ઓછા બજેટમાં મોટી ફેમિલી કાર ખરીદવા માંગો છો? તો આ રહી ૪ લાખથી ઓછી કિંમતમાં ૫ શાનદાર મોટી કાર

ફેમિલી મોટું છે અને બજેટ ઓછું છે. એટલે કે ઓછા બજેટમાં મોટી કાર ખરીદવા ઇચ્છો છો તો બજારમાં ઘણા વિકલ્પો હાજર છે. આજે અમે તમને એવી ૭ સીટર કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સસ્તી છે અને સારી પણ. ૭ સીટર કારની શરૂઆતની કિંમત ૪ લાખ રૂપિયાથી પણ ઓછી છે.

Maruti Suzuki Eeco

ભારતમાં સૌથી વધારે મારુતિ કાર વેચાય છે. મારુતિ સુઝુકીની ૭ સીટર ઈકો ની વધારે ડિમાન્ડ છે. મારુતિ સુઝુકી ઇકો ની શરૂઆત કિંમત ૩,૯૭,૮૦૦ રૂપિયા (એક્સ શો-રૂમ કિંમત) છે. એટલે કે ૪ લાખથી ઓછી કિંમતમાં આ કાર ઉપલબ્ધ છે. ઇકો માં 1196cc નું 4 સિલેન્ડર વાળું પેટ્રોલ એન્જીન છે. જે 6000 Rpm પર 72.41Hp ની પાવર અને 3000 Rpm પર 101 Nm નો ટોર્ક જનરેટ કરે છે. મારુતિ સુઝુકી ઇકો પેટ્રોલમાં ૧૬.૧૧ કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપી શકે છે અને વળી મારુતિ સુઝુકી ઇકો સીએનજીમાં ૨૧.૯૪ કિલોમીટર પ્રતિ કિલોની માઇલેજ આપી શકે છે.

Datsun GO Plus

સૌથી સસ્તી ૭ સીટર કારમાં બીજું નામ Datsun GO Plus નું આવે છે. જેની શરૂઆત કિંમત ૪.૨૦ લાખ રૂપિયા છે. એટલે કે એક મધ્યમ વર્ગીય મોટા પરિવાર માટે આ કાર સૌથી સસ્તી છે. તેનો લુક એકદમ શાનદાર છે. Datsun GO Plus માં 1198cc માં ૩ સિલેન્ડર SOHC પેટ્રોલ એન્જિન આપવામા આવ્યું છે. જે 5000 Rpm પર 67Hp પાવર અને 4000 Rpm પર 104 Nm નો ટોર્ક જનરેટ કરે છે.

Renault Triber

Renault triber સસ્તી અને સ્ટાઇલની બાબતમાં સૌથી આગળ છે. ૭ સિટર Renault triber ની શરૂઆતની કિંમત ૫.૨૦ લાખ રૂપિયા છે. જ્યારે ટોપ વેરિએન્ટની કિંમત ૭,૫૦,૦૦૦ રૂપિયા છે. ભારતીય બજારમાં મિડલ ક્લાસ ફેમિલી માટે આ એક શાનદાર કાર છે. તેનો લુક કોઈ પ્રીમિયમ કારથી ઓછો નથી. Renault triber માં 999cc નાં ૩ સિલિન્ડર એન્જિન આપવામાં આવે છે. જે 6250 Rpm પર 71 Hp ની પાવર અને 3500 Rpm પર 96 NM નો ટોર્ક જનરેટ કરે છે. ફિચર્સની વાત કરીએ તો Renault triber માં ૮ ઇંચનું ટચ સ્ક્રીન ઇન્ફોન્ટમેન્ટ સિસ્ટમ, સેકન્ડ થર્ડ રો સીટ  માટે એસી વેન્ટ્સ અને સેફટી માટે એર બેગ જેવા ફીચર્સ છે.

Maruti Suzuki Ertiga

આ સિવાય Maruti Suzuki Ertiga પણ મીડલ ક્લાસ મોટી ફેમિલી માટે સારી કાર છે. આ ૭ સિટર કારની શરૂઆતી કીમત ૭.૫૯ લાખ રૂપિયા છે. આ કાર સીએનજી વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે. ભારતમાં આ કારની ખુબ જ ડિમાન્ડ છે.

Toyota Innova Crysta

વળી જો બજેટ થોડુંક વધારે હોય તો પછી તમે Mahindra ની ૭ સીટર કાર Mahindra Marazzo ખરીદી શકો છો. તેની શરૂઆતની કિંમત ૯.૬૧ લાખ રૂપિયા છે. આ સેગમેન્ટમાં  ટોયોટા ઇનોવા પણ એક શાનદાર વિકલ્પ છે. લાંબી મુસાફરીમાં જો તેનો સાથ મળી જાય તો સફર એકદમ આરામદાયક થઈ જાય છે.આ Toyota Innova Crysta શરૂઆતી કિંમત ૧૫.૭૦ લાખ રૂપિયા છે.