સૈફ અલી ખાન નવાબ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સૈફ અલી ખાનને “છોટે નવાબ” પણ કહેવામાં આવે છે. નવાબોનાં પરિવાર સાથે સંબંધ હોવાને લીધે સૈફ નો સ્વભાવ પણ નવાબી હોવું તે વ્યાજબી છે. આવો જ નવાબી તેમનો પટૌડી પેલેસ છે. નામના હિસાબથી જ પટૌડી પેલેસ ખુબ જ આલિશાન અને શાનદાર છે. તેના દરેક ખુણામાં તમને નવાબી જોવા મળી જશે. પરંતુ શું તમે જાણો છો કે આ પેલેસને ફરીથી ખરીદવા માટે સૈફ અલી ખાને ખુબ જ મહેનત કરવી પડેલી છે.
હરિયાણાનાં ગુરુગ્રામમાં સ્થિત પટૌડી પેલેસ સૈફઅલી ખાનનું પૈતૃક ઘર છે. દરેક સુખ સગવડતા થી સજ્જ પેલેસ ની કિંમત ૮૦૦ કરોડ રૂપિયા જણાવવામાં આવે છે. અહીંયા દરેક પ્રકારની આધુનિક સુખ સગવડતાઓ સાથે જોડાયેલી દરેક ચીજો મળી આવે છે. પેલેસમાં મોટા હોલ અને વૃક્ષો તથા છોડથી ભરેલ ગાર્ડન સહિત બધું જ છે. વર્ષો બાદ પણ પેલેસની સુંદરતામાં જરા પણ ઘટાડો થયેલો નથી.
વર્ષ ૧૯૦૦ ની શરૂઆતમાં પટૌડી પેલેસ નું નિર્માણ થયેલું હતું, ત્યારે તે “ઈબ્રાહીમ કોઠી” નાં નામથી ઓળખવામાં આવતો હતો. હાલમાં જ તેની લીઝ ચુકવીને સૈફ અલી ખાને તેનું પજેશન પરત મેળવી લીધું છે. હકીકતમાં સૈફ અલીખાને એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, “પટૌડી પેલેસને મારા પિતા એ ફ્રાન્સિસ અને અમનને ભાડા પર આપેલ હતો.. જે લોકો આ પેલેસમાં હોટલ ચલાવતા હતા. તેઓ પ્રોપર્ટીની સારી રીતે દેખભાળ કરતાં હતા અને અમારા પરિવારના સદસ્યો જેવા હતા. ફ્રાન્સિસનું હવે મૃત્યુ થઈ ચુક્યું છે.”
ઇન્ટરવ્યુમાં સૈફ અલી ખાને આગળ જણાવ્યું હતું કે, “આ પ્રોપર્ટી નિમરાણા હોટલ્સ ની પાસે ભાડા ઉપર હતી, પરંતુ જ્યારે મારા પિતાનું મૃત્યુ થયું તો મારા મનમાં તેને પરત મેળવવાની ઈચ્છા જાગી હતી. જ્યારે મને તેનો અવસર મળ્યો તો મેં બાકી બચેલી ચુકવણું કરીને પેલેસ ની પજેશનને પરત મેળવી લીધી હતી.”
એક ઇન્ટરવ્યુમાં સૈફ અલી ખાને જણાવ્યું હતું કે તેમને આ પેલેસ વારસામાં મળવો જોઈતો હતો, પરંતુ તેના માટે તેમણે કિંમત ચુકવવી પડેલી છે. સૈફ અલી ખાનનાં જણાવ્યા અનુસાર તેઓ ફિલ્મો માંથી જેટલા પણ પૈસા કમાયા હતા તેને તે સમગ્ર પૈસા આ પેલેસ ખરીદવામાં લગાવી દીધા હતા.
સૈફ અલી ખાન પોતાના પરિવારની સાથે અહીંયા અવારનવાર સમય પસાર કરવા માટે આવે છે. તેમણે હાલમાં જ પોતાના લગ્નની એનિવર્સરી પણ આ પેલેસમાં પરિવારની સાથે ઉજવેલી હતી.
એક મેગેઝીન અનુસાર પટૌડી પેલેસમાં કુલ ૧૫૦ રૂમ છે. તેમાં ૭ ડ્રેસિંગ રૂમ, ૭ બેડરૂમ, ૭ બિલિયન રૂમ અને એક મોટો ડાઇનિંગ રૂમ છે. સૈફ અલી ખાનનાં દાદા ઇફ્તિખાર અલી ખાને તેનું નિર્માણ કરાવ્યું હતું તેને ડિઝાઇન રોબર્ટ રસેલ દ્વારા કરવામાં આવેલ.
આ પેલેસ એટલો આલીશાન છે કે તેની આગળ મોટા મોટા બંગલા પણ ઝાંખા લાગે છે. તૈમુર નો જન્મદિવસ પણ આ પેલેસમાં જ ઉજવવામાં આવેલ હતો, જેમાં સમગ્ર પટૌડી પરિવાર એકઠો થયેલો હતો. સૈફ અલી ખાન, શર્મિલા ટાગોર, કરીના કપુર ખાન, સોહા અલી ખાન, કુણાલ ખેમુ ની સાથો સાથ કપુર પરિવારના સદસ્ય પણ તેમાં સામેલ થયેલા હતા.
સૈફ અલી ખાન પોતાની પુર્વ પત્ની અમૃતા સિંહની સાથે પણ અહીંયા આવતા હતા. સારા અલી ખાન, ઇબ્રાહીમ અલી ખાન, અમૃતા સિંહ અને સૈફ અલી ખાન અહીંયા આવીને ખુબ જ ધમાલ મસ્તી કરતા હતા.
રોશનીમાં જગમગાટ કરતો પટૌડી પેલેસ નો નજારો ખુબ જ સુંદર દેખાય છે. જણાવી દઈએ કે મુંબઈમાં સૈફ અલી ખાન પરિવારને સાથે બાંદ્રા સ્થિત ફોર્ચ્યુન બિલ્ડીંગ માં રહે છે. આ એક આલિશાન એપાર્ટમેન્ટ છે, જેમાં પટૌડી પરિવાર નો રાજવી લુક પણ જોવા મળી આવે છે.