પૈસાનો નાશ કરી નાંખે છે આ છોડ, ઘરમાં અથવા આજુબાજુમાં હોય તો તેને તુરંત ઉખાડીને ફેંકી દેવા જોઈએ

Posted by

આપણા ઘરમાં છોડ હરિયાળી અને સુખ-સમૃદ્ધિ લાવે છે. કારણ કે છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે જાણતા-અજાણતા માં તમારા ઘરમાં અથવા તો ઘરની આજુબાજુ લગાવવામાં આવેલા છોડ તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. તે વૃક્ષ અથવા છોડ ક્યાં છે જેને લગાવવાથી અશુભ પરિણામ મળે છે. ચાલો તેના વિશે આજે અમે તમને વિસ્તારપુર્વક અમારા આ આર્ટિકલમાં જણાવીએ. જો તમારી આજુબાજુ આવા છોડ અથવા વૃક્ષ હોય તો તુરંત તેને હટાવી દેવા જોઇએ, નહીંતર તમારા ઘરમાં હંમેશા દરિદ્રતા છવાયેલી રહેશે.

Advertisement

ખજુરનું વૃક્ષ દેખાવમાં ખુબ જ સારું લાગે છે અને તેના ફળ પણ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ ઘરમાં તેને લગાવવું અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં આ વૃક્ષ લગાવેલું હોય છે તે હંમેશા આર્થિક તંગી રહે છે. જેવી રીતે ખજુર નું વૃક્ષ લાંબો હોય છે, એવી રીતે ઘરમાં લગાવવાથી મુસીબતો નું લિસ્ટ પણ લાંબું થઈ જાય છે. તેવામાં ઘરમાં અવારનવાર કોઈ મુશ્કેલીઓ આવતી રહે છે.

ઘરમાં ક્યારેય પણ વાંસનું વૃક્ષ લગાવવું જોઈએ નહીં. કારણ કે હિન્દુ ધર્મમાં વાંસનો ઉપયોગ ફક્ત મૃત્યુ સમયે યોગ્ય માનવામાં આવે છે. તેવામાં આ વૃક્ષને ઘરમાં લગાવવાથી હંમેશા અશુભતા રહે છે. જે ઘરમાં વાંસ નું વૃક્ષ લગાવેલું હોય છે, તે ઘરમાં ક્યારેય આર્થિક સંપન્નતા આવતી નથી. અહીંયા રહેનાર લોકો હંમેશાં કરજમાં ડુબેલા રહે છે. વાસનાં વૃક્ષોને લીધે ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા પણ થતા રહે છે.

બોર ભલે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે પરંતુ તેનો છોડ ઘરમાં હંમેશા મુસીબતને આમંત્રણ આપે છે. કારણ કે જે રીતે બોરનાં છોડમાં કાંટા રહેલા હોય છે, એવી જ રીતે તમારા ઘરમાં પણ હંમેશા નકારાત્મકતા આવતી રહે છે. બોર નો છોડ લગાવવાથી આર્થિક નુકસાન થાય છે. તેનાથી ઘરમાં ક્યારેય પણ પૈસા ટકતા નથી અને માં લક્ષ્મી નો વાસ થતો નથી.

ઘરમાં બોન્સાઇ નો છોડ લગાવવો અશુભ માનવામાં આવે છે. ફેંગશુઈ અનુસાર તે શુભતા નું પ્રતિક છે, પરંતુ હિન્દુ શાસ્ત્ર તથા વાસ્તુ શાસ્ત્ર અનુસાર બોન્સાઇ નો છોડ ઘરમાં લગાવવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરેથી જતા રહે છે. બોન્સાઇ નો છોડ નકારાત્મકતાને વધારે છે. તેનાથી ઘરમાં પરેશાનીઓ આવવા લાગે છે. લોકો અસ્વસ્થ રહે છે અને તેમના બધા જ કાર્ય અટકી પડે છે.

ઘરમાં ક્યારેય પણ આંબલીનું વૃક્ષ લગાવવું જોઈએ નહીં. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. ભુત-પ્રેત અને ખરાબ આત્માઓ નો પડછાયો રહે છે. જે ઘરમાં આંબલીનું વૃક્ષ લગાવેલું હોય છે, ત્યાં રહેતા લોકો ક્યારે પણ પ્રગતિ કરી શકતા નથી. તેનાથી પરિવારના સદસ્યોનાં સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.