Ola ઇલેક્ટ્રિક સ્કુટરનું બુકિંગ થયું શરૂ, ફક્ત ૪૯૯ રૂપિયામાં બુક કરી શકો છો આ ઇલેક્ટ્રિક સ્કુટર

Posted by

Ola Electric આખરે આજે ઘરેલું બજારમાં પોતાની પહેલી ઈલેક્ટ્રીક સ્કુટરનું બુકિંગ શરૂ કરી દીધેલ છે ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે આજે સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર પોતે આ વાતની ઘોષણા કરી છે. દેશની અગ્રણી કૈબ કંપનીનાં ઈલેક્ટ્રીક સ્કુટર ની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે અને કંપની તેના લોન્ચ ને લઈને લોકોની વચ્ચે ક્રેઝ વધારી રહી છે. આ સ્કુટરને તમે ફક્ત ૪૯૯ રૂપિયામાં બુક કરી શકો છો અને તે પણ રિફંડેબલ એમાઉન્ટ છે, મતલબ કે આ રકમ પણ તમને પરત મળી જશે.

દેશમાં આવું પહેલી વખત છે જ્યારે કોઈ ઈલેક્ટ્રીક સ્કુટરનું બુકિંગ આટલી ઓછી રકમમાં થઈ રહ્યું હોય. હાલમાં જ આ સ્કુટરને દેશના અલગ-અલગ હિસ્સામાં ટેસ્ટિંગ દરમિયાન પણ સ્પોટ કરવામાં આવેલ હતું. તે સિવાય ભાવિશ અગ્રવાલે થોડા દિવસો પહેલા આ સ્કુટરની ટેસ્ટ ડ્રાઈવ કરી હતી અને તેના લોન્ચ સાથે જોડાયેલી અમુક જાણકારીઓ શેર કરી હતી.

કેવી રીતે બુક કરી શકો છો આ ઈલેક્ટ્રીક સ્કુટર

ઓલાનાં આ પહેલા ઈલેક્ટ્રીક સ્કુટરને તમે કંપનીની વેબસાઈટ (Olaelectric.com) નાં માધ્યમથી બુક કરી શકો છો. તેના માટે તમારે ફક્ત ૪૯૯ રૂપિયા બુકિંગ એમાઉન્ટ તરીકે જમા કરાવવાના રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની તેની ડિલિવરી પહેલા બુકિંગનાં આધાર પર કરશે. એટલે કે પહેલા જે બુક થયેલ હશે તેને પહેલા ડિલિવરી મળશે.

ઓલા સ્કુટરનું નિર્માણ તામિલનાડુમાં ૫૦૦ એકર સાઇટ પર બનાવવામાં આવી રહેલ દુનિયાની સૌથી મોટી ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર ફેક્ટરી ઓલા ફ્યુચરફેક્ટરીમાં કરવામાં આવશે. હાલમાં કંપની આ પ્લાન્ટમાં કામ કરી રહી છે. હાલમાં જ કંપનીએ તે વાતની પુષ્ટિ કરી છે કે પહેલા ૨ મિલિયન યુનિટ ની વાર્ષિક ક્ષમતા થવાનું સ્ટેજ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. આવતા વર્ષનાં અંત સુધીમાં આ ક્ષમતાને વધારીને ૧૦ મિલિયન પ્રતિવર્ષ કરવાનો લક્ષ્ય છે.

જણાવી દઈએ કે ઓલા સ્કુટરે બજારમાં આવતા પહેલા ઘણા બધા પુરસ્કાર જીતી લીધેલા છે. આ લિસ્ટમાં CES માં આઈએચએસ માર્કેટ ઇનોવેશન એવોર્ડ અને જર્મન ડિઝાઇન એવોર્ડ સામેલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઈલેક્ટ્રીક સ્કુટર ફક્ત ૧૮ મિનિટમાં ૫૦ ટકા સુધી ચાર્જ થઈ જશે. જેનાથી અંદાજે ૭૫ કિલોમીટરની સફર કરી શકાશે. ફુલ ચાર્જમાં તેની રેન્જ અંદાજે ૧૫૦ કિલોમીટર હોવાની આશા છે. તેમાં કંપની ફુલ એલઇડી લાઇટિંગ, ફાસ્ટ ચાર્જિંગ, ફ્રન્ટ ડિસ્ક બ્રેક જેવા ફિચર આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *