ૐ નમઃ શિવાય બોલીને તમારી રાશિ અનુસાર પહેરી લો રુદ્રાક્ષ, એટલા પૈસા આવશે કે ગણવા માટે માણસો રાખવા પડશે

રુદ્રાક્ષ અને ભગવાન શંકર સાથે જોડાયેલ માનવામાં આવે છે, જેના કારણે હિન્દુ ધર્મમાં તેને અત્યંત મહત્વપુર્ણ માનવામાં આવે છે. વળી હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષની પુજા પણ કરવામાં આવે છે. રુદ્રાક્ષને લઈને એવી માન્યતા છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિના તમામ કષ્ટ દુર થઈ જાય છે. હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષની ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. રુદ્રાક્ષનું આધ્યાત્મિક અને જ્યોતિષીય મહત્વ છે. રુદ્રાક્ષને સ્વયં ભગવાન ભોલેનાથ નું સ્વરૂપ પણ માનવામાં આવે છે.

અનુસાર રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુઓથી થઈ હતી. રુદ્રાક્ષ ઉપર પડેલી લાઈન તેને ઘણા હિસ્સામાં વિભાજિત કરે છે, જેનાથી તે જાણવામાં આવે છે કે કયું રુદ્રાક્ષ કેટલા મુખી છે. ૧ થી લઈને ૨૧ મુખી સુધીના રુદ્રાક્ષ મળી આવે છે. રુદ્રાક્ષ પહેરવાથી શારીરિક લાભની સાથે સાથ માનસિક લાભ પણ મળે છે. રુદ્રાક્ષનો ઉલ્લેખ પૌરાણિક કથાઓ અને શાસ્ત્રોમાં પણ મળે છે.

રુદ્રાક્ષનો સંબંધ દેવી-દેવતાઓ અને નવગ્રહ સાથે છે તેની સાથે જ એવું કહેવામાં આવે છે કે રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા તેની પ્રાણ પ્રતિષ્ઠા આવશ્ય કરી લો. તેને ધારણ કરતા સમયે કોઈ વિશે શક્ય પાસેથી સલાહ લેવી વધારે યોગ્ય છે, જેથી તમને તેનો પુરો લાભ મળી શકે. જો રાશિ અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો તે વધારે શુભ ફળ પ્રદાન કરે છે.

મેષ રાશિના જાતકો એ એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી મેષ રાશિના જાતકો ઉપર હંમેશા મહાદેવની કૃપાદ્રષ્ટિ જળવાઈ રહે છે અને તેમને જીવનમાં દરેક પ્રકારના કષ્ટ અને પરેશાનીઓમાંથી રાહત મળે છે.

વૃષભ રાશિનાં જાતકો જો લવ લાઇફમાં શુભ ફળ પ્રાપ્ત કરવા માંગે છે તો તેમણે ચાર મુખી, છ મુખી અને ૧૪ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ.

મિથુન રાશિના જાતકો રુદ્રાક્ષની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને ૪, પ અથવા ૧૩ મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. તેનાથી તેમને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કર્ક રાશિના લોકોએ ૩, ૫ અથવા ગૌરીશંકર રુદ્રાક્ષ પણ ધારણ કરી શકે છે. તેનાથી તેમને ખુબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે.

સિંહ રાશિનાં જાતકોએ ૧, ૩ અથવા પ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી આ રાશિ વાળા લોકોને મહાદેવની કૃપા હંમેશા પ્રાપ્ત થાય છે.

કન્યા રાશિના જાતકો જીવનમાં સકારાત્મક પરિણામ અને ભગવાન શિવની કૃપા મેળવવા માટે ૪, ૫ અથવા ૧૩ મુખી રુદ્રાક્ષ ધારણ કરે.

તુલા રાશિના જાતકોએ ૪, ૬ અથવા ૧૪ મુખી રુદ્રાક્ષ પહેરવું શુભ માનવામાં આવે છે. એટલા માટે શુભ ફળની પ્રાપ્તિ માટે તમારે આ રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ.

જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે વૃશ્ચિક રાશિનાં જાતકોએ ત્રણ, પાંચ મુખી અથવા ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ.

એક મુખી ત્રણ અથવા પાંચ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું ધન રાશિ વાળા લોકો માટે ખુબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ધન રાશિના જાતકો ઉપર ભગવાન શિવ હંમેશા પોતાની કૃપાદ્રષ્ટિ જાળવી રાખે છે.

મકર રાશિના જાતકોએ ભગવાન શિવની કૃપા મેળવવા માટે ચાર મુખી, છ મુખી અથવા ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. આ રુદ્રાક્ષ તેમના માટે શુભ ફળદાયક હોય છે.

કુંભ રાશિ ના જાતકોએ ચાર, છ અથવા ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. તેનાથી તેમના જીવનમાં સકારાત્મકતા અને ધન સંપત્તિ હંમેશા જળવાઈ રહે છે.

મીન રાશિ વાળા લોકોએ જીવનમાં સુખ શાંતિ જાળવી રાખવા માટે ત્રણ, પાંચ અથવા ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.