આપણે જન્મ લેવો તે આપણા હાથ માં નથી. આપણે પોતાની ઇચ્છાથી જન્મ લેવા માટે કોઈ ઘર પરિવાર ની પસંદગી કરી શકતા નથી. જન્મ લેવા માટે ઘર-પરિવારની પસંદગી કરે છે. આપણું નસીબ જે આપણા જન્મ પહેલા જ નક્કી થઈ જતું હોય છે અને આપણું નસીબ આપણા પુર્વ જન્મના કર્મોના ફળથી બને છે. આપણને જન્મના સમયે જે કંઈ પણ મળે છે, તે આપણાં પાછલા જન્મોના કર્મોનું ફળ છે.
કર્મો અનુસાર મળે છે સંબંધી
આપણા પુર્વ જન્મોના ફળ આપણને આ જન્મમાં મળે છે અને પુર્વ જન્મના કર્મથી જ આપણને આ જન્મમાં માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની, પ્રેમી-પ્રેમીકા, મિત્ર-શત્રુ, સગા-સંબંધી વગેરે મળે છે. સંસારમાં જેટલા પણ સંબંધો છે તે બધા આપણા પાછલા જન્મના ધર્મના આધાર પણ મળે છે. આપણે તેમની સાથે લેવડ-દેવડ આ જન્મની હોતી નથી.
કર્મો અનુસાર પ્રાપ્ત થાય છે પુત્ર અથવા પુત્રી
જે રીતે આપણા બધા સગા સંબંધી આપણને પાછલા જન્મના કર્મને લીધે મળે છે. એવી જ રીતે પુત્ર પણ આપણને પાછલા જન્મના કર્મોના ફળ અનુસાર મળે છે. શાસ્ત્રો અનુસાર આપણા પાછલા જન્મનો કોઈ સંબંધી જ આપણે ત્યાં આવીને પુત્રના રૂપમાં જન્મ લે છે.
મળે છે ૪ પ્રકારના પુત્ર
પાછલા જન્મના કર્મોના અનુસાર આપણે આ જન્મમાં ચાર પ્રકારના પુત્ર સંતાનનાં રૂપમાં મળે છે, જે પોતાના ગુણો અને અવગુણોનો થી અલગ ઓળખ ધરાવે છે.
ઋણાનુબંધ પુત્ર
પુર્વજન્મમાં કોઈ પાસેથી લીધેલું કરજ (ઋણ) અથવા આપના દ્વારા કરવામાં આવેલ કોઈનું નુકસાન અથવા કોઈપણ પ્રકારથી તમે કોઈને સંપત્તિ નષ્ટ કરી હોય તો તે પુત્ર તમારા ઘરમાં જન્મ લે છે. આ પ્રકારનું પુત્ર પોતાની સાથે કોઈ બીમારી લઈને આવે છે અને તમારું ધન ગંભીર બીમારી અથવા નકામા કામમાં ત્યાં સુધી નષ્ટ થતું રહે છે, જ્યાં સુધી તેનો હિસાબ પુરો થાય. એજ નિયતિ છે.
શત્રુ પુત્ર
આવો પુત્ર પુર્વ જન્મનો તમારો કોઈ સૌથી મોટો શત્રુ હોય છે, જે તમારી સાથે બદલો લેવા માટે આવે છે. આ પ્રકારના પુત્ર મોટા થવા પર પોતાના માતા-પિતા સાથે લડાઈ ઝઘડા કરીને તેમને આખી જિંદગી કોઈને કોઈ પ્રકારથી કષ્ટ પહોંચાડવાનું કાર્ય કરે છે અને આ બધું ત્યાં સુધી કરતા રહે છે, જ્યાં સુધી તેમના પુર્વ જન્મનો હિસાબ ન થઈ જાય.
ઉદાસીન પુત્ર
આ પ્રકારના પુત્ર જન્મ ઉપરાંત એટલે કે મોટા થઈ ગયા બાદ પણ પોતાના માતા-પિતાની સેવા કરતા નથી, પરંતુ પોતાના લગ્ન કરીને તેમનાથી અલગ થઈ જાય છે. આવા પુત્ર પશુ સમાન કહેવાય છે અને આ પ્રકારથી તમારા પુર્વ જન્મનો હિસાબ કરે છે.
સેવા કરવાવાળા પુત્ર
આ પ્રકારના પુત્ર તમારા દ્વારા પાછલા જન્મમાં કરવામાં આવેલી સેવાનું ફળ છે. જે પુત્ર અથવા પુત્રી નું રૂપ લઈને આવે છે અને તમારી સેવાનું કરજ ચુકવે છે. આવા પુત્ર માતા-પિતાને દરેક પ્રકારનું સુખ આપે છે અને તેમની સેવા કરે છે.
મિત્રો એટલા માટે જ કહેવામાં આવે છે કે, “જેવા કર્મ કરશો એવું ફળ ભોગવવું પડશે.” એટલા માટે કોઈની સાથે ક્યારેય ખરાબ કરવું નહીં. કારણ કે પ્રકૃતિનો નિયમ છે કે જો તમે કોઈનું ખરાબ કરશો તો આવતા જન્મમાં તે બધા ખરાબ કર્મોનું ફળ મળશે અને તે સમયે તમે રડી શકો છો, પરંતુ તેને બદલી શકતા નથી. એટલા માટે પ્રયાસ કરો કે તમે ચોથા પ્રકારના પુત્ર બનો. તમારા આ જન્મમાં કરવામાં આવેલા કર્મનું ફળ તમને આવતા જન્મમાં મળશે અને સાથોસાથ આ જન્મમાં પણ તમારા ભાગ્યના દરવાજા ખોલી નાખશે.