એક જમાનો હતો જ્યારે મોટા સ્ટાર અથવા સેલિબ્રિટી બનવા માટે લોકો ફિલ્મોમાં અથવા ટીવી પર આવતા હતા. વળી મોટા સેલિબ્રિટી બનવું કોને પસંદ નથી હોતું. લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવવા માટે તેમણે દેખાવું પણ જરૂરી હોય છે અને આવું તો ફક્ત અથવા ટીવી સિનેમા થી જ શક્ય બની શકે છે. પરંતુ હાલના સમયમાં એવું બિલકુલ પણ રહ્યું નથી.
હવે તમારે લોકોના દિલમાં ઉતરવા માટે મોટા પડદા પર આવવા માટે મહેનત કરવાની જરૂર નથી. સોશિયલ મીડિયાએ લોકોના દિલમાં એવી જગ્યા બનાવી લીધી છે, જ્યાં સામાન્ય વ્યક્તિ પણ જો એક વખત છવાઈ જાય તો તે મોટા સ્ટારની જેમ નામના મેળવી લેતો હોય છે. તમે પણ એવા ઘણા લોકો વિશે સાંભળ્યું હશે, જે સોશિયલ મીડિયા દ્વારા રાતોરાત સ્ટાર બની ગયા હોય.
ફુગ્ગા વેચવા વાળી યુવતી બની ગઈ સોશિયલ મીડિયા સ્ટાર
રાનુ મંડન, બચપન કા પ્યાર બોય સહદેવ દિરદો કે પછી કચ્ચા બદામ સિંગર ભુબન બડ્યાકર જેવા લોકોને સોશિયલ મીડિયાએ રાતોરાત લોકોની વચ્ચે ખુબ જ ખ્યાતિ અપાવી છે, જેના માટે લોકો આખું જીવન તરસતા હોય છે. તેવામાં હવે વધુ એક નવું નામ સામે આવી રહ્યું છે. આ નામ કેરળની એક ફુગ્ગા વેચવા વાળી યુવતીનું છે, જે કેરળના રસ્તા પર ફુગ્ગા વેચતા વેચતા દેશભરમાં પોપ્યુલર બની ગઈ છે.
હકીકતમાં ફુગ્ગા વેચવા વાળી કિસ્બુ નું જીવન ત્યારે બદલાઇ ગયું હતું, જ્યારે એક પ્રખ્યાત ફોટોગ્રાફરે તેની તસ્વીર સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી. આ ફોટોગ્રાફરનું નામ અર્જુન કૃષ્ણન છે. અર્જુન કેરળમાં અંડાલુર કાવું ફેસ્ટિવલમાં આ યુવતીને પહેલી વખત જોઈ હતી અને તેને જોતાની સાથે જ ફોટો ક્લિક કરી લીધો હતો. બાદમાં તે ફોટો અર્જુન કિસ્બુ અને તેની માં ને બતાવ્યો હતો.
એક ફોટો એ બદલી નાખી જિંદગી
બંને જ માં અને દીકરી આ ફોટો જોઇને ખુબ જ ખુશ થઇ ગયા હતા. વળી આ કહાની અહિયાં પુરી થતી નથી. અર્જુને આ વીડિયોને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો અને ત્યારબાદ લોકો આ વીડિયોને ખુબ જ પસંદ કરવા લાગ્યાં. કિસ્બુ ની તસ્વીર જોયા બાદ અર્જુનનાં મિત્ર શ્રેયસે પણ કિસ્બુ ની એક તસ્વીર લીધી, જે જોતજોતામાં સોશ્યલ મીડિયા પર છવાઈ ગઈ.
View this post on Instagram
કિસ્બુ ની આ તસ્વીરને જોયા બાદ તેનું મેકઓવર કરી ફોટોશુટ કરવામાં આવ્યું. રેમ્યા નામની એક સ્ટાઈલિશ દ્વારા કિસ્બુ નું મેકઓવર કરીને તેને સંપુર્ણ રીતે કોઈ સુંદર મોડલ જેવી બનાવી દેવામાં આવી હતી.
પિતાનાં મૃત્યુ બાદ ઘરની જવાબદારી સંભાળી
View this post on Instagram
તમને જણાવી દઈએ કે કિસ્બુ રાજસ્થાની પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પરંતુ કેરળમાં તે પોતાની માં સાથે ફુગ્ગા વેચવાનું કામ કરતી હતી નાની. ઉંમરમાં જ કિસ્બુ એ પોતાના પિતાને ખોઈ દીધાં હતા. પિતાનાં મૃત્યુ બાદ તેની ઉપર પરિવારને સંભાળવાની જવાબદારી આવી હતી, જેના લીધે તેણે નાની ઉંમરમાં જ ફુગ્ગા વેચવાનું કામ શરૂ કર્યું હતું. અર્જુન નાં વિડીયો બાદ હવે કિસ્બુ ઘણા પ્રકારનાં ફોટોશુટ કરીને એક મોડલનાં રૂપમાં આગળ વધી રહી છે.