બોલીવુડની દિલબર ગર્લના નામથી મશહૂર નોરા ફતેહી એક વખત ફરીથી ચર્ચામાં છવાઈ ગઈ છે. જી હાં, નોરા ફતેહી એ ટીકટોક પર પોતાનો એક ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે. જેને કરોડો વખત જોવામાં આવ્યો છે. હકીકતમાં નોરા ફતેહી અવારનવાર પોતાના ડાન્સિંગ સ્ટાઇલ થી દરેક વ્યક્તિના દિલ જીતતી નજર આવે છે. એ જ કારણ છે કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં આજકાલ તેમના ડાન્સની ડિમાન્ડ વધી ગઇ છે. વળી તેઓએ આ વિડીયો ડાન્સ સ્ટેપ ચેલેન્જ ના રૂપમાં પોસ્ટ કર્યો છે. જેને તેમના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને તેની ખૂબ જ પ્રશંસા પણ કરવામાં આવી રહી છે.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાના ડાન્સિંગ દ્વારા એક ખાસ જગ્યા બનાવનાર નોરા ફતેહી ની ફેન ફોલોઈંગ ખૂબ જ વધારે છે. ફિલ્મોમાં તેમના દ્વારા કરવામાં આવેલ આઈટમ ડાન્સ લઈને પણ તેમની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. પછી તે દિલબર ગર્લ બનીને બધાની સામે આવી હોય કે પછી સાકી સાકી ગર્લ બનીને. તેઓ દરેક વખતે પોતાના ફેન્સનું દિલ જીતવામાં સફળ રહેલ છે. એ જ કારણ છે કે આજે દરેક પ્રોડ્યુસર તેમને પોતાની ફિલ્મમાં ડાન્સ કરાવવા માંગે છે. તેવામાં તેમની ડિમાન્ડ દરરોજ માર્કેટમાં વધતી જઈ રહી છે.
સાકી સાકી પર નાચી નોરા ફતેહી
વર્ષ ૨૦૧૯ માં આવેલ ફિલ્મ બાટલા હાઉસ જેટલી પોતાની સ્ટોરી ને લઈને પોપ્યુલર થઈ, તેનાથી ઘણી વધારે નોરા ફતેહીનાં ડાન્સ એ લોકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં નોરા ફતેહીનાં “ઓ સાકી સાકી” સોંગ પર ડાન્સ કર્યો હતો, ત્યારબાદ તેમના ફેન્સ તેમની ડાન્સિંગ સ્ટાઇલ ના આશિક બની ગયા હતા. વળી અમે તમને અહીંયા તેમના લેટેસ્ટ વિડિયો વિશે જણાવી રહ્યા છીએ. જેમાં તેઓ ફરીથી એક વખત ઓ સાકી સાકી સોંગ પર ડાન્સ કરતા નજર આવી રહી છે.
ટીકટોક પર ચાલી રહેલ ડાન્સ ચેલેન્જમાં ભાગ લેતા નોરા ફતેહી એ પોતાનો આ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં નોરા ઓ સાકી સાકી સોંગ પર ડાન્સ કરતી દેખાઈ રહી છે. ફક્ત એટલું જ નહીં તેમના ડાન્સ મુવ્સને જોઈને તો તેમના ફેન્સ ફરીથી એકવાર આ સોન્ગ પર ડાન્સ જોવા માટે મજબૂર બની ગયા છે. જ્યારે આ લખવામાં આવી રહ્યું છે ત્યાં સુધીમાં વીડિયોને પાછલા ૨૪ કલાકમાં ૪ કરોડથી વધારે વખત જોવામાં આવ્યો છે. તેવામાં તમે તેમની પોપ્યુલારિટીનો અંદાજો લગાવી શકો છો.
અજય દેવગણની સાથે નજર આવશે
નોરા ફતેહી પોતાના ડાન્સને લઈને બધાને જુમવા માટે મજબૂર કરી દે છે. જેના કારણે તેમના ફેન્સ તેમની અપકમિંગ ફિલ્મની રાહ પણ જોઈ રહ્યા છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે નોરા ફતેહીની અપકમિંગ ફિલ્મ ભુજ : ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા છે. જેમાં તેઓ અજય દેવગનની સાથે નજર આવશે. કુલ મળીને આ ફિલ્મમાં પણ તેઓ પોતાના ડાન્સનો જાદુ વિખેરતી જોવા મળશે.
વધુમાં તમને જણાવી દઈએ કે નોરા ફતેહી એ અત્યાર સુધીમાં ઘણી બધી ફિલ્મોમાં પોતાનો ડાન્સ જલવો બતાવ્યો છે. એ જ કારણ છે કે હવે દરેક બીજી ફિલ્મમાં તેમના ઠુમકા દર્શકોને જોવા મળી શકે છે. ફક્ત એટલું જ નહીં ફિલ્મો સિવાય તેમના ફેન્સ તેમના સોશિયલ મીડિયા ઉપર પણ બાજ નજર રાખતા રહે છે. એ જ કારણ છે કે તેમનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.