ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોરોના વાયરસ વેક્સિનને લઈને આપ્યા સારા સમાચાર

Posted by

કોરોના વાયરસ સંક્રમણને કારણે અત્યાર સુધીમાં દુનિયાભરમાં ૩ લાખથી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. પરંતુ હજુ સુધી કોરોના મહામારીનો કોઈ ઈલાજ મળી શક્યો નથી. કોરોના વાયરસની વેક્સિન બનાવવા માટે દુનિયાના મોટા દેશો અને મોટા વૈજ્ઞાનિકો જોડાયેલા છે, પરંતુ હજુ સુધી કોઈને નક્કર સફળતા મળી શકી નથી. હવે કોરોના વેક્સિનને લઈને બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વાંદરાઓ પર ટ્રાયલ દરમિયાન સકારાત્મક પરિણામો મળી આવ્યા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી માં વેક્સિનનો સૌથી મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. વાંદરા ઉપર ટ્રાયલ દરમિયાન શોધકર્તાઓને ખુબ જ ઉત્સાહ જ પરિણામ મળી આવ્યા છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના શોધર્તાઓએ વાનર પર ટ્રાયલ દરમિયાન વેક્સિનનાં પરીક્ષણથી વાંદરાઓમાં રોગપ્રતિરોધક શક્તિમાં કોરોના વાયરસના પ્રભાવને રોકવાની સંભાવના જોવા મળી છે. સાથોસાથ વેક્સિનની કોઈ સાઈડ ઈફેક્ટ પણ જોવા મળી નથી. ChAdOx1 nCoV-19 વેક્સિનનુ ટ્રાયલ Rhesus Macaque વાંદરાઓ પર કરવામાં આવ્યું. જેમાં વાંદરાઓની ઇમ્યુનિટી સિસ્ટમ વાયરસ સાથે લડવા માટે તૈયાર થઈ ગઈ હતી.

શોધકર્તાઓ અનુસાર વાંદરાઓને વેક્સિન આપ્યા બાદ તેમની અંદર ૧૪ દિવસમાં એન્ટીબોડી વિકસિત થઇ ગઇ. આ વેક્સિનથી વાયરસ અને શરીરમાં લાવવાથી રોકવામાં મદદ મળે છે. સાથોસાથ વેક્સિનને કારણે કોઈપણ વાંદરામાં વાયરલ ન્યુમોનિયા પણ મળી આવ્યો નથી. સ્ટડી અનુસાર વેક્સિનની એક ડોઝ ફેફસાને ખરાબ થવાથી બચાવવામાં કારગર સાબિત થઇ હતી. જ્યારે કોરોના વાયરસને કારણે સૌથી વધારે ફેફસા પર જ અસર પડે છે જેના લીધે દર્દીનું મૃત્યુ થાય છે.

વેક્સિનની મદદથી શરીરના નવી કોશિકાઓ અને એન્ટીબોડી વિકસિત કરવામાં મદદ મળી. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું મનુષ્ય પરા વેક્સિન યોગ્ય રીતે કામ કરશે? ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર સારા જણાવ્યું હતું કે તેમને આ વેક્સિનની સફળતાને લઈને સંપૂર્ણ વિશ્વાસ અને આશા છે, કે આગળના મહિના સુધીમાં મનુષ્ય પર વેક્સિનનાં ટ્રાયલના સકારાત્મક પરિણામો આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *