પડછાયાની જેમ શાહરુખ ખાનની સાથે રહે છે તેમના બોડીગાર્ડ રવિ સિંહ, કિંગ ખાન કરોડોમાં આપે છે સેલરી, જાણો તેમની સેલેરી કેટલી છે

Posted by

હોલીવુડ હોય કે બોલિવુડ જેટલો મોટો સ્ટાર હોય તેની સુરક્ષા નો એટલો જ વધારે ખ્યાલ રાખવામાં આવે છે. હાલના દિવસોમાં ઘણા સ્ટાર્સ બોડીગાર વિશે ખુબ જ ચર્ચાઓ થતી હોય છે. પહેલા મોટાભાગે સુપરસ્ટાર સલમાન ખાનનો બોડીગાર્ડ શેરખાન ખુબ જ ચર્ચામાં રહેતા હતા. હવે વળી ફેન્સ પોતાના ફેવરિટ સ્ટારનાં બોડિગાર્ડ વિશે પણ ઘણું જાણવા ઈચ્છુક હોય છે. અમિતાભ બચ્ચન અનુષ્કા શર્મા સોનમ કપુર આમિર ખાન જેવા સિતારાઓ છે, જેમણે પોતાની સુરક્ષા માટે બોડીગાર્ડ રાખેલા છે, જેને તેઓ દર મહિને ખુબ જ મોટી રકમ સેલરીનાં રૂપમાં આપે છે.

પોતાની અને પરિવારની સુરક્ષા માં શાહરુખ ખાન કરે છે કરોડોનો ખર્ચ

આ લિસ્ટમાં બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનનું નામ પણ ટોપ ઉપર આવે છે. શાહરુખ ખાન પણ તે સ્ટાર્સ માંથી એક છે જે પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા પર કરોડો રૂપિયા ખર્ચ કરે છે. આજે અમે તમને શાહરૂખ ખાનનાં બોડીગાર્ડ રવિ સિંહ વિશે જણાવીશું.

રવિ સિંહ છે શાહરૂખ ખાનનાં બોડીગાર્ડ

શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ ફક્ત દેશભરમાં જ સિમિત નથી, પરંતુ વિદેશોમાં પણ શાહરૂખ ખાનના ચાહનારા લોકોની સંખ્યા કરોડોમાં છે. જ્યારે પણ કોઈ તહેવાર અથવા શાહરૂખ ખાનનો જન્મદિવસ હોય છે ફેન્સ તેમના ઘરમાં ન બહાર પોતાની ગિફ્ટ લઈને ઊભા રહેતા હોય છે. અવારનવાર સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનના ઘરની બહાર તેના ફેન્સની ભીડની તસ્વીરો જોવા મળી આવે છે. તેવામાં શાહરૂખ ખાનની સુરક્ષાની જવાબદારી તેમના બોડીગાર્ડ રવિ સિંહ ની હોય છે.

શાહરૂખ ખાનના બોડીગાર્ડ ની સેલરી

પડછાયાની જેમ શાહરૂખ ખાનની સાથે રહેવા વાળા બોડીગાર્ડ રવિ સિંહ ની સેલરી ની વાત કરવામાં આવે તો તે કરોડોમાં છે. રિપોર્ટનું માનવામાં આવે તો શાહરુખ ખાન રવિ સિંહને વાર્ષિક ૨.૭ કરોડ રૂપિયા આપે છે. જે રીતે શાહરુખ ખાન બોલિવુડના સૌથી મોંઘા એક્ટર છે તેવી જ રીતે રવિ સિંઘ પણ ઇન્ડસ્ટ્રીના સૌથી મોંઘા બોડીગાર્ડ છે.

૯ વર્ષ થી રવિ સિંહ છે શાહરૂખ ખાનની સાથે

રવિ સિંહને લાઈમલાઇટ થી દુર રહેવું પસંદ છે. પરંતુ વારંવાર તેને શાહરુખ ખાન સાથે ફોટો માં કેપ્ચર કરી લેવામાં આવેલ છે. શાહરુખ ખાન સાથે રવિ સિંહ અંદાજે ૯ વર્ષથી છે. દેશ હોય કે વિદેશ રવિ સિંહ ક્યારે પણ શાહરુખ ખાન નો સાથ છોડતા નથી. તેઓ દરેક જગ્યાએ તેમને પ્રોટેક્શન આપે છે. તમને જણાવી દઈએ કે રવિ સિંહ પહેલા યાસીન શાહરૂખ ખાનના બોડીગાર્ડ હતા.

પઠાન ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે શાહરુખ ખાન

શાહરૂખ ખાનના વર્કફન્ટ ની વાત કરવામાં આવે તો તેઓ હાલના દિવસમાં “પઠાન” ફિલ્મનાં શુટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં શાહરુખ ખાન સાથે એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને એક્ટર જોન અબ્રાહમ પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. જણાવી દઈએ કે યશરાજ બેનર હેઠળ બની રહેલી પઠાન ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી ફિલ્મ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *