ડાન્સની વાત આવે છે તો તે દર્શકોના ફેવરિટ રહે છે.

નોરા ફતેહી આવી જ એક ડાન્સર છે. તેના લટકા-ઝટકા ફેન્સને ખુબ જ પસંદ આવે છે. નોરા ખુબ જ એનર્જી સાથે ડાન્સ કરે છે. તેના ડાન્સ વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર છવાઈ જતા હોય છે. 90ના દશકની વાત કરવામાં આવે તો હીરો માં ગોવિંદા નો ડાન્સ કમાલનો હતો. તેની નાચવાની પોતાની એક અલગ સ્ટાઇલ હતી. આ સ્ટાઇલ આજે પણ લગ્નની પાર્ટીઓમાં ખુબ જ ફેમસ છે. ગોવિંદાને ત્યારે “ડાન્સ કિંગ” પણ કહેવામાં આવતા હતા.

વળી ડાન્સ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પણ એક શ્રેષ્ઠ ડાન્સર છે. તે ઈન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષોથી સેલિબ્રિટીને ડાન્સ શીખવાડી રહ્યા છે. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણા હિટ સોંગ કોરિયોગ્રાફ કરેલા છે. પહેલા તેમનું વજન ખુબ જ વધેલું હતું, પરંતુ તેમ છતાં પણ તેઓ સારો ડાન્સ કરતા હતા. વર્તમાનમાં તેમણે પોતાનું વજન ઘણું ઘટાડી લીધું છે. વળી તેમનો ડાન્સ હજુ પણ જબરજસ્ત છે.

તેવામાં જરા વિચારો કે શું થશે જ્યારે આ ત્રણેય ડાન્સર્સ મળીને એક સાથે ડાન્સ કરશે. જરૂરથી તમને જોવામાં ખુબ જ મજા આવશે. હાલમાં પણ એવું જ કંઈક થયું છે. હકીકતમાં નોરા ફતેહી એ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં નોરા અને ગણેશ આચાર્ય ફિલ્મમાં “ભુજ : ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા” નાં સોંગ જાલીમા કોકા કોલા પર ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. આ ડાન્સમાં બાદમાં ગોવિંદા પણ સામેલ થઈ જાય છે. ત્યારબાદ ત્રણેય ખુબ જ સારો ડાન્સ કરે છે.

હકીકતમાં આ ત્રણેય સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં ટ્રેન્ડ થઇ રહેલ હુક સ્ટેપ ચેલેન્જ માટે કરે છે. આ વીડિયોને નોરા ફતેહી એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલ છે. વિડિયો શેર કરીને કેપ્શન માં લખ્યું છે કે, “જ્યાં સુધી આપણે ઓફિશિયલ વિડિયો ના રિલીઝ થવાની રાહ જોઈએ છીએ…. ચાલો શરુ કરીએ હુક સ્ટેપ ચેલેન્જ, જેમાં મારી સાથે લેજેન્ડ છે.”

 

View this post on Instagram

 

A post shared by Govinda (@govinda_herono1)

આ વીડિયોમાં નોરા ફતેહી એ પિંક કલર ની સાડી પહેરી રાખી છે, જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. નોરાએ જણાવ્યું હતું કે આ સોંગ ૨૮ જુલાઈના રોજ રીલિઝ થશે. જાલીમા કોકા કોલા સોંગને તનિષ્ક બાગથી દ્વારા રચિત છે, જેમાં શ્રેયા ઘોષાલ દ્વારા પોતાનો અવાજ આપવામાં આવેલ છે. “ભુજ : ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા” ૧૧ ઓગસ્ટના રોજ રીલિઝ થશે. તેને અભિષેક દુધિયા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલ છે. તેમાં નોરા ફતેહી, અજય દેવગન, સંજય દત્ત અને સોનાક્ષી સિંહા મુખ્ય ભુમિકામાં છે.

જુઓ વિડિયો

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

જાલીમા કોકાકોલા સોંગ

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *