પહેલાનાં સમયમાં રાજા-મહારાજા આ વસ્તુઓ ખાઈને વધારતા હતા પોતાની પૌરૂષ શક્તિ

Posted by

રાજા-મહારાજાઓ સાથે જોડાયેલી કહાની તો બધાએ ટીવી પર જોઈ અને પુસ્તકમાં વાંચી હશે અને જેમણે પણ આ કહાની જોઈ કે વાંચી છે. એમને પણ ખબર હશે કે પ્રાચીન સમયમાં જે પણ રાજા મહારાજા હતા. તેની એક નહીં પરંતુ ઘણી રાણીઓ અને પટરાણીઓ હતી. આ સાથે જ તે પોતાના રાજ્ય અને પ્રજાને સંભાળવાનું કામ પણ કરતા હતા. પ્રાચીન સમયમાં રાજા મહારાજા ક્યારેક ને ક્યારેક શત્રુ સાથે લડાઈ પણ કરતા હતા. એવામાં તેમને ઘણી શક્તિ અને ઊર્જાની જરૂરિયાત પડતી હતી. પરંતુ શું તમે જાણો છો કે પ્રાચીન સમયમાં આ રાજા-મહારાજા આટલી શક્તિ ક્યાંથી લાવતા હતા.

આજના સમયમાં લોકો ને પોતાનું ઘર અને ઓફિસ સંભાળવામાં જ શારીરિક અને માનસિક સ્તર પર કમજોરી અનુભવ થવા લાગે છે. પછી સવાલ એ છે કે પ્રાચીન સમયમાં રાજા-મહારાજા કેવી રીતે આટલું બધું કરી લેતા હતા અને તેમને શારીરિક અને માનસિક તણાવ પણ થતો ન હતો. મતલબ જો તમે નથી જાણતા કે પ્રાચીન સમયમાં રાજા મહારાજા કેવી રીતે પોતાને તરોતાજા રાખતા હતા. તો આજે અમે તમને જણાવીશું કે આખરે કેવી રીતે સમયમાં રાજા-મહારાજા પોતાના સ્ટેમીના વધારવા અને શારીરિક – માનસિક તણાવ ઓછો કરવા માટે કઈ કઈ આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરતા હતા.

પ્રાચીન સમયમાં રાજવૈદ્ય આ ઔષધિઓનો ઉપયોગ કરતા હતા

સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે પ્રાચીન સમયમાં દરેક રાજ્યમાં રાજવૈદ્ય હતા. જે રાજાઓ માટે જડીબુટ્ટીઓ, રસાયણ અને ધાતુઓની મદદ થી ઘણી જાતના નુસખા બનાવતા હતા. મતલબ આ દવામાં કંઈક એવી વસ્તુ પણ હાજર રહેતી હતી, જેનાથી રાજા-મહારાજા લાંબા સમય સુધી યુવાન રહેતા હતા અને તેમની તાકાત પણ જળવાઈ રહેતી હતી. તો તેવામાં આજે અમે પણ તમને કંઈક ખાસ આયુર્વેદિક ઔષધીઓ વિશે જણાવીશું, જેનો ઉપયોગ કરીને તમે પણ લાંબા સમય સુધી યુવાન રહી શકો છો અને પોતાની શારીરિક ક્ષમતાને વધારી શકો છો. તો આવો વાત કરીએ એવી જ ઔષધી વિશે.

શીલાજીત

આપણે શીલાજીત ની વાત કરીએ તો તેને ભાતનાં દાણા જેટલા નાના કરીને મધ સાથે ગ્રહણ કરો. તેનાથી ન માત્ર તમારા શરીરમાં તાકાત આવશે પરંતુ તમારી શારીરિક ઊર્જા પણ વધશે. વળી તમે વધારે સમય સુધી યુવાન રહી શકશો.

અશ્વગંધા

જણાવી દઇએ કે, રોજ રાત્રે અશ્વગંધાનું અડધી ચમચી ગરમ દુધ સાથે સેવન કરવું ઘણું ફાયદાકારક હોય છે. તેનું સેવન કરવાથી ન માત્ર શારીરિક થાક દુર થાય છે, પરંતુ રોગો સાથે લડવાની ક્ષમતા પણ વધે છે.

સફેદ મુસલી

હવે તમને જણાવી દઈએ કે સફેદ મુસલીનો પાવડર બનાવીને તેને રોજ સવાર-સાંજ મિશ્રી કે દુધ સાથે લેવાથી પણ સારી ઉર્જા બની રહે છે અને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે.

કેસર

જણાવી દઈએ કે ચપટી કેસરને ગરમ દુધમાં નાખીને પીવાથી સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી નસમાં લોહી સારી રીતે પ્રવાહ થવા લાગે છે. એટલા માટે રોજ રાત્રે કેસરવાળું દુધ નું સેવન જરૂર કરવું જોઈએ.

શતાવર

જો તમને ધુમ્રપાન કરવાની કે દારૂ પીવાની આદત છે. તો તમારે એનું સેવન જરૂર કરવું જોઈએ. જી હાં, એક ચમચી મિશ્રી અને ગાયના ઘી સાથે અડધી ચમચી શતાવરી પાવડરનું સેવન દુધ સાથે કરવું જોઈએ. તેનાથી તમને ઘણી જાતના શારીરિક લાભ મળશે.

હવે તો તમને ખબર પડી ગઈ હશે કે આખરે કઈ રીતે પ્રાચીન સમયમાં રાજા-મહારાજા પોતાની શારીરિક ઉર્જાને જાળવી રાખતા હતા અને આટલા લાંબા સમય સુધી યુવાન દેખાતા હતા. હવે અહીં તમારા માટે એક વિશેષ સલાહ એ છે કે, પ્રાચીન સમયમાં રાજવૈદ્ય હતા, જે રાજા – મહારાજાઓને આ ઔષધિ વિશે જ્ઞાન આપતા હતા. તેવામાં આજના સમયમાં તો રાજવૈદ્ય તો મળતા નથી, છતાં પણ આ વસ્તુઓના ઉપયોગ પહેલા એકવાર ડોક્ટરની સલાહ લેવાનું ભુલવું નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *