ટી-૨૦ વર્લ્ડકપ ની ભારત-પાકિસ્તાન મેચ પહેલા દુબઈમાં ધોની અને રાહુલને મેચ હરવા માટે પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, કેમેરામાં કેદ થયો સમગ્ર મામલો

Posted by

આજે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ટી-૨૦ વર્લ્ડકપમાં મેચ રમાઈ રહી છે, જેમાં ભારત હાર તરફ આગળ વધી રહ્યું હોય એવું લાગે છે. પરંતુ તે પહેલાં સોશિયલ મીડિયા પર એક વીડિયો હલચલ મચાવી રહ્યો છે. આ વિડીયો ૨૩ ઓક્ટોબરનો છે, જેમાં ટીમ ઈન્ડિયાના મેન્ટોર એમએસ ધોની અને બેટ્સમેન કેએલ રાહુલ પાસે મેચ હારવા માટેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આવું ત્યારે થયું હતું જ્યારે બંને ટ્રેનિંગ બાદ મેદાનમાંથી હોટલ તરફ જઈ રહ્યા હતા. પોતાની પાસે આવેલા પ્રસ્તાવનો ધોનીએ જોરદાર જવાબ આપ્યો હતો. વળી આ સમગ્ર મામલા પર વધારે સિરિયસ થવાની જરૂરિયાત નથી, કારણ કે આજે કંઈ પણ બન્યું તે બસ એક હસી-મજાકનો હિસ્સો હતો.

હકીકતમાં જ્યારે ટીમ ઇન્ડિયા ટ્રેનિંગ કરીને પરત ફરી રહી હતી, તે દરમિયાન પાકિસ્તાની એન્કર સવેરા પાસા એ તે પળોને પોતાના કેમેરામાં કેદ કરી રહી હતી. તેની વચ્ચે તેની નજર પહેલાં કેએલ રાહુલ પડી. કેએલ રાહુલ ને જોતાની સાથે જ પાકિસ્તાની એન્કરે તેને પાકિસ્તાન વિરુદ્ધ સારી બેટીંગ ન કરવા માટેની વાત કરી હતી. સવેરા પાસા એ રાહુલને કહ્યું હતું કે, “પ્લીઝ, કાલે સારું રમતા નહીં.” પાકિસ્તાની એન્કરે પોતાની આ વાતનું વારંવાર પુનરાવર્તન કર્યું હતું, જેનો રાહુલે હસીને કોઈ જવાબ આપ્યો નહીં.

મેચ હારવાના પ્રસ્તાવનો ધોનીએ આપ્યો જોરદાર જવાબ


ત્યારબાદ તેમણે ધોની ને કહ્યું હતું કે, પાકિસ્તાનની વિરુદ્ધ મેચમાં નહીં. પરંતુ ધોની રાહુલ ની જેમ ચુપ રહ્યા નહીં. તેમણે પાકિસ્તાની પત્રકાર સવેરા પાસા ની વાતોનો જોરદાર જવાબ આપ્યો હતો. ધોની સ્પષ્ટ કહી દીધું હતું કે, “આ તો મારું કામ છે.” ધોનીએ જરૂરથી નામ લીધું નહીં, પરંતુ તેનો ઈશારો પાકિસ્તાનની તરફ હતો. તેમના કહેવાનો મતલબ પાકિસ્તાનને હરાવવાના કામથી હતો.

ભારત વિરુદ્ધ જીતની આશા માં પાકિસ્તાન


પાકિસ્તાની પત્રકાર ભારતીય ખેલાડીઓ સાથે હસી મજાકનાં પળો પસાર કર્યા બાદ પોતાની ટીમ સાથે પણ વાત કરી હતી. તેમણે પોતાની ટીમને ભારત વિરુદ્ધ ની મેચ માટે શુભકામનાઓ આપી હતી. આ તે સમયે થયું હતું જ્યારે પાકિસ્તાની ટીમ ટ્રેનિંગ બાદ હોટલ પરત ફરી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *