પૈસા બચાવીને કપલે ખરીદ્યું નવું ઘર, કિચનનો કબાટ ખોલતા ની સાથે જ મળી “સિક્રેટ દુનિયા”

Posted by

કોઈપણ વ્યક્તિનું સપનું હોય છે કે તેનું પોતાનું ઘર હોય. લોકો વર્ષો સુધી પૈસા બચાવીને પોતાના સપનાનું ઘર કરી દે છે, પરંતુ યુકેમાં રહેવાવાળા આ કપલે ક્યારેય વિચાર્યું ન હતું કે તેઓ જે ઘર ખરીદવા જઈ રહ્યા છે, તેની અંદર તેમને સિક્રેટ દુનિયા મળી જશે. યુકેનાં આ કપલે પોતાના નવા ઘરની તસ્વીરો ઓનલાઇન પોસ્ટ કરી છે. જેમાં ઘરના કિચનમાં કબાટની પાછળ તેમને એક સિક્રેટ રૂમ માં જવાનો રસ્તો મળ્યો. આ રસ્તો તેમને ઘરમાં શિફ્ટ થયાં આ અમુક દિવસ બાદ મળ્યો. કપલે જ્યારે આ રસ્તો જોયો તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા .તેના વિશે તેમને ફ્લેટનાં પુર્વ માલિકે કંઈ જણાવ્યું હતું નહીં.

થોડા દિવસો પહેલાં જ કપલે આ ઘર ખરીદ્યું હતું. ત્યારબાદ ઘરનું ઇન્ટિરિયર કરાવીને બંને અહીંયા શિફ્ટ થયા, પરંતુ અમુક દિવસ બાદ અચાનક તેમને ફ્લેટના કિચનમાં એક સિક્રેટ રૂમ જોવા મળ્યો. આ રૂમનો દરવાજો કિચનનાં કબાટની પાછળ થી જતો હતો. આ સિક્રેટ રૂમમાં એક બારી પણ લગાવેલી હતી. કપલ જ્યારે તેની અંદર ગયું તો તેમને અહીંયા વેલ ફર્નિશ્ડ ફ્લેટ થી બિલકુલ અલગ ની દુનિયા જોવા મળી. અંદરનાં રૂમમાં કોઈ ફ્લોરિંગ હતી નહીં. સાથોસાથ રૂમમાં ઘણા ખુલ્લા તાર અને ઘણો સામાન રાખેલો હતો.

રૂમમાં ફ્લોરિંગ હતું નહીં અને વાયરીંગ પણ હતું નહીં

રિપોર્ટ અનુસાર એક મહિલાએ તેની તસ્વીર પોતાના ફેસબુક ગ્રુપ માં પોસ્ટ કરી હતી, જ્યાંથી તે ખુબ જ છવાઇ ગઇ હતી. મહિલાએ તસ્વીરોની સાથે લખ્યું હતું કે હાલમાં જ મેં પોતાના પ્રેમી સાથે મળીને ફ્લેટ લીધો હતો. પરંતુ જરા જુઓ, કિચન નાં કબાટની પાછળ થી અમને શું મળ્યું. તેની સાથે જ મહિલાએ લખ્યું હતું કે, “જ્યારે તેઓ આ ફ્લેટને અન્ય કોઈ માટે છોડી જશે, તો આ રૂમમાં ઘણા બધા સરપ્રાઈઝ છોડીને જશે.”

તેની તસ્વીરો વાયરલ થયા બાદ લોકોએ તેના પર ઘણા પ્રકારના કોમેન્ટ કર્યા હતા. એક વ્યક્તિએ લખ્યું હતું કે શું આ ઘર ડરામણું છે? વળી એક મહિલાએ આ રૂમ સ્ટડી રૂમ અથવા કોઈ સિક્રેટ રૂમમાં બદલવાની સલાહ આપી. વળી એક વ્યક્તિએ લખ્યું હતું કે પત્નીથી છુપાઈ જવાની આ પરફેક્ટ જગ્યા છે. વળી અમુક લોકોએ ખુબ જ અજીબ સલાહ આપી હતી. જણાવી દઈએ કે યુકેમાં એવા ઘણા ઘર મળે છે, જેની અંદર સિક્રેટ રૂમ છુપાયેલા હોય છે. અમુક સમય પહેલા અમેરિકામાંથી એક આવો મામલો સામે આવ્યો હતો જ્યાં મહિલાને ઘરના સિક્રેટ રૂમમાં વર્ષો જુની વાઈનની બોટલો મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *