પાકિસ્તાનનું ઇન્ટરનેશનલ અપમાન, Google પર “ભિખારી” સર્ચ કરવા પર આવી રહી છે ઇમરાન ખાનની તસ્વીર

Posted by

જમ્મુ-કાશ્મીર માટે આર્ટીકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ગભરાયેલ છે. પ્રધાનમંત્રી ઇમરાન ખાન સહિત તમામ પાકિસ્તાની નેતા નકામી વાતો કરી રહેલ છે. બીજી તરફ પાકિસ્તાન સીઝફાયરનો પણ ઉલ્લંઘન કરી રહેલ છે અને પરમાણુ યુદ્ધની ધમકી પણ આપી રહેલ છે. આ સિવાય અન્ય એક કારણ ને લીધે ઇમરાન ખાન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલ છે. જો તમે ગૂગલ પર “ભિખારી” ટાઈપ કરો છો તો સર્ચ રિઝલ્ટમાં ઈમરાન ખાનનો ફોટો આવે છે.

એવું નથી કે ગૂગલ પર આ પ્રકારની ઘટના પહેલી વખત બનેલ હોય. પાછળના દિવસોમાં ગુગલ પર મૂર્ખ અથવા ફુલ લખવા પર રિઝલ્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નો ફોટો આવતો હતો. આ ઘટનાને લઈને ખુબ જ વિવાદ પણ થયો હતો.

તમને જણાવી દઇએ કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સારી નથી. નિકાસ ઓછી થઈ રહી છે અને આયાત વધી રહી છે. મોંઘવારી પાકિસ્તાનમાં ચરમસીમા પર છે. સેન્ટ્રલ બેન્ક નું રિઝર્વ ખાલી થઈ રહેલ છે. પાકિસ્તાન સતત આર્થિક મદદની માંગણી કરી રહ્યું છે. હાલમાં જ અમેરિકાએ પાકિસ્તાનને 4.1 બિલિયન ડોલરની આર્થિક મદદ કરી હતી. તે સિવાય પાકિસ્તાન ઈરાન અને ચીન પાસેથી પણ આર્થિક મદદ લઈ ચૂક્યું છે. તેના સિવાય પણ તેણે વર્લ્ડ બેંક અને IMF પાસેથી પણ મદદ માંગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *