“પાપા કહેતે હૈ” જેવી હિટ ફિલ્મ બાદ બોલીવુડ માંથી ગાયબ થઈ ગઈ સુંદર એક્ટ્રેસ મયુરી કાંગો, અત્યારે પણ સુંદરતા જોઈને દિવાના બની જશો

Posted by

ફિલ્મ “પાપા કહેતે હૈ” મોટાભાગે દરેક લોકોને યાદ હશે. આ ફિલ્મ ભલે વધારે ચાલી શકી ન હોય પરંતુ દર્શકોના મનમાં પોતાની છાપ છોડવામાં જરૂર સફળ થઇ હતી. આ ફિલ્મમાં મયુરી કાંગો લીડ રોલમાં હતી. ફિલ્મ થી દુર થયા બાદ હવે એક્ટ્રેસ કોર્પોરેટ વર્લ્ડ માં જાણીતું નામ બની ચુકી છે. સુંદર એક્ટ્રેસ મયુરી કાંગો આ ફિલ્મ બાદ “પાપા કહેતે હૈ ગર્લ” નાં નામથી  દેશભરમાં પોપ્યુલર થઈ ગઈ હતી. મયુરી કાંગો ખુબ જ સુંદર છે. તે સમયે ફિલ્મમાં તેને જોયા બાદ દેશના લાખો યુવકો તેની પાછળ દીવાના બની ગયા હતા. જણાવી દઈએ કે મયુરી ૧૯૯૬માં મહેશ ભટ્ટની ફિલ્મ “પાપા કહેતે હે” માં જુગલ હંસરાજ ની સાથે ડેબ્યુ કર્યું હતું.

પોતાની પહેલી ફિલ્મ બાદ તેણે અજય દેવગન અને અરશદ વારસી સાથે ફિલ્મ “હોગી પ્યાર કી જીત” માં કામ કર્યું હતું. પરંતુ બોલિવુડમાં મયુરી ની કારકિર્દી વધારે આગળ સુધી પહોંચી શકી નહીં. ત્યારબાદ એક્ટ્રેસે ટીવી શો માં પોતાના નસીબ અજમાવવાનું શરુ કર્યું હતું. તે નરગીસ, થોડા ગમ થોડી ખુશી, ડોલર બાબુ અને કિટ્ટી પાર્ટી જેવી સિરિયલોમાં અભિનય કરતી નજર આવી હતી. એક્ટ્રેસને છેલ્લી વખત વર્ષ ૨૦૦૯માં આવેલી ફિલ્મ “કુરબાન” જોવામાં આવી હતી. ત્યારબાદ તેને કોઈપણ બોલિવુડ પાર્ટી અથવા ફંકશનમાં જોવામાં આવેલ નથી.

મયુરીનાં અંગત જીવન વિશે વાત કરવામાં આવે તો તેમણે વર્ષ ૨૦૦૩માં આદિત્ય ઢીલ્લો સાથે લગ્ન કરી લીધા હતા. મયુરી અને આદિત્યની પહેલી મુલાકાત એક પાર્ટી દરમિયાન તેમના એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. લગ્ન બાદ મયુરી અમેરિકામાં શિફ્ટ થઈ ગઈ છે.

અમેરિકા ગયા બાદ તેણે ત્યાંથી માર્કેટિંગ અને ફાઇનાન્સમાં એમબીએ કર્યું અને બાદમાં ૨૦૦૪ થી લઈને ૨૦૧૨ સુધી અમેરિકામાં નોકરી કરી. વર્ષ ૨૦૧૧માં એક્ટ્રેસ એક દીકરાની માં બની. તેમના દીકરાનું નામ કિયાન છે. મયુરી ૨૦૧૩માં ઇન્ડિયામાં શિફ્ટ થઈ ગઈ, કારણ કે તેના સાસરિયા વાળા અહીંયા રહે છે અને તેમનો દીકરો પણ તેમની સાથે રહી શકે.

તમને જણાવી દઈએ કે મયુરી કાંગો જ્યારે બોલિવુડમાં એક્ટિંગ કરી રહી હતી તે દરમિયાન તેમનું સિલેક્શન આઈઆઈટીમાં પણ થઇ ગયું હતું, પરંતુ તેમણે બોલિવુડની પસંદગી કરી. પરંતુ સમયની કમાલ છે કે આખરે અભ્યાસ તેમના કામમાં આવ્યો. એક સમયે બોલિવુડમાં પોતાની સુંદરતાને કારણે ચર્ચામાં રહેવા વાળી એક્ટ્રેસ આજે કોર્પોરેટ વર્લ્ડનું જાણીતું નામ બની ચુકી છે.

તમને જણાવી દઈએ કે મયુરી હવે ગુગલ ઈન્ડિયાની ઇન્ડસ્ટ્રી હેડ બની ચુકી છે. ૪ એપ્રિલ, ૨૦૧૯નાં રોજ તેને આ જવાબદારી સોંપવામાં આવી હતી. આજે મયુરી કાંગો ગુગલ ઇન્ડિયાનાં ઇંડસ્ટ્રી હેડનાં પદ ઉપર બિરાજમાન છે. તે પહેલા મયુરી ગુરુગ્રામ ની પ્રખ્યાત કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટર રહી ચુકી છે.

ગુગલ ઇન્ડિયાને જોઇન કરતા પહેલા તે ગુરુગ્રામ ની એક કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટરનાં પદ ઉપર હતી. મયુરી કાંગો ભલે ફિલ્મી દુનિયામાં સફળ બની શકી નહીં, પરંતુ કોર્પોરેટ જગતમાં તે પ્રાપ્ત કરી ચુકી છે. મયુરી તે લોકો માટે એક મોટું ઉદાહરણ છે, જે બોલિવુડમાં આવવા માટે પોતાનો અભ્યાસ છોડી દેતા હોય છે. આજે એક્ટ્રેસ પોતાના અભ્યાસને લીધે જ આ સ્થાન પ્રાપ્ત કરી શકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *