“ઢાઈ કિલો કા હાથ જબ કિસી પર પડતા હૈ, તો વો આદમી ઉઠતા નહિ ઉઠ જાતા હૈ” સની દેઓલનો આ ડાયલોગ દરેક વ્યક્તિએ સાંભળ્યો હશે, પરંતુ શું તમને તમને યાદ છે કે આ ડાયલોગ કઈ ફિલ્મનો છે? આ ફિલ્મ હતી દામિની, જેમાં મુખ્ય કલાકારોમાં સની દેઓલ, ઋષિ કપૂર, અમરીશ પુરી અને મીનાક્ષી શેષાદ્રી હતા. ફિલ્મમાં મેલ સ્ટાર્સના દમદાર રોલ હતા, પરંતુ તે બધા પર ભારે પડતી હતી મીનાક્ષી શેષાદ્રી, જે દામિની નો રોલ કરી રહી હતી. આ ફિલ્મની સફળતા, ડાયલોગ અને અભિનયે બધાને પોતાના દિવાના બનાવી લીધા હતા. તે દિવસોમાં મીનાક્ષી એક સુપરસ્ટાર બની ગઈ હતી. પરંતુ આજે તે એવી બની ગઈ છે, જેને ઓળખવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે.
ફિલ્મોમાં આવવાની ન હતી મીનાક્ષી
મીનાક્ષીએ ૧૭ વર્ષની ઉંમરમાં મિસ ઈન્ડિયાનો તાજ પોતાના નામે કરી લીધો હતો, પરંતુ તે સમયે તેમનું નામ શશીકલા શેષાદ્રી હતું. મિસ ઈન્ડિયા બન્યા બાદ અખબારના ફ્રન્ટ પેજ પર તેમની ફોટો છપાયો. તે સમયે મનોજકુમાર નજર તેમના પર પડી અને તેમણે નક્કી કરી લીધું કે આવનાર ફિલ્મ પેન્ટર બાબુ ની હિરોઈન તે હશે. વળી તેમનો સ્ક્રીન ટેસ્ટ લીધા વગર મીનાક્ષીને ફિલ્મ માટે તેમણે સાઈન કરી લીધી હતી.
તે સમયે એક બાબતમાં પરેશાની આવી હતી કે અને તે હતું તેમનું નામ શશીકલા. કારણકે આ નામની એક્ટ્રેસ ઇન્ડસ્ટ્રીમાં પહેલા મોજુદ હતી અને તેઓ હિટ પણ હતી. તે સમયે નક્કી થયું કે તેમનું નામ શશીકલા શેષાદ્રી માંથી બદલીને મીનાક્ષી કરી દેવામાં આવે. જો કે પેન્ટર બાબુ ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ અને પહેલી જ ફિલ્મ ફ્લોપ થવાને કારણે મીનાક્ષીનું મન હિન્દી ફિલ્મોમાંથી ઉઠી ગયું. તેમણે નક્કી કરી લીધું કે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દેશે.
દામીનીએ કારકિર્દી રોશન કરી દીધી
મીનાક્ષી બોલિવૂડમાંથી જવાની હતી કે તેમના હિસ્સામાં આવી ગઈ ફિલ્મ હીરો. શોમેન સુભાષ ઘાઈ પોતાની ફિલ્મ હીરો માટે એક નવો સુંદર ચહેરો શોધી રહ્યા હતા અને તેમની શોધ મીનાક્ષી શેષાદ્રી પર આવીને ખતમ થઈ. જોકે મીનાક્ષી આ રોલ માટે તૈયાર હતી નહીં, પરંતુ સુભાષ ઘાઈએ તેમને રિકવેસ્ટ કરી અને મીનાક્ષી આ ફિલ્મ કરવા માટે તૈયાર થઈ. ખુદ મીનાક્ષીને પણ તે સમયે અંદાજો ન હતો કે તેમની આ ફિલ્મ સુપરહિટ થઈ જશે અને તેઓ ઇન્ડસ્ટ્રી પર છવાઈ જશે.
વર્ષ ૧૯૮૩માં રિલીઝ થયેલી હીરો બ્લોક બસ્ટર ફિલ્મ નીકળી અને મીનાક્ષી રાતોરાત ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ચમકતી અભિનેત્રી બની ગઇ. તે સમયે આ ફિલ્મમાં ૧૩ કરોડની કમાણી કરવામાં આવી હતી. જે તે દિવસોના હિસાબે ખૂબ જ મોટી રકમ માનવામાં આવતી હતી. તે સમયમાં ફક્ત અમિતાભ બચ્ચનની ફિલ્મો જ કરોડોમાં કમાણી કરતી હતી. ત્યારબાદ મીનાક્ષી અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મો કરવા લાગી.
લાઈમલાઇટ થી દૂર રહે છે મીનાક્ષી
મીનાક્ષીની જોડી અમિતાભ બચ્ચનની સાથે ખૂબ જ પસંદ કરવામાં આવી. બંનેએ સાથે શહેનશાહ, ગંગા જમના સરસ્વતી, તુફાન અને અકેલા જેવી ફિલ્મોમાં કામ કર્યું અને મીનાક્ષી દરેક લોકોની ફેવરિટ બની ગઈ. ૮૦ના દશકમાં મીનાક્ષી એવી ચમકી કે શ્રીદેવી પણ તે સમયમાં ટક્કર આપવા વાળી એક્ટ્રેસ બની ગઈ. ત્યારબાદ તેમના જીવનમાં સૌથી દમદાર ફિલ્મ દામીની આવી, જેની કહાનીએ પડદા ઉપર આગ લગાવી દીધી. આ ફિલ્મને માટે તેમને ફિલ્મફેર એવોર્ડ માટે પણ નોમિનેટ કરવામાં આવ્યા.
૧૯૯૬માં મીનાક્ષીએ સની દેઓલની સાથે ફિલ્મ ઘાતક માં કામ કર્યું અને આ તેમની ફિલ્મી સફરની છેલ્લી ફિલ્મ હતી. તેમણે ઘણી હિટ અને ફ્લોપ ફિલ્મ આપી, પરંતુ હીરો અને દામિની માટે તેમને હંમેશાં યાદ કરવામાં આવે છે. ત્યારબાદ ફિલ્મોમાંથી ગાયબ થયા બાદ તેઓએ લાઈમલાઈટમાં થી અંતર બનાવી લીધુ. મીનાક્ષીએ ૧૯૯૫માં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હરીશ મૈસુર સાથે લગ્ન કરી લીધા અને અમેરિકાના શહેર ટેક્સાસમાં જઈને વસી ગઈ.