પંડયા બ્રધર્સે ખરીદ્યો મુંબઈમાં ૩૦ કરોડનો આલીશાન લકઝરી ફ્લેટ, પોતાના પરિવાર સાથે જીવે છે આલીશાન જીવન

Posted by

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અને તેમના ભાઈ કૃણાલ પંડ્યાએ આજે જે સ્થાન પ્રાપ્ત કર્યું છે, તે દર્શાવે છે કે તેમણે અહીં સુધી આવવા માટે ઘણી મહેનત અને સંઘર્ષ કર્યો છે. તેમના ફેન્સ તેમની રમતનાં દિવાના તો છે જ, સાથે સાથે તેમની સ્ટાઇલ, તેમનો લુક અને તેમની ફેશન પણ યુવાનોને ખુબ જ લોકપ્રિય છે. તેમના બધા ફેન્સ તેમના વિશે જાણવા માટે હંમેશા ઉત્સુક રહે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ તેમના 8 BHK ફ્લેટ વિશે, જેની સુવિધાઓ અને સગવડતાઓ જોઈને તમારી પણ આંખો પહોળી થઈ જશે.

વળી આ બંને ભાઈ હાર્દિક અને કૃણાલ એક બીજાને પ્રેમ દર્શાવવામાં સૌથી આગળ જોવા મળે છે. બંને ભાઈમાં મિત્ર જેવો સંબંધ છે. જે તેમના બોન્ડને વધારે મજબુત બનાવે છે. આ બંને વચ્ચે એટલે સારી મિત્રતા અને ભાઈચારાને જોઇને તેમના ફેન્સ પણ ઘણા અચંભિત થાય છે. આ બંને જેટલા પ્રોફેશનલ ખેલાડી ફિલ્ડ હોય છે તેટલા જ તેઓ ઘરેલું પણ છે.

મતલબ જે રીતે તેઓ મેદાન પર ઉભા રહે છે તેવી જ રીતે ઘરની જવાબદારી પણ સારી રીતે નિભાવે છે. હમણાં થોડા સમય પહેલાં જ બંને ભાઈ પોતાના જુના ઘરને છોડીને નવા 8 BHK ફ્લેટમાં શિફ્ટ થયા છે. તેમણે આ ઘર મુંબઈનાં પોશ એરિયા ખાર માં લીધું છે.

જાણકારી અનુસાર હવે હાર્દિક અને કૃણાલ બન્ને મુંબઈના ઘણા જાણીતા અને પોષ રુસ્તમજી પેરમાઉંટ સોસાયટીમાં શિફ્ટ થયા છે. જોવા જઈએ તો આ એપાર્ટમેન્ટ ૩,૮૩૮ વર્ગ ફીટનો છે. આ 8 BHK એપાર્ટમેન્ટ ની કિંમત ૩૦ કરોડ રૂપિયા જાણવવામાં આવી રહી છે. તેમનું ઘર એવી જગ્યાએ છે, જ્યાંથી સમુદ્રનો વ્યુ ખુબ જ સુંદર અને દિલચસ્પ લાગે છે. આ સોસાયટીમાં જીમ એરિયા પણ છે. જ્યાં બંને ભાઈ હાર્દિક અને કૃણાલ એક્સરસાઇઝ પણ કરે છે.

જીમ સાથે જ તેમાં એક થિયેટર, લાઉન્જ અને એક મોટો સ્વિમિંગ પુલ અને ગેમ રમવા માટે ગેમ ઝોન પણ બનેલો છે.

તમને જણાવી દઈએ કે હાર્દિક અને કૃણાલ પંડ્યાનો જન્મ એક મિડલ ક્લાસ ફેમિલીમાં થયો હતો અને પહેલા તેઓ વડોદરાની એક નાની જગ્યામાં રહેતા હતા. આજે તેમની સખત મહેનત, પોતાના લક્ષ પ્રત્યે સમર્પણ અને તેમનું અનુશાસનથી જ છે, જે જેનાથી તેઓ આજે આ સ્થાન પર પહોંચી ગયા છે. આજે તેઓ ગુજરાતનાં એક નાના ઘર થી નીકળીને મુંબઈનાં એક આલીશાન ઘરમાં માલિક છે. બંને ભાઈ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ જોવા મળે છે અને તેમની પોસ્ટ પર ખુબ જ લાઈક પણ આવે છે. હાલમાં જ હાર્દિક પંડ્યાએ પોતાના ભાઈ સાથે એક યાદગાર પળ વાળો એક વિડીયો પોતાના ફેન્સ સાથે શેર કર્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું કે, “અમે આ જર્નીમાં એક સાથે શરૂ થયા હતા. હું ભાગ્યશાળી છું કે તું મારી સાથે છે, જન્મદિવસ મુબારક મોટાભાઈ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *