પહેલી નજરમાં બોબી દેઓલને પસંદ આવી ગઈ હતી આ યુવતી, નંબર લેવા માટે આતુર હતા, સુંદરતા જોઈને બોલીવુડ એક્ટ્રેસને ભુલી જશો

Posted by

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર નાં એક્ટર દીકરા બોબી દેઓલ નું દિલ એક યુવતી પર આવી ગયું હતું. તેના પ્રેમમાં બોબી દેઓલ એટલા ઉતાવળા બની ગયા હતા કે તેનો નંબર મેળવવા માટે પણ મહેનત કરવા લાગ્યા હતા. તેને કોઈ રીતે નંબર તો મળી ગયો પરંતુ તે યુવતી તેમની સાથે ડેટ પર જવા માટે તૈયાર થઈ નહીં. તો ચાલો તમને જણાવીએ કે તે યુવતી કોણ હતી.

પહેલી વખત જોયા બાદ દિલ આપી બેઠા

હકીકતમાં બોબી દેઓલ નું દિલ ફાયનાન્સ કંપનીના મેનેજર દેવ આહુજાની દીકરી તાન્યા પર આવી ગયું હતું. તેનો નંબર લેવા માટે બોબી દેઓલ તડપવા લાગ્યા હતા. આખરે તેમને કોઈ રીતે નંબર મળી ગયો હતો. બોબી દેઓલે તાન્યાને ત્યારે જોઈ હતી, જ્યારે તેઓ ચંકી પાંડેની સાથે એક હોટલમાં ગયા હતા. આ દરમિયાન તેઓ કાર્ડ ની ગેમમાં તાન્યા સામે બાજી હારી ગયા હતા. ઍકટરે તાન્યા નો નંબર લેવાની ખુબ જ કોશિશ કરી હતી, પરંતુ તેમને સફળતા પ્રાપ્ત થઈ નહીં. ખુબ જ મહેનત બાદ બોબી એ નંબર તો લઇ લીધો પરંતુ તાન્યા તેની સાથે ડેટ પર જવા માટે રાજી થઈ નહીં, પરંતુ એક્ટરે હાર માની નહિ અને કોઈ રીતે તાન્યાને મનાવી લીધી હતી. પછી તેમની ડેટિંગ શરૂ થઈ અને ૩૦ મે, ૧૯૯૬નાં રોજ બન્નેએ લગ્ન કરી લીધા હતા.

બોબી દેઓલ એક્ટ્રેસ નીલમને પણ ડેટ કરેલ હતું. રિપોર્ટ અનુસાર બંને અંદાજે પાંચ વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા હતા. જોકે બંને એ આ બાબતમાં કંઈ પણ નિવેદન આપ્યું નથી. ધર્મેન્દ્ર પણ બોબી દેઓલનાં નીલમ સાથેના રિલેશનની લઈને ખુશ હતા નહીં.

પુજા ભટ્ટ અથવા અન્ય કોઈ યુવતીને કારણે તુટી ગયો સંબંધ

એક ઈન્ટરવ્યુમાં આ બાબત વિશે વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું હતું કે, “હાં, તે હકીકત છે કે હું અને બોબી અલગ થઈ ગયા હતા. હું મારી પર્સનલ લાઈફ વિશે વાત કરવાનું પસંદ કરતી નથી, પરંતુ હું ઇચ્છું છું કે આ બાબતમાં જે ગેરસમજણ છે તેને દુર કરી નાખું. હું નથી ઈચ્છતી કે લોકો ખોટી જાણકારી ઉપર ભરોસો કરે. લોકો કહે છે કે પુજા ભટ્ટને કારણે અલગ થયા. હું કહેવા માંગીશ કે આવું કંઈ હતું નહીં. પુજા ભટ્ટ ને કારણે મેં બોબી સાથે બ્રેકઅપ કર્યું ન હતું અને અન્ય કોઈ યુવતીને લીધે પણ નહીં. અલગ થવાનો નિર્ણય અમે બંનેએ પરસ્પર સમજણથી લીધો હતો. કોઈના દગો આપવાને લીધે આવું થયું ન હતું.”

પાંચ વર્ષ બાદ થયો અહેસાસ, તેની સાથે ખુશ નહીં રહું

પોતાના રિલેશનશિપ તુટવાના કારણો પર વધારે વાત કરતાં નીલમ જણાવ્યું હતું કે, “મને અચાનક લાગવા લાગ્યું હતું કે હું તેની સાથે ખુશ રહી શકીશ નહીં. મને જાણ છે કે તે જાણવા માટે પાંચ વર્ષ ખુબ જ વધારે હોય છે, પરંતુ મને મહેસુસ તો થયું. જ્યારે મને અહેસાસ થયો તુમને આ બાબત પર ખુબ જ જલ્દી પોતાની વાત સામે રાખી હતી જેમકે હું અગાઉ જણાવી ચુકી છું કે જ્યારે હું પોતાનો નિર્ણય લઉં છું, તો તેમાં પાછળ હટતી નથી. તેનાથી મારા પરિવારને ખુબ જ ખુશી થઈ. હવે હું પોતાનું ધ્યાન મારા જીવનની અન્ય ચીજો પર લગાવી શકું છું, જેને હું નજર-અંદાજ કરતી આવી રહી હતી.”

એક્ટ્રેસે તે અફવાઓ ઉપર પણ વાત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે બોબી અને તેમના સંબંધો એટલા માટે તુટી ગયા, કારણ કે ધર્મેન્દ્ર આ સંબંધથી નારાજ હતા. એક્ટ્રેસને કહ્યું હતું કે તેમના પરિવારોને આ સંબંધ તુટવા સાથે કોઈ લેવાદેવા નથી. એક્ટ્રેસ અનુસાર તે નહોતી ઈચ્છતી કે તે એક સ્ટારની પત્ની બને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *