જોક્સ-૧
સફળ લગ્ન એક પ્રકારનો
“ગીવ એન્ડ ટેક” સંબંધ છે
જેમાં પતી પત્નીને પૈસા, ગીફ્ટ અને ફરવા લઇ જાય છે જેને પત્ની હસી ખુશી લઇ લે છે અને
પત્ની સલાહ, ભાષણ અને ચિંતા આપે છે
જેને પતિ મુંગા મોઢે સાંભળી લે છે.
જોક્સ-૨
રમેશ ગોવામાં સમુદ્ર કિનારે સાદડી પાથરીને સુતો હતો.
થોડી વારમાં એક અમેરિકન ત્યાંથી નીકળ્યો, તેણે રમેશને પુછ્યું,
અમેરિકન : આર યું રિલેક્સિંગ?
રમેશ : નો, આઈ એમ રમેશ.
થોડી વાર પછી બીજો અમેરિકન ત્યાંથી પસાર થયો, તેણે પણ પુછ્યું,
બીજો અમેરિકન : આર યું રિલેક્સિંગ?
રમેશ : નો નો, આઈ એમ રમેશ.
આવી રીતે ૪ વખત થયું એટલે રમેશ ઉભો થઈને ત્યાંથી જવા લાગ્યો.
થોડું આગળ જતા તેને એક સુંદર અમેરિકન મહિલા દેખાઈ જે ત્યાં આરામ કરી રહી હતી.
રમેશે તેને પુછ્યું : આર યું રિલેક્સિંગ?
મહિલા : યસ, આઈ એમ રિલેક્સિંગ.
રમેશે તેના કાનનાં નીચે એક લગાવી અને કહ્યું,
તારા દેશવાળા તને ક્યારના શોધી રહ્યા છે અને તું અહીંયા આરામ કરી રહી છે.
જોક્સ-૩
સોનુ : તને સૌથી વધારે ઈજ્જત કોણ આપે છે?
મોનુ : કબાટમાં રાખેલા કપડાં.
સોનુ : એ કઈ રીતે?
મોનુ : જયારે પણ કબાટ ખોલું છું, તો ૨-૩ કપડાં આવીને મને પગે પડે છે.
જોક્સ-૪
જેમની પત્ની સુંદર હોય છે તેમણે પત્નીનો જન્મદિવસ યાદ રાખવાની જરૂર નથી હોતી.
કારણ કે, તેમના મિત્રો બધું યાદ રાખે છે.
પતિ : આજે જમવાનું તારી માં એ બનાવ્યું છે?
પત્ની : હા, તમને કઈ રીતે ખબર પડી?
પતિ : કારણ કે, પહેલા કાળા વાળ નીકળતા હતા,
અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.
જોક્સ-૫
નવા સાહેબે ક્લાસમાં પુછ્યું : શૂન્યની શોધ કોણે કરી હતી?
એક વિદ્યાર્થી : સાહેબ, આલિયા ભટ્ટ.
સાહેબ : સોટી લઈને… બસ આજ શીખ્યા છો?
બીજો વિદ્યાર્થી : એ તોતડો છે સાહેબ.. એ આર્યભટ્ટ બોલી રહ્યો છે.
જોક્સ-૬
ટીચર : ગંગા ક્યાંથી નીકળે છે અને ક્યાં મળે છે?
પપ્પુ : તે ઘરેથી મેકઅપ કરીને સ્કુલ જવા માટે નીકળે છે
અને સ્કુલની પાછળ કાલુને મળે છે.
જોક્સ-૭
નીલું બાબાને અડધી રાત્રે ફોન આવ્યો,
સામેથી છોકરી બોલી : સરકાઈ લો ખટિયા જાડા લગે…
નીલું બાબા : હલો, તમે કોણ?
છોકરી : ભરો, માંગ મેરી ભરો…
નીલું બાબા પથારીમાંથી ઉભા થઈને : શું તમે ખરેખર મારી સાથે લગ્ન કરશો?
છોકરી : આ ગીતને કોલર ટયુન બનાવવા માટે ૧ દબાવો.
નીલું બાબાએ ફોન બારી માંથી બહાર ફેંકી દીધો.
જોક્સ-૮
એક માણસ પોતાના મેરેજ સર્ટીફીકેટને ઘણું ધ્યાનથી જોઈ રહ્યો હતો.
પત્ની : આટલું ધ્યાનથી શું જોઈ રહ્યા છો આમાં?
પતિ : આની એક્સપાયરી ડેટ જોઈ રહ્યો છું.
જોક્સ-૯
પાડોશમાં રહેતી ભાભીને જોવા માટે પપ્પુ ઝાડ પર ચડ્યો,
તે ભાભીની સાસુએ પપ્પુને જોઈ લીધો.
સાસુ : એય, ઝાડ પર શું કામ ચડ્યો છે?
પપ્પુ : હું તો જલપરી જોવા ચડ્યો હતો પણ નાગણ દેખાઈ ગઈ.
પછી પપ્પુને ઝાડ પરથી ઉતારીને વગર પાવડરે તેની ધોલાઈ કરી.