નોર્મલ પેટ્રોલ અને પ્રીમિયમ પેટ્રોલમાં શું ફરક હોય છે, જાણો બંનેની વચ્ચેનું અંતર

પેટ્રોલ જેટલો જવલનશીલ પદાર્થ છે, એટલો જ આજકાલ આપણા દેશમાં તે જ્વલનશીલ મુદ્દો પણ છે. ભાવ તો તેના આજકાલ એવી રીતે વધી રહ્યા છે, જેવી રીતે સરકારી નોકરી લાગી ગયા બાદ કોઈ યુવક ની માંગણી વધી જાય છે. પરંતુ આપણે શું કરી શકીએ છીએ, માંગ બંનેની ખુબ જ વધારે છે. તેના ઉપર પણ જો તમે પેટ્રોલ પંપ ઉપર જઈને જાણવા મળે કે પેટ્રોલમાં પણ નોર્મલ અને પ્રીમિયમ બે ક્વોલિટી મળી રહી છે, તો મુંઝવણ ઊભી થવી વ્યાજબી છે. પરંતુ સવાલ આખરે એ છે કે નોર્મલ અને પ્રીમિયમ પેટ્રોલ નું આ ચક્કર શું છે અને આ બંને માં શું અંતર હોય છે? આજે અમે તમને આ બંનેના અંતર વિષે સમજાવવાની કોશિશ કરીશું.

બંન્નેમાં અંતર શું હોય છે?

બંને પેટ્રોલથી જ ગાડી ચાલે છે, પરંતુ કોલેટી માં થોડો ફરક હોય છે. પેટ્રોલનાં મામલામાં આ ફરક ઑકટેન ની માત્રા થી નક્કી થાય છે. પ્રીમિયમ પેટ્રોલ ને જ હાઈ-ઑકટેન પેટ્રોલ કહેવામાં આવે છે. કારણ કે તેમાં વેલ્યુ ૯૦ થી ઉપર હોય છે, જ્યારે ભારતમાં નોર્મલ પેટ્રોલમાં તે ૮૭ સુધી હોય છે.

ઑકટેન શું હોય છે?

ઑકટેન હકીકતમાં પેટ્રોલમાં રહેલ એક કેમિકલ હોય છે. તેની માત્રા જે પેટ્રોલમાં વધારે હોય છે, તેનાથી એન્જિન પર તેનો ખુબ જ ઓછો નકારાત્મક પ્રભાવ પડે છે. આ એન્જિન-નૌકિંગ અને ડેટોનેટિંગ ને ઓછું કરી દે છે, જેનાથી એન્જિનમાંથી આવતો અવાજ નિયંત્રિત રહે છે. કારણ કે જો ગાડીનું એન્જિન જોરદાર રહેશે, તો તેની માઇલેજ અને ઓવરઓલ પર્ફોમન્સ પણ ખુબ જ સારું રહેશે. સાથોસાથ નોર્મલ પેટ્રોલની સરખામણીમાં પ્રીમિયમ પેટ્રોલ વાયુ પ્રદુષણ પણ ઓછું કરે છે. એ જ કારણ છે કે પ્રીમિયમ પેટ્રોલનો ભાવ પણ વધારે હોય છે.

તમારા માટે પ્રીમિયમ બેસ્ટ રહેશે કે પછી નોર્મલ?

ભારતમાં મોટા ભાગના લોકો નોર્મલ પેટ્રોલ પુરાવે છે. આપણે અહીંયા જે ગાડીઓ રસ્તા પર જોવા મળે છે, તેનું એન્જિન નોર્મલ પેટ્રોલમાં પણ સારું પરફોર્મન્સ કરે છે. જો વિદેશી ટાઈપ ની હાઈફાઈ ગાડી લેવામાં આવે તો તેમાં પ્રીમિયમ પેટ્રોલ ભરાવવાની જરૂરિયાત રહે છે. બાકી જો તમારી ગાડીના મેન્યુઅલમાં લખેલું હોય કે પ્રીમિયમ પેટ્રોલ પુરાવો, તો જરૂરથી પુરાવવું જોઈએ, નહિતર તેની જરૂરિયાત નથી. જો તેમ છતાં પણ તમે તેમાં પ્રીમિયમ પેટ્રોલ પુરાવો છો, તો તેનાથી કોઇ ખાસ ફાયદો રહેતો નથી.