પાંચ મહામારીઓ, જેનાથી બદલી ગઈ દુનિયા ! કોરોના તો ફક્ત એક “ટ્રેલર” છે

Posted by

કોરોના મહામારીનું સંકટ દુનિયામાં એવી રીતે ઘેરાઇ ગયું છે કે દરેક વ્યક્તિ લાચાર બની ગયો છે. અમેરિકાથી લઈને ઈટાલી, ફ્રાન્સ, સ્પેન સુધી કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામનાર આંકડા દરેક દેશમાં ખૂબ જ વધારે છે. પરંતુ શું તમને એ વાતની જાણકારી છે કે કોરોના સિવાય પણ એવી પણ મહામારી છે જેણે દુનિયાને લાચાર બનાવી દીધી હતી અને ૨૦ કરોડ લોકો એક જ ઝટકામાં મૃત્યુ પામ્યા હતા.

Advertisement

આંકડા જણાવી રહ્યા છે કે દુનિયાભરમાં કોરોનાનો નરસંહાર હજુ ચાલુ છે. મહાશક્તિઓ પણ ભયમાં છે, કોઈ રસ્તો દેખાઈ રહ્યો નથી કે ક્યારે કોરોનાની ઝડપ ઓછી થશે અને ક્યારે તે રોકાશે. પરંતુ કોરોના પહેલા પણ દુનિયાએ આવી ખરાબ પરિસ્થિતિનો સામનો કર્યો છે, જ્યારે ફક્ત એક વિષાણુ એ કરોડો લોકોના શ્વાસ હંમેશા માટે રોકી લીધા હતા. અમે તમને દુનિયાની પાંચ મહામારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે દુનિયા બદલી દીધી હતી.

૧. બ્લેક ડેથ

બ્લેક ડેથ એટલે કે કાળી મોત. આ યુરોપના ઇતિહાસનો એક એવો અધ્યાય છે જેના વિશે વિચારીને પણ રુવાડા ઉભા થઇ જાય છે. કોઈપણ વ્યક્તિ તે મોતના તાંડવને યાદ કરે છે તો ધ્રૂજી ઊઠે છે. મોતનું તાંડવ એક સાથે ૨૦ કરોડ લોકોના જીવ લઈ ચૂક્યું છે. આ મહામારી વિશે સાંભળીને તમને પોતાના કાન પર વિશ્વાસ નહીં થાય.

બ્લેક ડેથ ૧૩૪૭માં યુરોપમાં આવ્યું

આંખ નાખ મહામારીએ ૧૩૪૬ ની આસપાસ યુરોપમાં દસ્તક લીધી હતી, જેના ભયાનક પ્રભાવે યુરોપને તબાહીના કિનારે લાવીને ઊભા રાખી દીધું હતું. જાણકારી અનુસાર આ મહામારીની અસર અંદાજે ૧૩૫૩ સુધી રહી હતી. યુરોપમાં એક પ્રકાશન ના માધ્યમથી એ વાત સામે આવી હતી કે આ એક પ્રકારનો વિષાણુ છે, જે પ્લેગના અલગ-અલગ રૂપમાં થવાનું કારણ હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે યુરોપના લોકોમાં બ્લેક ડેથ એ હદ સુધી ફેલાઈ ગયું હતું કે વેપારીઓના જહાજના સહારે અમુક ઉંદરોમાં પણ આ બિમારીનો પ્રકોપ પહોંચી ગયો હતો. જે જોતજોતામાં મધ્ય એશિયામાં ફેલાઈ ગયો. આ મહામારીએ યુરોપના ૩૦ થી ૬૦ ટકા લોકોને ખતમ કરી દીધા હતા. આ આંકડા ખૂબ જ ડરામણા છે. બ્લેક ડેથ સમયની સૌથી ભયાનક બીમારી હતી.

૨. સ્પેનિશ ફ્લુ

તે સમય પણ કંઈક અજીબ હતો, જે સમયે સમગ્ર દુનિયા ૧૯૧૮માં પ્રથમ વિશ્વયુદ્ધના આઘાતમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહી હતી. તે સમયે જ સ્પેનિશ ફ્લુ નામની મહામારીનું તાંડવ સમગ્ર દુનિયાને જોયું હતું. તે સમયે દરેક વ્યક્તિ આ ભયાનક સાક્ષી છે કારણ કે જેટલા લોકોએ પહેલા વિશ્વયુદ્ધમાં પોતાના જીવ ગુમાવ્યા હતા તેનાથી બમણી સંખ્યામાં લોકો આ મહામારીનો શિકાર બન્યા હતા.

સ્પેનિશ ફ્લૂને કારણે દુનિયાના અંદાજે ત્રીજા ભાગના લોકો આ બીમારીની ઝપેટમાં આવી ગયા હતા. સંક્રમિત લોકોનો આંકડો અંદાજે ૫૦ કરોડ સુધી પહોંચી ગયો હતો. તે સમયમાં અંદાજે ૫ કરોડ લોકો મૃત્યુ પામ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફક્ત અમેરિકામાં જ ૬ લાખ ૭૫ હજાર લોકોના મૃત્યુ થયા હતા. જે માનવ ઈતિહાસની સૌથી ભીષણ મહામારીઓમા એક છે.

૩. જસ્ટીનિયન પ્લેગ

આ મહામારીનો પ્રભાવ પણ દુનિયા પર એટલો જ ખતરનાક હતો, જેટલો અન્ય બિમારીઓનો હતો. આ વાત પરથી તેના ભયંકર સ્વરૂપનો અંદાજો લગાવવામાં આવી શકાય છે કે તે છઠ્ઠી શતાબ્દીમાં આવ્યો હતો. પ્લેગથી દુનિયા અંદાજે ૪ વર્ષ સુધી પ્રભાવિત રહી હતી. વિશેષજ્ઞોએ તો દાવો કર્યો હતો કે પ્લેગથી દુનિયાની અંદાજે ૧૦ ટકાથી વધારે જનસંખ્યા ખતમ થઇ ગઇ હતી. અનુમાન લગાવવામાં આવે છે કે તેનાથી અંદાજે ૩ થી ૫ કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. એશિયા, નોર્થ આફ્રિકા, અરબ અને યુરોપમાં આ સંક્રમણે સૌથી વધારે નુકસાન પહોંચાડ્યું હતું.

તમને જણાવી દઈએ કે તે સમયના બાઇજેન્ટાઇન સામ્રાજ્યના શહેનશાહ જસ્ટીનિયન પણ આ બિમારીથી ગ્રસીત થઇ ગયા હતા, જોકે તે સમયે તેમનો જીવ બચી ગયો હતો. એવું કહેવામાં આવે છે કે એટલા માટે જ આ બીમારીનું નામ જસ્ટીનિયન પ્લેગ પડી ગયું હતું.

૪. HIV / AIDS

HIV (હ્યુમન ઇમ્યુનડિફિશીએંશી વાયરસ) જેને ગુજરાતીમાં માનવીય રોગ પ્રતિકારક વાયરસ કહે છે. તે એક પ્રકારનો વાયરસ એટલે કે વિષાણુ હોય છે, જે મનુષ્યના શરીરમાં રોગ પ્રતિકારક પ્રણાલી પર પ્રહાર કરે છે. આ બીમારી વિરુદ્ધ લડવાની ક્ષમતા ધીરે ધીરે ઓછી થઈ જાય છે. એક સ્થિતિ પર પહોંચ્યા બાદ લા-ઈલાજ બીમારી એડ્સનું કારણ બની જાય છે. તમને જણાવી દઈએ કે મુખ્ય રીતે તે યૌન સંબંધ અને લોહીના માધ્યમથી ફેલાતો વાયરસ છે, જે શરીરના શ્વેત રક્ત કણિકાઓને ઘાતક નુકસાન પહોંચાડે છે. આ વાયરસ ઈલાજ માટે ખૂબ જ મોટી પરેશાની ઉત્પન્ન કરે છે.

HIV / AIDS ની પહેલી વખત જાણકારી ૧૯૮૧માં મળી

મનુષ્યોમાં થતા HIV સંક્રમણને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મહામારીમાં માનેલ છે. HIV/AIDS વિશે પહેલી વખત વર્ષ ૧૯૮૧માં માલુમ પડ્યું હતું. જાણકારી અનુસાર તેની ઝપેટમાં દુનિયાના ૭.૫૦ કરોડ લોકો છે અને અત્યાર સુધીમાં ૩.૨૦ કરોડ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.

૫. COVID-19

વર્તમાન સમયમાં કોરોના વાયરસ, ચીનના વુહાન શહેરથી ફેલાઈને સમગ્ર દુનિયા આ વાઇરસની ઝપેટમાં આવી ગઈ છે. આ રીપોર્ટ લખવામાં આવ્યો ત્યાં સુધી દુનિયાભરમાં ૨૫ લાખથી વધુ કેસો સામે આવી ચુક્યા છે. ૬.૫૨ લાખ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે અને ૧.૭૦ લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

પહેલા દિવસથી અત્યાર સુધીમાં ૪૫ હજાર ગણા કેસ વધ્યા

તે ૩૧ ડીસેમ્બરનો દિવસ હતો, ૨૦૧૯ નો છેલ્લો દિવસ. દુનિયા નવા વર્ષની ઉજવણીની તૈયારી કરવાનું વિચારી રહી હતી કે આવનાર વર્ષ સમગ્ર દુનિયા માટે ખૂબ જ સારું થશે. પરંતુ કોને જાણકારી હતી કે ચીનના વુહાન શહેરમાં એવો ખતરનાક વાયરસ જન્મ લઇ ચુક્યો છે જે ૨૦૨૦માં સમગ્ર દુનિયાને ઝડપને ઈમરજન્સી બ્રેક લગાવી દેશે.

વળી તે કોણ જાણતું હતું કે સમગ્ર દુનિયામાં લોકડાઉન શબ્દ સામાન્ય બની જશે. દુનિયાના મોટા મોટા અને ચર્ચિત ચહેરો ખાલી થઈ જશે અને કોણે વિચાર્યું હતું કે ઇટાલી સ્પેન અમેરિકા જેવા દેશોમાં પોતાના લોકો માટે કબર શોધવા માટે પણ લોકોએ સપ્તાહો સુધી લાંબી લાઈનમાં પસાર થવું પડશે.

કોરોના નાં ૧૦૦ દિવસ પુરા

નવું વર્ષ શરૂ થયાને ૧૦૦ દિવસ પસાર થઈ ચુક્યા છે અને ચીને ચેતવણી આપ્યા બાદ પહેલી વખત પરિચયમાં આવેલ કોરોનાને પણ ૧૦૦ દિવસ પુરા થઈ ચુક્યા છે. દુનિયાએ બે વિશ્વયુદ્ધો જોયેલા છે, પરમાણુ હુમલા પણ જોયેલા છે, કોરોના વાયરસ પહેલાં પણ ઘણા વાયરસ જોયા છે પરંતુ જે પરિસ્થિતિ કોરોના વાયરસ કરી રહ્યો છે તેમાંથી દુનિયા કેવી રીતે બચી શકે તે હાલ સવાલ થઇ રહ્યો છે.

જે ડરશે તે જ બચશે, આ નીતિને અપનાવીને દરેક વ્યક્તિને વાત સમજાઈ ગઈ છે કે, ઘરે રહીશું તો જ તેનાથી બચી શકીશું. અદ્રશ્ય દુશ્મનને હરાવવા માટે દરેક દેશ કોઈ હથિયારનું નિર્માણ કરવામાં જોડાયેલા છે. લોકડાઉન ની લક્ષ્મણરેખાને પણ ગંભીરતાથી લેવી તે દરેક વ્યક્તિ માટે જીવતદાન છે, થોડી પણ બેદરકારી અથવા ભૂલ બધા કરેલા પર પાણી ફેરવી શકે છે.

Advertisement

One comment

  1. આ રામ,ભુમી દેવી દેવતાઓ ની જન્મ ભુમી! આપણા દેશમાં ગાય હત્યા થશે
    ધમે નો નાશ થશે ત્યારે ત્યારે ધરતીકંપ વાઈરશ.જેવા રોગો (આ શરીર ભગવાને બનાવ્યું છે?તેને વા.ઈ.ર.શ મુક્ત કરવા 1સેકન્ડ નુ કામ છે? )
    કોઈ ના કોઈ દેવી દેવતા થી જ આ કોરોલા
    વાઈરશ નો નાશ થશે ! જય કાલી માં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *