જીવનમાં જો સતત સફળતા અથવા તો કોઈ પણ પ્રકારના માનસિક તણાવનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે વાસ્તુશાસ્ત્રની મદદ લઇ શકો છો. તેમાં બતાવવામાં આવેલ અમુક સરળ ટિપ્સ જાણીને તેને ફોલો કરવામાં આવે તો તમામ પ્રકારની પરેશાનીઓથી છુટકારો મેળવી શકાય છે. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રની આ ટિપ્સ માટે તમારે પરેશાન થવાની જરૂર નથી, પરંતુ તમને ઘરમાં જ બધી વસ્તુઓ મળી જશે. તમારે બસ સુતા સમયે પોતાના ઓશીકા નીચે એક વસ્તુ રાખવાની રહેશે. તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રની ૭ ટિપ્સ વિશે, જેનાથી તમે પોતાના જીવનમાં ખુશીઓ અને સંપન્નતા લાવી શકો છો.
ગીતા અથવા સુંદરકાંડ
વાસ્તુ શાસ્ત્ર કહે છે કે જો સુતા સમયે તકિયાની છે ગીતા અથવા સુંદરકાંડ રાખવામાં આવે તો તેનાથી મન શાંત રહે છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેનાથી આખો દિવસ તાજગી જળવાઈ રહે છે. કાર્યક્ષેત્રમાં પ્રદર્શન સારું થવાથી જાતકને લાભ મળે છે અને પ્રગતિ થાય છે તેનાથી ગુરુ ગ્રહના અશુભ પ્રભાવ પણ વધે છે.
મુળા થી દુર થાય છે રાહુ દોષ
વાસ્તુ શાસ્ત્ર કહે છે કે મુળાને રાત્રે તકિયા નીચે રાખીને સુવાથી અને સવારે મંદિરમાં જઈને શિવલિંગ ઉપર ચઢાવી દેવું. લાલ પુસ્તક અનુસાર આ ઉપાય કરવાથી રાહુ નો દોષ દુર થાય છે.
મગદાળ થી મધુર થાય છે સબંધ
મંગળવારની રાત્રે મગદાળ ને લીલા કપડામાં બાંધીને તકિયાની નીચે રાખીને સુઈ જવું. સવારે ઊઠીને મગદાળ ને કોઈ કન્યાને આપી દેવી જોઈએ અથવા મંદિરમાં માતા દુર્ગાના ચરણોમાં રાખી દેવી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાયથી બુધ ગ્રહનો અશુભ પ્રભાવ દુર થાય છે. વેપારમાં અને આવકમાં વધારો કરવાની સાથોસાથ આ ઉપાયથી પતિ-પત્નીના સંબંધો પણ મધુર બને છે.
ઓશિકાની બાજુમાં રાખી દો પાણી
સુતા પહેલા ત્રાંબાના વાસણમાં પાણી ભરી રાખવું જોઇએ. સવારે ઊઠીને આ પાણીથી ચહેરો ધોઈ લેવો અને કોઈ એવા સ્થાનમાં જળ નાખી દેવું જ્યાં કોઈનો પગ ન લાગે. આ ઉપાયથી સુર્ય મજબુત થાય છે અને ચહેરા ઉપર ચમક આવી જાય છે. સાથોસાથ નોકરીમાં પણ પ્રભાવ અને પ્રગતિની સંભાવના રહેશે. પિતૃ સંપત્તિનો લાભ માટે પણ આ ઉપાય કારગર માનવામાં આવે છે.
લોખંડની ગોળીઓથી દુર થાય છે નકારાત્મકતા
જો તમારો સમય સારો નથી ચાલી રહ્યો, મનમાં અલગ અલગ પ્રકારના વિચાર આવે છે, ડરામણા સપના પણ આવા લાગે છે જેનાથી તમારી ઊંઘ બગડી જાય છે તો લોખંડ ની ગોળીઓ તકિયા નીચે રાખીને સુવું જોઈએ. તમે લોખંડ ની ચાવી અથવા તો નાની કાતર પણ રાખી શકો છો. તેનાથી જ રાહુ અને કેતુ નો ખરાબ પ્રભાવ દુર થાય છે અને નકારાત્મક વ્યક્તિ પણ તમને સ્પર્શ કરી શકતી નથી. તે સિવાય શનિ, રાહુ અને કેતુની દશામાં પણ આ ઉપાય ખુબ જ લાભપ્રદ માનવામાં આવે છે.