પાછળથી હુમલો કરવા માટે છુપાઈને આવી રહ્યો હતો સિંહ, પછી વ્યક્તિએ જે કર્યું તે જોઈને તમને આંખો પર વિશ્વાસ નહીં થાય

સિંહને દુનિયાના સૌથી ખતરનાક જાનવર માંથી એક માનવામાં આવે છે. વાત જ્યારે શિકાર કરવાની આવે છે તો હરણ થી લઈને હાથી સુધી તેનાથી બચી શકતા નથી. એજ કારણ છે કે સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. એક સામાન્ય મનુષ્ય સિંહની આગળ કંઈ પણ નથી. સિંહ ઈચ્છે તો થોડી સેકન્ડોમાં જ મનુષ્યની ખતમ કરી શકે છે. સિંહમાં ગજબની તાકાત હોય છે. સિંહના શિકાર કરવાની રીત પણ અજબ હોય છે.

તે પોતાના શિકાર પર ચોરીછૂપીથી હુમલો કરતો હોય છે. પહેલા તે પોતાના શિકારની યોગ્ય રીતે સમીક્ષા કરી લે છે અને પછી ધીરે ધીરે કરીને આગળ વધે છે. ત્યારબાદ યોગ્ય મોકો જોઈને તેના પર વીજળીની ઝડપથી હુમલો કરે છે. જોકે એક વ્યક્તિએ સિંહ જેવા મોટા શિકારીને દગો આપી દીધો અને તેનાથી લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

હકીકતમાં હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ વૃક્ષની પાસે બેસેલો છે. તેની પાછળ એક સિંહ ઉભો છે. ત્યારબાદ સિંહ ધીરે ધીરે તે વ્યક્તિ તરફ આગળ વધવા લાગે છે. વ્યક્તિ કહે છે કે સિંહને એવું લાગી રહ્યું છે કે મેં તેને જોયો નથી. ત્યારબાદ સિંહ તેના પર હુમલો કરે છે. જોકે તે દરમિયાન વ્યક્તિ સિંહને આશ્ચર્યજનક રૂપથી ગળે લગાવી લે છે. આવું કરતા સમયે તેનો એક હાથ સિંહનાં મોઢાની અંદર પણ ચાલ્યો જાય છે. જોકે સિંહ વ્યક્તિને ગળે લગાવીને ત્યાંથી ચાલ્યો જાય છે. વળી તે વ્યક્તિ સિંહને “મેરા બચ્ચા” કહીને સંબોધિત પણ કરે છે.

આ વિડીયો ખૂબ જ દિલચસ્પ છે તેને જોઈને પહેલા એવું જ લાગે છે કે સિંહ હુમલો કરશે અને વ્યક્તિનો ખેલ ખતમ થઇ જશે. જો કે જ્યારે સિંહ તેને ગળે લગાવે છે, તો બધા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. હકીકતમાં આ વ્યક્તિ અને સિંહ ઘણા લાંબા સમયથી એક સાથે રહે છે. સિંહ તેને પોતાનો મિત્ર માને છે. એ જ કારણ છે કે હુમલો કરવા છતાં પણ તે વ્યક્તિને કોઈ નુકસાન પહોંચાડતો નથી. સિંહ જેવા જાનવર સાથે આટલી ઊંડી દોસ્તી જોઈને પણ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવેલ છે.

ટ્વિટર પર શેર થયા બાદ થોડા સેકન્ડમાં જ આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવવા લાગ્યો છે. સામાન્ય રીતે સિંહ અને મનુષ્યનો આવો તાલમેલ ખૂબ જ ઓછો જોવા મળે છે. સિંહ એક જંગલી જાનવર છે અને તેનો સ્વભાવ ઘણી વખત આક્રમક હોય છે. તેવામાં તેને પાળનાર શખ્સનો જીવ પણ હંમેશા ખતરામાં રહે છે. જોકે આ વિશેષ કેસમાં એવું લાગી રહ્યું છે કે સિંહ અને તે વ્યક્તિની મિત્રતા ખૂબ જ ઊંડી છે. આ વિડીયો આપણને જણાવે છે કે કેવી રીતે એક વ્યક્તિ અને જંગલી જાનવર પણ મિત્ર બનીને સાથે રહી શકે છે. વળી તમે તે વિડીયો અહીંયા જોઈ શકો છો.