ઓસ્કાર એવોર્ડમાં સાઉથ અભિનેતા રામચરણ ની પત્નીએ લોકોનાં દિલ જીત્યા, ઉપાસના એ સાડી પહેરીને ભારતીય સંસ્કૃતિનો જલવો બતાવ્યો, જુઓ તસ્વીરો

Posted by

સુપરહીટ ફિલ્મ “RRR” ની સમગ્ર ટીમ માટે હાલનો સમય એક ઉજવણીનો છે. કારણ કે તેમને પ્રતિષ્ઠિત “ઓસ્કાર ૨૦૨૩” પુરસ્કાર સમારોહમાં ઇતિહાસ રચી દીધો છે. આખરે નિર્ણય આવી ગયો છે અને સમગ્ર દેશ ખુરશીથી જુમી ઉઠ્યો છે. કારણ કે ફિલ્મ “RRR” નાં પોપ્યુલર સોંગ “નાટુ નાટુ” એ ઓસ્કાર ૨૦૨૩ જીતી લીધો છે અને સમગ્ર સોશિયલ મીડિયા પર પુરસ્કાર સમારોહની તસ્વીરો અને વિડિયો છવાયેલા છે. ઘણી મજબુર હસ્તિઓએ “RRR” ટીમ માટે અભિનંદન સંદેશ પણ પોસ્ટ કરેલ છે.

Advertisement

પોપ્યુલર સોંગ “નાટુ નાટુ” એ “ઓસ્કાર ૨૦૨૩” માં બેસ્ટ સોંગ કેટેગરીમાં પુરસ્કાર મેળવનાર ભારતીય ફિલ્મનું પહેલું સોંગ બનીને ઇતિહાસ રચે દીધો છે. ૨૦૦૯માં ફિલ્મ “સ્લમડોગ મિલયોનર” ના “જય હો” બાદ આ સોંગ એ સમગ્ર દુનિયામાં પોતાનો પરચમ લહેરાવ્યો છે.

પ્રતિષ્ઠિત ૯૫માં એકેડમી પુરસ્કાર ૨૦૨૩ સમારોહ લોસ એન્જેલિસનાં ડોલ્બી થિયેટરમાં થયેલ સંગીત નિર્દેશક એમએમ કિરાવની એ “નમસ્તે ભાવ” ની સાથે “નાટુ નાટુ” સોંગ માટે પુરસ્કારનો સ્વીકાર કરેલ. જણાવી દઈએ કે “RRR” એ ઘણા અમેરિકી પુરસ્કાર જીતેલા છે અને વળી ફિલ્મ “નોટ ઇન ઇંગલિશ લેંગ્વેજ” શ્રેણી અને “બાફ્ટા ૨૦૨૩” નાં લિસ્ટમાં પણ જગ્યા બનાવેલ છે. તે સિવાય એમએમ કિરાવની દ્વારા રચિત અને ચંદ્રબોઝ દ્વારા લખવામાં આવેલ ફુટ-ટેપિંગ નંબર “RRR” ને “ગ્લોબલ ગ્લોબ” અને “ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ” પણ મળેલ.

હાલમાં જ અમને ઓસ્કાર ૨૦૨૩ માં રેડ કાર્પેટ ઉપરથી રામચરણ અને તેમની પત્ની ઉપાસના કામિનેની નો એક વિડીયો મળ્યો છે. ઉપાસના એક બેઝ કલરની સાડીમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. એબીસી ન્યુઝ લાઈવ ના હોસ્ટની સાથે એક વાતચીતમાં રામચરણ ની પત્ની ઉપાસના એ શેર કર્યું હતું કે તે પોતાના પતિ રામનું સમર્થન કરવા માટે અહીંયા આવેલી છે અને “RRR” પરિવારના એક હિસ્સાના રૂપમાં આવેલી છે. તેમણે કહ્યું હતું કે, “હું રામનું સમર્થન કરવા માટે આવેલી છું અને હું અહીંયા “RRR” પરિવારનો હિસ્સો બનવા માટે આવેલ છું. હું નર્વસ અને ખુશ બંને છું પરંતુ હકીકતમાં આ બધું આશ્ચર્યજનક છે.”

પુરસ્કાર સમારોહમાં અભિનેતા રામચરણ એ પણ પોતાની પત્ની ઉપર પ્રેમ વરસાવ્યો હતો. ઉપાસનાની પ્રેગ્નન્સી નો ઉલ્લેખ કરીને રામચરણ ને જણાવ્યું હતું કે, “તેની પત્ની ૬ મહિના ની પ્રેગ્નન્ટ છે. એટલું જ નહીં તેને એવું પણ જણાવ્યું હતું કે તેમનું બાળક જન્મ લેતા પહેલા જ તેમના માટે ખુબ જ સારું નસીબ લઈને આવી રહ્યું છે.”

વળી હાલમાં અમે પણ “RRR” ને સમગ્ર ટીમને તેમની ઐતિહાસિક જીત ઉપર હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *