ઓક્સફોર્ડ યુનિવર્સિટીના જેનર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવેલ કોરોના વાયરસની વેક્સિન નવેમ્બર સુધીમાં ભારતમાં આવી જશે. ભારતમાં આ વેક્સિનનું નામ “કોવિશીલ્ડ” હશે અને તેની કિંમત ૧ હજાર રૂપિયા આસપાસ હશે. તેના નિર્માણમાં સામેલ ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડીયાના પ્રમુખ અદર પુનાવાલાએ મંગળવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે કંપની પોતાના જોખમ પર આગલા ૩ મહિનામાં ૨૦ કરોડ ડોલરની બનાવશે અને તેમાંથી અડધી ભારતને મળશે.
“ડબલ સુરક્ષા” જોવા મળી
આ સોમવારે “ધ લાંસેટ” મેડિકલ જર્નલમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના કોરોના વાયરસનાં મનુષ્ય ટ્રાયલના પહેલા ચરણનાં પરિણામો પ્રકાશિત થયા હતા. વેક્સિન લોકોમાં એન્ટિબોડીઝ અને T-સેલ બંને બનાવવામાં સફળ રહી અને તેમાં વાયરસ વિરુદ્ધ ઇમ્યુનિટી જોવા મળી. વેક્સિનનું ત્રીજા સ્ટેજનું ટ્રાયલ ઘણા દેશોમાં ચાલી રહ્યું છે અને સપ્ટેમ્બર સુધીમાં તેના પરિણામો આવી જવાની સંભાવના છે. આ સ્ટેજ ના પરિણામો બાદ જ વેક્સિન કેટલી કારગર છે તે સ્પષ્ટ થશે.
વ્યક્તિના નિર્માણમાં સામેલ છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ
ઓક્સફોર્ડ યુનિવર્સિટી એ પોતાની આ વેક્સિનનું લાયસન્સ એસ્ટ્રાજેનેકા નામની બ્રિટિશ કંપનીને આપ્યું છે અને આ કંપનીએ વેક્સિનનાં નિર્માણ માટે ઘણી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે, જેમાંથી ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ પણ સામેલ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ વાર્ષિક એક અબજ ડોઝ બનાવશે, જેમાંથી અડધા ભારતને મળશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ના પ્રમુખ અદર પુનાવાલા એ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ભારતના બધા લોકો સુધી વેક્સિન પહોંચાડવામાં ૨ વર્ષ જેવો સમય લાગી શકે છે.
ઓગસ્ટમાં શરૂ થશે ભારતમાં ત્રીજા સ્ટેજનું ટ્રાયલ
પુનાવાલાએ કહ્યું હતું કે, ભારતમાં ઓગસ્ટ માં વેક્સિનનું ત્રીજા સ્ટેજમાં ટ્રાયલ શરૂ થશે અને તેને પૂર્ણ કરવામાં લગભગ અઢી મહિના જેવો સમય લાગશે. તેમણે કહ્યું હતું કે, જો ટ્રાયલના પરિણામો સકારાત્મક રહ્યા અને ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયા તેને મંજૂરી આપે છે તો નવેમ્બરમાં અમે આવ્યા લોન્ચ કરી દેશું. તેમણે કહ્યું હતું કે, ટ્રાયલની સાથે-સાથે વેક્સિનનું નિર્માણ પણ કરવામાં આવશે અને તેમાં ૨૦ કરોડ ડોલરના રોકાણનો નિર્ણય તેમણે માત્ર ૩૦ મિનિટમાં લીધો.
એક મહિનામાં બનશે ૬ કરોડ શીશીઓ – પુનાવાલા
પુનાવાલાએ કહ્યું હતું કે કંપની દર મહિને વેક્સિનની લગભગ ૬ કરોડ શીશીઓ બનાવશે, જેમાંથી અડધી એટલે કે ૩ કરોડ ભારતને મળશે. વળી બાકી વિકાસશીલ અને ઓછા વિકાસશીલ દેશોમાં નિર્યાત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે પોતાના દેશની પહેલા સુરક્ષા કરવાને દેશભક્તિના કર્તવ્યના રૂપમાં જોવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે જો બાકી બચેલા ટ્રાયલના પરિણામો સારા નહીં આવે તો આ બધી શીશીઓ નષ્ટ કરવાની રહેશે.
હજુ ખ્યાલ નથી કેટલી પ્રભાવી સાબિત થશે વેક્સિન – પુનાવાલા
હાલની સ્થિતિને સમજાવતા પુનાવાલા કહ્યું હતું કે, “હજુ તેની જાણ નથી કે વેક્સિન કેટલી પ્રભાવી રહેશે. એક ટ્રાયલ ફક્ત એટલું જણાવી શકે છે કે કોઈ વેક્સિન કામ કરી રહી છે કે નથી કરી રહી, પરંતુ તે કેટલી સારી રીતે કામ કરી રહી છે તેની જાણ નથી.” તેમણે કહ્યું, “જો તમે બધી વેક્સિનને જુઓ તે ૭૦ થી ૮૦ ટકા પ્રભાવી હોય છે એટલા માટે ૧૦ માંથી ૨ લોકો તેમ છતાં પણ બીમાર રહેશે.”