ખુશખબર : ટી-૨૦ વર્લ્ડ કપમાં ધોનીની વાપસી, ઓકટોબરમાં રમાનાર ટી-૨૦ વર્લ્ડ કપમાં ફરીથી જોવા મળશે મહેન્દ્રસિંહ ધોની

Posted by

૧૭ ઓક્ટોબરથી શરૂ થનાર ટી-૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન થઈ ચુક્યું છે. ટી-૨૦ માં રવિચંદ્રન અશ્વિનની ૪ વર્ષ બાદ ટીમમાં વાપસી થઈ છે. વળી ટી-૨૦ માસ્ટર બોલર તરીકે ઓળખાતા યજુવેન્દ્ર ચહલ વર્લ્ડ કપમાં પોતાની જગ્યા બનાવી શક્યા નથી. આ બધાથી ઉપર આ સિલેક્શન ની સૌથી મોટી વાત એ છે કે ભારતના પુર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ટીમનાં મેન્ટર બનાવવામાં આવેલ છે.

ભારતના સૌથી સફળ કેપ્ટન માં શામેલ પુર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે જોડાયેલા સમાચાર ખુબ જ ચોંકાવનારા છે. BCCI સેક્રેટરી જયેશ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “ભારતનાં પુર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ટી-૨૦ વર્લ્ડકપ ટીમનાં મેન્ટર હશે.” બીસીસીઆઈ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વાતની પુષ્ટી કરવામાં આવી હતી. ધોનીએ પાછલા વર્ષે ૧૫ ઓગસ્ટનાં રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું એલાન કરી દીધું હતું. ત્યારબાદથી જ ધોની આઇપીએલ સિવાય દરેક પ્રકારનાં ક્રિકેટથી દુર રહેલ હતા. વર્લ્ડ કપ માટે ટીમ સાથે જોડાતા પહેલા ધોનીએ ચેન્નઈ સુપર કિંગ માટે આઈપીએલમાં નજર આવશે.

૨૦૦૭માં ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ પહેલી વખત ટી-૨૦ વર્લ્ડ કપ પર કબ્જો કર્યો હતો. ૨૦૨૧નો આ ટી-૨૦ વર્લ્ડ કપ ટીમ ઈન્ડિયાનો એવો પહેલો ટી-૨૦ વર્લ્ડ કપ હશે, જ્યારે ટીમ ઇન્ડિયાના કેપ્ટન ધોની નહીં હોય. આ વખતે ધોની મેન્ટરનાં રૂપમાં નજર આવશે. માનવામાં આવી રહ્યું છે કે તેમને ટી-૨૦ ક્રિકેટ માટે કારગર રણનીતિ તૈયાર કરવા માટે તેના અનુભવને ધ્યાનમાં રાખીને આ ભુમિકા માટે પસંદગી કરવામાં આવેલ છે. તેઓ જાણે છે કે આઈસીસીનાં મહત્વપુર્ણ ટુર્નામેન્ટમાં જીત અપાવવા માટે કયા પ્રકારની યોજના બનાવી શકાય છે. વળી કોહલી હજુ સુધી ICC ટુર્નામેન્ટમાં ટીમને કોઈપણ ટ્રોફી અપાવી શકેલ નથી.

સૌથી સફળ કેપ્ટન માં સામેલ

ભારતીય ક્રિકેટનાં ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટનમાં શામેલ વિકેટકીપર બેટ્સમેન ધોની ની કેપ્ટનશીપમાં ભારતે બે વિશ્વ કપ – દક્ષિણ આફ્રિકામાં (૨૦૦૭) ટી-૨૦ વર્લ્ડ કપ અને ભારતમાં ૨૦૧૧માં વન-ડે વિશ્વ કપ જીતેલ છે. ધોની હાલના સમયે પોતાની ઇન્ડિયન પ્રીમિયર લીગ ટીમ ચેન્નાઈ સુપર કિંગ ની સાથે છે અને સંયુક્ત આરબ અમીરાતમાં ૧૯ સપ્ટેમ્બર થી શરૂ થતી ટી-૨૦ લીગની તૈયારીમાં જોડાયેલા છે. પાછલા વર્ષે ૧૫ ઓગસ્ટનાં રોજ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ધોનીએ પોતાના સંન્યાસની ઘોષણા કરીને વિશ્વ ક્રિકેટને આશ્ચર્યચકિત કરી દીધું હતું અને ત્યારબાદ તેમણે આ બાબતમાં ક્યારેય વાત કરી નથી.

આ છે ટી૨૦ વર્લ્ડ કપ ઇન્ડિયાની ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, સુર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કીપર), ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્થી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *