પંચાતિયા પાડોશી : બેટા તને વધારે કોણ પ્રેમ કરે છે? તારા મમ્મી કે પપ્પા? ભુરા નો જવાબ સાંભળીને હસી-હસીને પેટમાં દુખવા લાગશે

Posted by

જોક્સ-૧

Advertisement

પત્ની : કાલે તમે ૬ વાગ્યે વહેલા ઉઠી જજો. બાજુવાળી ને બસ સ્ટેશન મુકવા તમારે જવાનું છે. એનો પતિ હાજર નથી એટલે.

આખી રાત ઊંઘ ન આવી. સવારે ૫:૪૫ વાગ્યે તૈયાર થઈને બહાર આવ્યો.

પત્ની : ઉઠી ગયા. લ્યો હેડો ઘર સાફ કરવા. મને ખબર હતી તમે એમ નેમ સીધી રીતે વહેલા નહીં ઉઠો, એટલે જ પાડોશણ નું નામ લીધું.

બિચારા નો દાવ થઈ ગયો.

જોક્સ-૨

માથું દુખતું હોય, હાથ દુઃખતો હોય, આળસ ચડતી હોય, આંખો દુખતી હોય,

આ બધી સમસ્યાના સમાધાન માટે તમારા માથા પરથી તમારા મોબાઇલને ૭ વખત ફેરવીને ચાર રસ્તા પર નાખી દેવો.

જોક્સ-૩

પાડોશણે ભુરાને સ્માઈલ આપ્યું. ભુરો ખુશમ ખુશ થઈ ગયો,

પણ પછી ખબર પડી કે ગેસનું સિલિન્ડર પાંચમાં માળે ચડાવવાનું હતું.

જોક્સ-૪

નસીબનું કોઈ છીનવી શકતું નથી,

મહિલાઓ બટેટા ખરીદી વખતે જે ખરાબ બટેટા તારવી નાખે છે,

તે પાણીપુરી સ્વરૂપે પાછા મળે છે.

જોક્સ-૫

એક ભાઈ હોસ્પિટલમાં બુમો પાડવા લાગ્યા.

ડોક્ટર ની મા બેન ક્યાં છે,

ડોક્ટર ની મા બેન ક્યાં છે….

નર્સ આવીને બોલ્યા : એ ગધેડા, પહેલા વાંચતા શીખ. ડોક્ટર નીમા બેન ક્યાં છે?

જોક્સ-૬

ઊંઘ તો એટલી લઈ લીધી કે સપના પણ રીપીટ થવા લાગ્યા.

ત્યાં સુધી તો બરોબર હતું પણ હવે તો વચ્ચે જાહેરાત પણ આવવા લાગી.

જોક્સ-૭

જ્યારે જ્યારે ભાઈબંધોને ઓનલાઈન જોઉં છું, ત્યારે મારી આત્માને બહુ શાંતિ થાય છે,

કે હું એકલો નવરો નથી.

આ બધાય ધંધા વગરના બેઠા છે.

જોક્સ-૮

પંચાતિયા પાડોશી : બેટા તને વધારે કોણ પ્રેમ કરે છે? તારા મમ્મી કે પપ્પા?

ભુરો : તમારી છોકરી.

જોક્સ-૯

સાસુ : ખાલી હાથ સારા નથી લાગતા, વહુ.

વહુ : મોબાઈલ ચાર્જ કરવા મુક્યો છે, મમ્મી.

સાસુ : બંગડીનું કહું છું, અક્કલમઠ્ઠી.

જોક્સ-૧૦

પત્ની : પાડોશીને જુઓ દર રવિવારે એની પત્નીને ફરવા લઈ જાય છે. તમે કોઈ દિવસ લઈ ગયા?

પતિ : મેં બે-ત્રણ વખત કીધું પણ ઈ ના પાડે છે.

જોક્સ-૧૧

સસરાજીએ આશીર્વાદ આપ્યા : સુખી થાવ.

જમાઈએ ભોળાભાવે પુછ્યું : કેમ, પાછી લઈ જાઓ છો કે શું?

જોક્સ-૧૨

કુવારા હોવાનું એક દુઃખ એ પણ છે કે રૂમમાં બધા મચ્છર એક જ જણને કરડે છે.

લગ્ન પછી આ મામલો ૫૦-૫૦% નો થઈ જાય છે.

જોક્સ-૧૩

એક કલાક પછી જો યજમાન એવું પુછે કે ચા કોફી કઈ લેશો.

તો સમજવાનું કે ઘરે ઉપડો એમ કહે છે.

બધાની જેમ બેહી નો રેતા.

જોક્સ-૧૪

જ્યારે રાત્રે ૧૨ વાગ્યે નવું નેટ આવે,

ત્યારે એવું લાગે છે કે જાણે કોઈએ ખાતામાં પૈસા નાખી દીધા હોય.

Advertisement

Leave a Reply

Your email address will not be published.